Home> World
Advertisement
Prev
Next

ઈરાન: તેહરાનમાં મેડિકલ ક્લિનિકમાં ભીષણ વિસ્ફોટ, 19 લોકોના મોત તથા અનેક ઘાયલ

ઈરાનની રાજધાની તેહરાનમાં એક મેડિકલ ક્લિનિકમાં થયેલા ભીષણ વિસ્ફોટમાં 19 જેટલા લોકોના મોત થયા છે. અનેક લોકો ઘાયલ થયા છે. અકસ્માત બાદ સ્થાનિક પ્રશાસન ઘટનાસ્થળે પહોંચી ગયું છે. અકસ્માતની તપાસ થઈ રહી છે. તેહરાનની ક્લિનિકમાં ગેસ લીકેજના કારણે વિસ્ફોટ થયો હોવાની પ્રાથમિક તારણ છે. 

ઈરાન: તેહરાનમાં મેડિકલ ક્લિનિકમાં ભીષણ વિસ્ફોટ, 19 લોકોના મોત તથા અનેક ઘાયલ

નવી દિલ્હી: ઈરાનની રાજધાની તેહરાનમાં એક મેડિકલ ક્લિનિકમાં થયેલા ભીષણ વિસ્ફોટમાં 19 જેટલા લોકોના મોત થયા છે. અનેક લોકો ઘાયલ થયા છે. અકસ્માત બાદ સ્થાનિક પ્રશાસન ઘટનાસ્થળે પહોંચી ગયું છે. અકસ્માતની તપાસ થઈ રહી છે. તેહરાનની ક્લિનિકમાં ગેસ લીકેજના કારણે વિસ્ફોટ થયો હોવાની પ્રાથમિક તારણ છે. 

fallbacks

ઈરાની સરકારી ચેનલના અહેવાલ મુજબ ઈરાનની રાજધાની તેહરાનમાં એક મેડિકલ ક્લિનિકમાં મંગળવારે મોડી રાતે ધડાકાભેર આગ લાગી. હાલ આ આગ બુઝાવવાના પ્રયત્નો ચાલુ છે. તેહરાનની ઈમરજન્સી સેવાઓના પ્રમુખ પેમૈન સબેરિયને કહ્યું કે દુર્ઘટના કદાચ ગેસ કેપ્સ્યૂલ વિસ્ફોટના કારણે લાગી. વિસ્ફોટમાં માર્યા ગયેલા લોકોમાં 10 મહિલાઓ અને 3 પુરુષ સામેલ છે. સ્થાનિક મીડિયાના રિપોર્ટ મુજબ 19 લોકોના અત્યાર સુધીમાં મોત થયા છે. સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા વીડિયોમાં ઘટનાસ્થળ પર અનેક ધડાકાનો અવાજ સંભળાયો છે. ઈરાનના સર્વોચ્ચ નેતા અયાતુલ્લા ખમનેઈએ હજુ સુધી આ વિસ્ફોટ અંગે કોઈ નિવેદન આપ્યું નથી.

તેહરાનના ફાયર વિભાગના જલાલ મલેકીએ કહ્યું કે આગ લાગવાના કારણોની તપાસ થઈ રહી છે. કહેવાય છે કે વિસ્ફોટના કારણે પાસેની બે ઈમારતોને પણ નુકસાન પહોંચ્યું છે. મળતી માહિતી મુજબ વિસ્ફોટ થયો ત્યારે ક્લિનિકની અંદર 25 કર્મચારીઓ હતાં. જેઓ મુખ્ય રીતે સર્જરી અને મેડિકલ તપાસ સંબંધિત કામ કરતા હતાં. આ અગાઉ ગત સપ્તાહે તેહરાનમાં સંવેદનશીલ સૈન્ય મથક પાસે વિસ્ફોટ થયો હતો. 

લદાખ સરહદે તંગદીલી પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...

કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More