Home> World
Advertisement
Prev
Next

ચીનના 'ભગવાન'એ પોતાના મોત અંગે આપ્યું મોટું નિવેદન 

 જેક માએ 10 સપ્ટેમ્બરના રોજ પોતાના 54માં જન્મદિવસે જાહેરાત કરી હતી કે તેઓ એક વર્ષની અંદર અલીબાબાના કાર્યકારી ચેરમેનનું પદ છોડી દેશે જેથી કરીને આગામી પેઢીના નેતૃત્વનો રસ્તો તૈયાર થઈ શકે. 

ચીનના 'ભગવાન'એ પોતાના મોત અંગે આપ્યું મોટું નિવેદન 

બેઈજિંગ: અલીબાબા સમૂહના જેક માએ પોતાના રિટાયરમેન્ટ અંગે ઉડી રહેલી અફવાઓ પર પૂર્ણવિરામ મૂકતા કહ્યું કે કંપનીના કાર્યકારી કાર્યાલય કરતા તેઓ સમુદ્ર કિનારે મરવાનું વધુ પસંદ કરશે. જેક માએ 10 સપ્ટેમ્બરના રોજ પોતાના 54માં જન્મદિવસે જાહેરાત કરી હતી કે તેઓ એક વર્ષની અંદર અલીબાબાના કાર્યકારી ચેરમેનનું પદ છોડી દેશે જેથી કરીને આગામી પેઢીના નેતૃત્વનો રસ્તો તૈયાર થઈ શકે. તેમણે કંપનીના મુખ્ય કાર્યકારી અધિકારી ડેનિયલ ઝાંગને પોતાના વારસદાર તરીકે જાહેર કર્યા છે. તેમની રિટાયરમેન્ટની જાહેરાતથી એવી અટકળો થવા લાગી કે તેઓ ચીનમાં કારોબારી માહોલ ખરાબ થવાના કારમે આવું કરી રહ્યાં છે. 

fallbacks

fallbacks

ન્યૂયોર્ક ટાઈમ્સે પોતાના અહેવાલમાં કહ્યું હતું કે ચીનમાં કારોબારી માહોલ ખરાબ થવાના કારણે તથા સરકારી હસ્તક્ષેપ વધવાના કારણે જેક મા સેવાનિવૃત થઈ રહ્યાં છે. એવી પણ ચર્ચા ગરમ હતી કે તેમણે વિદેશમાં સંપત્તિઓ ખરીદી છે અને ચીનની બહાર જઈ શકે છે. જેક માએ કહ્યું કે લોકો શું કહે છે તેનાથી કોઈ ફરક પડતો નથી. તેમણે કહ્યું કે તેઓ અફવાઓ પર ધ્યાન આપતા નથી. 

चीन के 'भगवान' ने की रिटायरमेंट की घोषणा, पढ़ें एक टीचर कैसे बना अरबों की कंपनी का मालिक

તેમણે કહ્યું કે મિત્રો સામે તમારે કોઈ સ્પષ્ટતા કરવાની જરૂર હોતી નથી. જે મિત્રો નથી તેને તમે જેટલી સ્પષ્ટતા કરશો તેટલી સ્થિતિઓ વધુ બગડશે. જેક માએ કહ્યું કે 54 વર્ષની ઉંમરમાં હું ઈન્ટરનેટ ઉદ્યોગમાં જૂનો થઈ ચૂક્યો છું પરંતુ અનેક અન્ય ક્ષેત્રો માટે હું ખુબ યુવા છું. 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More