Hawaiian pizza Viral News: ઇંગ્લેન્ડના નોર્વિચ શહેરમાં એક પિઝા રેસ્ટોરન્ટે એક એવું કામ કર્યું છે, જેનાથી ઇન્ટરનેટ પર લોકોને આશ્ચર્ય અને ગુસ્સાથી ભરી દીધા છે. આ રેસ્ટોરન્ટે "હવાઇયન પિઝા"ની કિંમત 100 પાઉન્ડ (લગભગ 10,000 રૂપિયા) રાખી છે. હવાઇયન પિઝામાં ખાસ કરીને પાઈનેપલ ટોપિંગ હોય છે, જે હંમેશા લોકોમાં ચર્ચાનો વિષય રહે છે. કેટલાકને તે ખૂબ ગમે છે, કેટલાકને તે બિલકુલ પસંદ નથી.
પરંતુ આ વખતે વાત માત્ર પસંદ-નાપસંદની નથી. રેસ્ટોરન્ટે જાણી જોઈને કિંમત એટલી મોંઘી રાખી છે કે જેથી લોકો આ વિવાદાસ્પદ પિઝા ઓર્ડર કરવાનું બંધ કરી દે. આ સમાચાર સામે આવતા જ લોકોની પ્રતિક્રિયાઓ આવવા શરૂ થઈ ગઈ છે. ઘણા લોકો આ પગલાથી નારાજ છે અને તેને ગ્રાહકોની મજાક ગણાવી રહ્યા છે. કેટલાક લોકો તેને એક ચતુર માર્કેટિંગ યુક્તિ માની રહ્યા છે.
મહાકુંભના એક અઘોરી કાલપુરુષની ભયાનક ભવિષ્યવાણી, સાંભળીને થઈ જશો હેરાન-પરેશાન...
10,000 રૂપિયાનો પિઝા!
આ રેસ્ટોરન્ટમાં મેનુ હવાઇયન પિઝાનું વર્ણન આ રીતે કરે છે: "જો તમે ઇચ્છો છો, તો તમારે 100 પાઉન્ડ ખર્ચ કરવા પડશે." આટલું જ નહીં, રેસ્ટોરન્ટે તેના મેનૂમાં ગ્રાહકોને આ પણ મજાકના અંદાજમાં લખ્યું કે જો તમને આ પિઝા સાથે વાઈન જોઈતી હોય તો તેને પણ ઓર્ડર કરો.
16%ને આ પસંદ ન આવ્યો અને 20% ને નાપસંદ
બ્રિટિશ રિસર્ચ કંપની YouGov અનુસાર મોટાભાગના બ્રિટિશ લોકો પિઝા પર પાઈનેપલ પસંદ કરે છે. લગભગ અડધા લોકોએ તેને સારું ગણાવ્યું, જ્યારે 16% લોકોને તે ગમ્યું નહીં અને 20% લોકોએ તેને નાપસંદ કર્યું.
ICCની 2024ની બેસ્ટ T20I ટીમમાં ભારતીયોનો દબદબો, આ દિગ્ગજ ખેલાડીને બનાવ્યો કેપ્ટન
પૂર્વ રાજનેતા એડ બોલ્સે શું કહ્યું?
આ અંગે કેટલાક જાણીતા લોકોએ પણ પોતાનો અભિપ્રાય આપ્યો છે. પૂર્વ રાજનેતા એડ બોલ્સે જણાવ્યું કે, પિઝા પર પાઈનેપલ ટોપિંગ "ખૂબ ખરાબ" છે. કેટલાક લોકો તેને સ્વાદિષ્ટ માને છે જ્યારે કેટલાકને તે બિલકુલ પસંદ નથી. એકંદરે, પિઝા પર પાઈનેપલનો મુદ્દો બ્રિટનમાં ચર્ચાનો વિષય બની રહ્યો છે.
લગ્ન પછી આખરે કેમ અન્ય પુરૂષોના પ્રેમમાં પડી જાય છે મહિલાઓ? કારણ જાણીને થઈ જશો હેરાન
આ સાંભળીને તમારા હોશ ઉડી જશે! લોકો થયા ગુસ્સે
40 વર્ષના બિલ્ડર સાઈમન ગ્રીવ્ઝે કહ્યું કે, પિઝા પર પાઈનેપલ ટોપિંગ ખોટું છે અને લોકોએ તે ન કરવું જોઈએ, પરંતુ 14 વર્ષીય જોની વોર્સલેએ કહ્યું કે, હવાઇયન પિઝા તેનો બીજો ફેવરિટ છે, જેમાં પહેલા નંબર પર પેપરોની છે. વધુમાં તેણે કહ્યું કે, "પરંતુ હું તેના માટે સો પાઉન્ડ નહીં આપું, મને નથી લાગતું કે કોઈ આપશે." આ ઘટના પર એક શખ્સે કોમેન્ટ કરતા કહ્યું કે, "10,000 રૂપિયાની કિંમતનો પિઝા માત્ર એટલા માટે કે તેમાં પાઈનેપલ છે? આ તો ઘણું હદ થઈ ગઈ." અન્ય એક વ્યક્તિએ લખ્યું કે, “આ સ્પષ્ટ છે કે રેસ્ટોરન્ટે લોકોનું ધ્યાન આકર્ષિત કરવા માટે આવું કર્યું છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે