Home> World
Advertisement
Prev
Next

13,500 કરોડના કૌભાંડી મેહુલ ચોકસીના ભારત પ્રત્યાર્પણનો રસ્તો સાફ, જાણો કેવી રીતે

એન્ટિગુઓ અને બારબૂડાના વડાપ્રધાન ગેસ્ટન બ્રાઉને કહ્યું કે પંજાબ નેશનલ બેંક કૌભાંડના આરોપી મેહુલ ચોક્સીને ભારત ત્યારે પ્રત્યર્પિત કરવામાં આવશે, જ્યારે તેની અરજીઓનો નિકાલ થઇ જશે

13,500 કરોડના કૌભાંડી મેહુલ ચોકસીના ભારત પ્રત્યાર્પણનો રસ્તો સાફ, જાણો કેવી રીતે

ન્યૂયોર્ક: એન્ટિગુઓ અને બારબૂડાના વડાપ્રધાન ગેસ્ટન બ્રાઉને કહ્યું કે પંજાબ નેશનલ બેંક કૌભાંડના આરોપી મેહુલ ચોક્સીને ભારત ત્યારે પ્રત્યર્પિત કરવામાં આવશે, જ્યારે તેની અરજીઓનો નિકાલ થઇ જશે. બ્રાઉને ભારતની સરકારી પ્રસારણકર્તા ડીડી ન્યૂઝથી કહ્યું કે, અમે કાનૂને માનનારો એક દેશ છીએ, અને મામલો ન્યાયપાલિકાની સમક્ષ છે.

fallbacks

આ પણ વાંચો:- અમેરિકાના આ રાજ્યોમાં મહિલાઓને જાહેરમાં 'ટોપલેસ' ફરવાની મળી કાયદેસર માન્યતા

એન્ટિગુઆના વડાપ્રધાને ચોકસીને અપ્રામાણિક કરાર કરતા કહ્યું કે, તેણે કેટલીક અરજીઓ દાખલ કરી છે અને જ્યાં સુધી તેની અરજીઓનો નિકાલ નહી થતો અમે કંઇ કરી શકતા નથી. તેમણે કહ્યું કે, એન્ટિગુઆ બારબૂડાને તેનાથી કોઇ લાભ નથી. વડાપ્રધાને એવું પણ કહ્યું કે, ભારતીય અધિકારી તેનાથી પૂછપરછ કરવા માટે સ્વતંત્ર છે.

આ પણ વાંચો:- પીએમ મોદીને 'સ્વચ્છ ભારત' માટે મળ્યું વૈશ્વિક સન્માન, ભારતીયોને કર્યું સમર્પિત

ઉલ્લેખનીય છે કે ચોકસી અને તેના ભત્રિજા નિરવ મોદી દેશ છોડી ભાગી ગયા હતા. બંને 13,500 કરોડ રૂપિયાના પીએનબી કૌભાંડ મામલે મુખ્ય આરપી છે. ચોકસીને એન્ટિગુઆ અને બારબૂડાએ આ વર્ષના પ્રારંભમાં નાગરિકતા આપી હતી.

જુઓ Live TV:-

દુનિયાના અન્ય સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો...

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More