Home> World
Advertisement
Prev
Next

ચાલુ મીટિંગમાં જ અધિકારી તેની સેક્રેટરી સાથે બનાવવા લાગ્યો શારીરિક સંબંધ...VIDEO થઈ ગયો વાયરલ

આખી દુનિયામાં હાહાકાર મચાવી રહેલા કોરોના વાયરસને રોકવા માટે ઘરેથી જ કામ કરવા માટેની આઝાદી મળેલી છે. પરંતુ અનેક જગ્યાએ લોકો આ આઝાદીનો ખોટો અર્થ કાઢી રહ્યાં છે. આવી જ એક ઘટના ફિલિપાઈન્સમાં જોવા મળી છે. જ્યારે એક કંપનીએ કર્મચારીઓની ઝૂમ એપ પર મીટિંગ યોજી હતી. 

ચાલુ મીટિંગમાં જ અધિકારી તેની સેક્રેટરી સાથે બનાવવા લાગ્યો શારીરિક સંબંધ...VIDEO થઈ ગયો વાયરલ

નવી દિલ્હી: આખી દુનિયામાં હાહાકાર મચાવી રહેલા કોરોના વાયરસ (Corona Virus) ને રોકવા માટે ઘરેથી જ કામ કરવા માટેની આઝાદી મળેલી છે. પરંતુ અનેક જગ્યાએ લોકો આ આઝાદીનો ખોટો અર્થ કાઢી રહ્યાં છે. આવી જ એક ઘટના ફિલિપાઈન્સમાં જોવા મળી છે. જ્યારે એક કંપનીએ કર્મચારીઓની ઝૂમ એપ પર મીટિંગ યોજી હતી. 

fallbacks

કંપનીએ ઝૂમ એપ પર એક મીટિંગનું આયોજન કર્યું હતું. પરંતુ આ મીટિંગમાં કંપનીના એક અધિકારી પોતાની સેક્રેટરી સાથે સેક્સ કરતા ડિકોડ થયા. હવે આ અધિકારીને નોકરીમાંથી કાઢી મૂકવામાં આવ્યાં છે. મળતી માહિતી મુજબ ફાતિમા ડોસ વિલેજ કાઉન્સિલે ઝૂમ એપ પર રેગ્યુલર ઓનલાઈન બિઝનેસ મીટિંગ યોજી હતી. આ મીટિંગમાં તેમના બોસ પણ સામેલ હતાં. 

ભડકે બળ્યું સ્વીડન, ધાર્મિક ગ્રંથ આગને હવાલે કરાતા તોફાનો ફાટી નીકળ્યા, 15 લોકોની અટકાયત

મીટિંગમાં સામેલ કાઉન્સિલ મેમ્બર્સ તે સમયે ચોંકી ગયા જ્યારે તેમણે મીટિંગમાં સામેલ એક સરકારી અધિકારીને રૂમની બીજી બાજુ જતા જોયા. ત્યારબાદ તેઓ એક મહિલા સાથે શારીરિક સંબંધ બનાવવા લાગ્યા હતાં. પાછળથી  ખબર પડી કે તે મહિલા તેમની સેક્રેટરી હતી. જ્યારે તે અધિકારીનું નામ જીસસ એસ્ટિલ છે. 

અહેવાલો મુજબ તેણે મીટિંગ છોડીને જતા પહેલા કેમેરા ઓફ કરવાની ભરપૂર કોશિશ કરી. તેને લાગ્યું કે કેમેરા ઓફ થઈ ગયો છે પરંતુ હકીકતમાં કેમેરા ઓન હતો. કામ પૂરું થયા બાદ જીસસ એસ્ટિલે કોલ રિજેક્ટ કરી દીધો. પરંતુ ત્યારે ઘણું મોડું થયું હતું. સ્ટાફના જ એક સભ્યે દ્રશ્ય રેકોર્ડ કરી લીધુ અને વીડિયો આખરે વાયરલ થઈ ગયો. જેના કારણે કેટલાક લોકોએ અધિકારીને નોકરીમાંથી તગેડી મૂકવાની અરજી દાખલ કરી. 

ભારતનો મોટો નિર્ણય, રશિયામાં થનારા યુદ્ધાભ્યાસમાં નહીં લે ભાગ, ખાસ જાણો કારણ

આ વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ફેસબુક પર ફિલિપાઈન્સના એક પત્રકાર એરવિન ટુલ્ફો(Erwin Tulfo)એ બે દિવસ પહેલા શેર કર્યો હતો. આ ઘટના બાદ દેશના આંતરિક અને સ્થાનિક વિભાગે તે અધિકારીને નોકરીમાંથી કાઢી મૂકવાનું મન પાક્કુ કરી લીધુ છે. 

કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More