Home> World
Advertisement
Prev
Next

'બોમ્બ ના ફેંકો, ફાઇટર જેટ પાછા બોલાવો', ટ્રમ્પે ઈરાન અને ઈઝરાયલને આપી ચેતવણી, કહ્યું- Not Happy

Iran-Israel Ceasefire: અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યુ કે તે ઈઝરાયલ અને ઈરાન બંનેથી નારાજ છે. તેમણે કહ્યું કે તેહરાન ક્યારેય પોતાના પરમાણુ કાર્યક્રમનું પુનનિર્માણ કરશે નહીં.

'બોમ્બ ના ફેંકો, ફાઇટર જેટ પાછા બોલાવો', ટ્રમ્પે ઈરાન અને ઈઝરાયલને આપી ચેતવણી, કહ્યું- Not Happy

Iran-Israel Ceasefire: અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યુ કે ઈરાન અને ઇઝરાયલ બંનેએ સીઝફાયરનું ઉલ્લંઘન કર્યું છે. તેમણે બંને દેશોને સીઝફાયર ન તોડવાની અપીલ કરી. ઇઝરાયલને ચેતવણી આપતા ટ્રમ્પે કહ્યું- ઈરાન પર બોમ્બ ન ફેંકો. આમ કરવું સીઝફાયરનું ઉલ્લંઘન ગણાશે. તમારા પાયલટોનો તત્કાલ પરત બોલાવો.

fallbacks

ઇઝરાયલ-ઇરાનથી ખુશ નથી ટ્રમ્પ
ટ્રમ્પે કહ્યુ- ઈરાનની પરમાણુ ક્ષમતાઓ ખતમ થઈ ગઈ છે. તેહરાન ક્યારેય પોતાના પરમાણુ કાર્યક્રમનું પુનનિર્માણ નહીં કરે. ટ્રમ્પે કહ્યુ કે તે ઈઝરાયલ અને ઈરાન બંનેથી ખુશ નથી. નાટો શિખર સંમેલન માટે નેધરલેન્ડ રવાના થતાં પહેલા ડોનાલ્ડ ટ્રમ્પે આ વાત કહી હતી.

નોંધનીય છે કે અમેરિકાના રાષ્ટ્રપતિએ જાહેરાત કરી હતી કે ઈરાન-ઈઝારયલ વચ્ચે યુદ્ધવિરામ હવે લાગૂ થઈ ગયું છે. તેમણે બંને દેશોને સીઝફાયરનું ઉલ્લંઘન ન કરવાની અપીલ કરી હતી.

આ પણ વાંચોઃ બે દેશ વચ્ચે સારા સંબંધ હોય તો શું હથિયારોની જેમ પરમાણુ બોમ્બ પણ વેચી શકે? જાણો

આ સાથે ટ્રમ્પે મિત્ર ઇઝરાયલને ચેતવણી આપી છે કે હવે ઈરાન પર હુમલા ન કરો, બાકી સીઝફાયરનું ઉલ્લંઘન થશે. ટ્રમ્પનું નિવેદન ત્યારે આવ્યું છે, જ્યારે ઈઝરાયલે આરોપ લગાવ્યો હતો કે ઈરાને યુદ્ધવિરામનું ઉલ્લંઘન કર્યું છે અને ઇઝરાયલી ક્ષેત્રોમાં હુમલા કર્યાં છે. ટ્રમ્પે કહ્યું- ઈરાને તેનું ઉલ્લંઘન કર્યું પરંતુ ઈઝરાયલે પણ ઉલ્લંઘન કર્યું છે. તેમણે કહ્યું- હું ઇઝરાયલથી ખુશ નથી.

ઈરાને સોમવાર (23 જૂન 2025) રાત્રે ઈરાક અને કતારમાં આવેલા અમેરિકી લશ્કરી થાણાઓ પર છ મિસાઈલ છોડી હતી. આ પછી, કતારે કહ્યું કે તે તેને તેની સાર્વભૌમત્વ, હવાઈ ક્ષેત્ર, આંતરરાષ્ટ્રીય કાયદા અને યુએન ચાર્ટરનું ઉલ્લંઘન માને છે.

ઈરાને યુદ્ધવિરામનું ઉલ્લંઘન કર્યું - ઈઝરાયેલ
ઈઝરાયેલે મંગળવારે (25 જૂન 2025) કહ્યું કે ઈરાને યુદ્ધવિરામનું ઉલ્લંઘન કર્યું છે. ઈરાને ઈઝરાયેલના આરોપોને નકારી કાઢ્યા અને કહ્યું કે તેણે યુદ્ધવિરામ પહેલા તેના પર હુમલો કર્યો હતો. IDF એ મંગળવારે કહ્યું કે ઈઝરાયેલી વાયુસેનાએ ઈરાનમાં મિસાઈલ લોન્ચર્સ પર હુમલો કર્યો, જે ઈઝરાયેલ પર હુમલો કરવા માટે તૈયાર હતા.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More