Home> World
Advertisement
Prev
Next

G-20 Summit: પીએમ મોદી જી-20 સંમેલનમાં ભાગ લેવા બાલી પહોંચ્યા, થયું ભવ્ય સ્વાગત

G-20 Summit in Indonesia: જી-20 સમિટમાં યુક્રેન સંકટ, ખાદ્ય અને ઉર્જા સુરક્ષા સહિત અનેક મુદ્દા પર ચર્ચા થઈ શકે છે. તે માટે પ્રધાનમંત્રી મોદી બાલી પહોંચી ગયા છે. 

G-20 Summit: પીએમ મોદી જી-20 સંમેલનમાં ભાગ લેવા બાલી પહોંચ્યા, થયું ભવ્ય સ્વાગત

બાલીઃ G-20 Summit in Bali:  જી-20 સમિટમાં ભાગ લેવા માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સોમવાર (14 નવેમ્બર) એ ઈન્ડોનેશિયાના બાલી પહોંચી ગયા છે. અહીં એરપોર્ટ પર ભારતીય સમુદાયના લોકોએ પીએમ મોદીનું ભવ્ય સ્વાગત કર્યું હતું. તેમણે કહ્યું કે અહીં જી20 સમૂહના નેતાઓ સાથે વૈશ્વિક આર્થિક વૃદ્ધિમાં નવા પ્રાણ ફુંકવા, ખાદ્ય અને ઉર્જા સુરક્ષા નક્કી કરવા જેવા પડકાર અને સ્વાસ્થ્ય તથા ડિજિટલ પરિવર્તનથી જોડાયેલા મુદ્દાના સમાધાન પર વ્યાપક ચર્ચા કરશે. 

fallbacks

પીએમ નરેન્દ્ર મોદીએ જી20 શિખર સંમેલનમાં ભાગ લેવા માટે બાલી રવાના થતાં પહેલા એક નિવેદનમાં કહ્યું કે તે વૈશ્વિક પડકારનું સામૂહિક સમાધાન કરવામાં ભારતની સિદ્ધિઓ અને તેની મજબૂત પ્રતિબદ્ધતાને રેખાંકિત કરશે. 
સાથે યુક્રેન સંકટ, ખાસ કરીને ખાદ્ય તથા ઉર્જા સુરક્ષા પર તેના પ્રભાવો સહિત જ્વલંત વૈશ્વિક પડકાર પર ચર્ચા થવાની આશા છે. નોંધનીય છે કે જી20 શિખર સંમેલનમાં ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ, અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઇડેન, બ્રિટનના પ્રધાનમંત્રી ઋષિ સુનક અને ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમૈનુઅલ મૈક્રોં પણ સામેલ થવાના છે. 

પીએમ મોદીએ શું કહ્યું? 
પીએમ નરેન્દ્ર મોદીએ કહ્યુ કે બાલી શિખર સંમેલન દરમિયાન, હું વૈશ્વિક આર્થિક વૃદ્ધિ, ખાદ્ય તથા ઉર્જા સુરક્ષા, પર્યાવરણ, સ્વાસ્થ્ય તથા ડિજિટલ પરિવર્તન જેવા વૈશ્વિક ચિંતાના પ્રમુખ મુદ્દા પર જી20 દેશોના નેતાઓની સાથે વ્યાપક ચર્ચા કરીશું. આગળ તેમણે જણાવ્યું કે શિખર સંમેલનમાં વાતચીત દરમિયાન હું વૈશ્વિક પડકારનું સામૂહિક સમાધાન કરવામાં ભારતની સિદ્ધિઓ અને તેની મજબૂત પ્રતિબદ્ધતાનો ઉલ્લેખ કરીશ.

G-20 શું છે?
G20 વૈશ્વિક આર્થિક સહયોગનું એક પ્રભાવશાળી સંગઠન છે. તે વૈશ્વિક ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ (જીડીપી)ના લગભગ 85 ટકા, વૈશ્વિક વેપારના 75 ટકાથી વધુ અને વિશ્વની લગભગ બે તૃતીયાંશ વસ્તીનું પ્રતિનિધિત્વ કરે છે. ઇન્ડોનેશિયા G-20 ના વર્તમાન અધ્યક્ષ છે. ભારત 1 ડિસેમ્બરથી ઔપચારિક રીતે G-20નું પ્રમુખપદ સંભાળશે.

આ છે પ્લાન
પીએમ નરેન્દ્ર મોદીએ કહ્યુ કે હું જી20 શિખર સંમેલનથી અલગ, સમૂહના ઘણા સભ્ય દેશોના નેતાઓ સાથે મુલાકાત કરીશ અને ભારતના દ્વિપક્ષીય સંબંધોની પ્રગતિની તેમની સાથે સમીક્ષા કરીશ. જી20 સમૂહ દુનિયાની મુખ્ય વિકસિત અને વિકાસશીલ અર્થવ્યવસ્થાનું એક અંતર-સરકારી મંચ છે. 

તેમાં આર્જેન્ટીના, ઓસ્ટ્રેલિયા, બ્રાઝીલ, કેનેડા, ચીન, ફ્રાન્સ, જર્મની, ભારત, ઈન્ડોનેશિયા, ઇટલી, જાપાન, દક્ષિણ કોરિયા, મેક્સિકો, રશિયા, સાઉદી અરબ, દક્ષિણ આફ્રિકા, તુર્કી, બ્રિટન, અમેરિકા અને યુરોપીય સંઘ (ઈયૂ) સામેલ છે. ઈન્ડોનેશિયાના રાષ્ટ્રપતિના આમંત્રણ પર પ્રધાનમંત્રી જી20 શિખર સંમેલનમાં સામેલ થઈ રહ્યાં છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More