Home> World
Advertisement
Prev
Next

ડેનમાર્કમાં પીએમ મોદીનું સંબોધન, કહ્યું- દુનિયાને તબાહ કરવામાં ભારતીયોનું યોગદાન નહીં

પીએમ મોદીના સંબોધન પહેલા ડેનમાર્કના પ્રધાનમંત્રી મેટે ફ્રેડરિક્સને લોકોને સંબોધિત કર્યા અને ભારતની સાથે મિત્રતાનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે કહ્યું કે, બધા ભારતીયોનો આભાર જે ડેનમાર્કમાં રહે છે અને અહીંના સમાજમાં પોતાનું મહત્વનું યોગદાન આપી રહ્યાં છે. 

ડેનમાર્કમાં પીએમ મોદીનું સંબોધન, કહ્યું- દુનિયાને તબાહ કરવામાં ભારતીયોનું યોગદાન નહીં

કોપેનહેગનઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ડેનમાર્કની યાત્રા પર છે, જ્યાં તેમણે પોતાના સમકક્ષ પીએમ મેટે ફ્રેડરિક્સન સાથે મુલાકાત કરી અને અનેક મુદ્દા પર પોતાની વાત રાખી છે. ત્યારબાદ પીએમ મોદીએ ડેનમાર્કમાં હાજર ભારતીયોને સંબોધિત કર્યા. તેમણે ભારત માતા કી જયના નારા સાથે પોતાના સંબોધનની શરૂઆત કરી. પોતાના સંબોધનમાં પીએમ મોદીએ કહ્યુ કે, પીએમ ફ્રેડરિક્સનનું અહીં હાજર રહેવું તે વાતનો પૂરાવો છે કે ભારતીયો પ્રત્યે તેમના દિલમાં કેટલું સન્માન છે. પીએમ મોદીએ કહ્યુ કે જ્યારે ભારતની તાકાત વધે છે તો દુનિયાની પણ તાકાત વધે છે. 

fallbacks

પીએમ મોદીના સંબોધન પહેલા ડેનમાર્કના પ્રધાનમંત્રી મેટે ફ્રેડરિક્સને લોકોને સંબોધિત કર્યા અને ભારતની સાથે મિત્રતાનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે કહ્યું કે, બધા ભારતીયોનો આભાર જે ડેનમાર્કમાં રહે છે અને અહીંના સમાજમાં પોતાનું મહત્વનું યોગદાન આપી રહ્યાં છે. 

ભારત અને ડેનમાર્ક વચ્ચે મજબૂત સંબંધ
પીએમ મોદીએ પોતાના સંબોધનમાં કહ્યું કે કોરોનાને કારણે ઘણા સમય સુધી જીવન વર્ચ્યુઅલ મોડમાં ચાલી રહ્યું હતું. હવે ઓનલાઇનથી આપણે ઓફલાઇન જવાનું છે અને હકીકત પે છે કે ઓફલાઇન જ ઓનલાઇન છે. પાછલા વર્ષે જ્યારે અવરજવર શક્ય બની તો પીએમ ફ્રેડરિક્સન પ્રથમ હેડ ઓફ ગવર્નમેન્ટ હતા, જેમનું અમને ભારતમાં સ્વાગત કરવાનો અવસર મળ્યો. આ ભારત અને ડેનમાર્કના મજબૂત સંબંધોને દર્શાવે છે. આજે જે ચર્ચા થઈ છે, તેનાથી બંને દેશોના સંબંધોને નવી તાકાત મળશે. 

પીએમ મોદીએ કહ્યુ કે એક ભારતીય દુનિયામાં ગમે ત્યાં જાય તો તે પોતાની કર્મભૂમિ અને તે દેશ માટે ઈમાનદારીથી પોતાનું યોગદાન આપે છે. અનેકવાર જ્યારે મારી વર્લ્ડ લીડર્સ સાથે મુલાકાત થઈ તો તેમના દેશોમાં રહેતાં ભારતીયોની સિદ્ધિઓ વિશે તે ગર્વથી જણાવે છે. તે માટે ધન્યવાદના હકદાર તમે બધા લોકો છે. જે શુભેચ્છા મને મળે છે તે હું તમને સમર્પિત કરુ છું. 

ભાષાઓ અલગ-અલગ પરંતુ સંસ્કાર છે ભારતીય- મોદી
ભારતીય સમુદાયની કલ્ચરલ વિવિધતા એવી તાકાત છે જે અમને દરેક ક્ષણે જીવંત રહેવાનો અનુભવ કરાવે છે. ડેનમાર્કમાં ભારતના અલગ-અલગ રાજ્યોથી લોકો આવ્યા છે. કોઈ તેલુગૂ બોલે છે, કોઈ પંજાબી, કોઈ બાંગ્લા, તમિલ, મલયાલી, અસમિયા, કોઈ મરાઠી તો કોઈ ગુજરાતી. ભાષા ગમે તે હોય, પરંતુ ભાવ એક છે. આપણા બધાના સંસ્કાર ભારતીય છે. 

આ પણ વાંચોઃ PM Modi Denmark Visit: ડેનમાર્કના પ્રધાનમંત્રી સાથે પીએમ મોદીની દ્વિપક્ષીય બેઠક, આ સમજુતી પર થયા હસ્તાક્ષર

'ડેટા વપરાશમાં ભારતની મોટી ભૂમિકા'
પીએમ મોદીએ જણાવ્યું હતું કે જ્યારે હું ડિજિટલ ઈન્ડિયાની વાત કરતો હતો ત્યારે ઘણા લોકો સવાલ ઉઠાવતા હતા. પરંતુ આજે હું કહેવા માંગુ છું કે 5-6 વર્ષ પહેલા આપણે ડેટા વપરાશની બાબતમાં વિશ્વના પછાત દેશોની સાથે હતા. આજે તે બદલાઈ ગયો છે. આજે આપણે ભારતમાં અન્ય કોઈપણ દેશ કરતા વધુ મોબાઈલ ડેટાનો ઉપયોગ કરીએ છીએ. આજે જે નવો યુઝર જોડાઈ રહ્યો છે તે શહેરનો નથી, પરંતુ ભારતના દૂરના ગામડાઓનો છે. આ નવા ભારતની વાસ્તવિક કહાની છે.

પીએમએ કહ્યું કે, જો ભારત પોતાના લોકોને ગરીબીમાંથી બહાર કાઢે છે, તો દુનિયામાંથી ગરીબી દૂર થાય છે. આનાથી વિશ્વના નવા દેશોને નવો આત્મવિશ્વાસ મળે છે. ભારતમાં દરેક ઘરમાં સ્થાપિત LED બલ્બ, ભારતમાં સ્થાપિત દરેક સોલાર પેનલ જે ઉત્સર્જન બચાવે છે, તે આબોહવા અંગે કરેલા સંકલ્પને વધુ મજબૂત બનાવે છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More