Home> World
Advertisement
Prev
Next

ભારતનો આ સુવર્ણ સમય, આગામી લક્ષ્ય 5 ટ્રિલિયન ડોલરની ઈકોનોમી: PM મોદી

થાઈલેન્ડ (Thailand) પ્રવાસે ગયેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Narendra Modi)એ કહ્યું કે ભારતમાં હાલ રોકાણ કરવા માટે ઉત્તમ સમય છે. આદિત્ય બિરલા ગ્રુપના એક કાર્યક્રમમાં તેમણે આ વાત કરી. પીએમ મોદીએ કહ્યું કે ભારતમાં હોવાનો આ સૌથી સારો સમય છે. અનેક ચીજો છે જે ઉપર જઈ રહી છે જ્યારે કેટલીક ચીજો નીચે પણ આવી રહી છે. 

ભારતનો આ સુવર્ણ સમય, આગામી લક્ષ્ય 5 ટ્રિલિયન ડોલરની ઈકોનોમી: PM મોદી

બેંગકોક: થાઈલેન્ડ (Thailand) પ્રવાસે ગયેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Narendra Modi)એ કહ્યું કે ભારતમાં હાલ રોકાણ કરવા માટે ઉત્તમ સમય છે. આદિત્ય બિરલા ગ્રુપના એક કાર્યક્રમમાં તેમણે આ વાત કરી. પીએમ મોદીએ કહ્યું કે ભારતમાં હોવાનો આ સૌથી સારો સમય છે. અનેક ચીજો છે જે ઉપર જઈ રહી છે જ્યારે કેટલીક ચીજો નીચે પણ આવી રહી છે. 

fallbacks

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે ઈઝ ઓફ ડૂઈંગ બિઝનેસ, ઈઝ ઓફ લિવિંગ, એફડીઆઈ, ફોરેસ્ટ કવર, ઉત્પાદકતા, ઈન્ફ્રાસ્ટ્રક્ચર ઉપર આવી રહ્યાં છે. જ્યારે ટેક્સ, ટેક્સ દર, ભ્રષ્ટાચાર વગેરે નીચે આવી રહ્યાં છે. 

ISISની બદલો લેવાની ધમકી, અમેરિકા બગદાદીને મારવાનો અંજામ ભોગવશે

તેમણે કહ્યું કે ભારતનું હવે આગામી લક્ષ્યાંક 5 ટ્રિલિયન ડોલરની ઈકોનોમી બનવાનું છે. 2014માં જ્યારે મારી સરકાર આવી હતી ત્યારે ભારતની જીડીપી લગભગ 2 ટ્રિલિયન ડોલરની હતી. 65 વર્ષમાં 2 ટ્રિલિયન પરંતુ હ વે પાંચ વર્ષમાં અમે તેને વધારીને લગભગ 3 ટ્રિલિયન ઈકોનોમી સુધી પહોંચાડી છે. 

જુઓ LIVE TV

ભારતે છેલ્લા પાંચ વર્ષમાં સફળતાની અનેક કહાનીઓ જોઈ છે. જેનું કારણ ફક્ત સરકાર જ નથી. ભારતે હવે જૂની નોકરશાહી સિસ્ટમમાં કામ કરવાનું બંધ કરી દીધુ છે. તેમણે કહ્યું કે તમને એ જાણીને નવાઈ લાગશે કે વર્ષો સુધી ગરીબો માટે ખર્ચ કરાયેલા પૈસા ગરીબો સુધી પહોંચી શકતા નહતાં. અમારી સરકારે આ બધુ ડાઈરેક્ટર બેનિફિટ ટ્રાન્સફર દ્વારા ખતમ કરી દીધુ. 

વિશ્વના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More