કાઠમંડુઃ થોડા દિવસ પહેલા સુધી લાગી રહ્યું હતું કે રાજનીતિમાં ઉભુ થયેલ તોફાન શાંત થઈ શકે છે. પરંતુ નેપાળ કોમ્યુનિસ્ટ પાર્ટી (NCP)ના કો-ચેયર અને પ્રધાનમંત્રી કેપી શર્મા ઓલીના મુખ્ય વિરોધી નેતા પુષ્પ કમલ દહલ પ્રચંડે સ્પષ્ટ કર્યુ કે, હજુ પાર્ટી તૂટવાની આશંકા સમાપ્ત થઈ નથી. તેમણે આરોપ લગાવ્યો કે ઓલીના કહેવા પર કેટલાક લોકોએ દેશના ચૂંટણી પંચની પાસે CPN-UMN નામની પાર્ટી રજીસ્ટર કરાવી છે.
સંકટનું કારણ છે ઓલીનું વર્તન
નેપાળ કોમ્યુનિસ્ટ પાર્ટીની સ્થાયી સમિતિની બેઠકમાં પ્રધાનમંત્રી ઓલીના જૂથ અને પૂર્વ પ્રધાનમંત્રી પ્રચંડના ગ્રુપ વચ્ચે મતભેદોને દૂર ન કરી શકાયા. આ બેઠકના કેટલાક દિવસ બાદ પ્રચંડે નિવેદન આપ્યું છે. myrepublicaના રિપોર્ટ પ્રમાણે પુષ્પ લાલ શ્રેષ્ઠ અને નર બહાદુર કર્મચાર્યએ સ્મૃતિ દિવસ પર કાઠમંડુમાં આયોજીત એક કાર્યક્રમ દરમિયાન ચેરમેન દહલને સંકત આપ્યા કે, NCPમાં સંકટનું કારણ પીએમ ઓલીનું વર્તન છે.
સંકટમાં છે પાર્ટીઃ દહલ
દહલે કહ્યુ, વાતચીત છતાં પાર્ટીના બીજા ચેરમેનના કહેવા પર ચૂંટણી પંચમાં CPN-UML નામની પાર્ટી રજીસ્ટર કરાવવામાં આવી, જેથી અમારી પાર્ટી સંકટમાં છે. EC માં CPN-UML નામની પાર્ટીના રજીસ્ટ્રેશન માટે 1 જુલાઈએ અરજી કરવામાં આવી હતી. આ પાર્ટી સંધ્યા તિવારીના નામે આપવામાં આવી હતી. પીએમ ઓલી પર પાર્ટી તોડવાનો આરોપ લગાવતા દહલે કહ્યુ કે, પીએમની ઓલાચના કરી કે તેમણે પોતાના પક્ષમાં છાત્રો અને પાર્ટીના કાર્યકર્તાઓ પાસે પ્રદર્શન કરાવ્યા. તેમણે કહ્યુ, અમે પાર્ટીની અંદર ચર્ચા કરી રહ્યાં છીએ પરંતુ દેશભરમાં પ્રદર્શન થઈ રહ્યાં છે.
દહલ અને ઓલીમાં સીક્રેટ ડીલ?
દહલ અને પાર્ટીના વરિષ્ઠ નેતા માધવ કુમાર નેપાળમાં ઓલીનું રાજીનામુ માગ્યા બાદથી દેશભરમાં પ્રદર્શન થઈ રહ્યાં છે જ્યારે વાતચીત બાદ પાર્ટીની અંદર મતભેદ વધતા નજર આવી રહ્યાં હતા. કહેવામાં આવી રહ્યું હતું કે, પ્રચંડ અને પીએમ ઓલી વચ્ચે એક સીક્રેટ ડીલ થઈ છે, જે હેઠળ આવનારા દિવસોમાં નેપાળી કેબિનેટમાં ફેરફાર કરવામાં આવશે. આ દરમિયાન પ્રચંડ ગ્રુપના ઘણા નેતાઓને કેબિનેટમાં પદ મળવાની સંભાવના છે. 28 જુલાઈએ યોજાનારી પાર્ટીની સ્થાયી સમિતિની બેઠક બાદ ફેરબદલની સંભાવના છે.
જુઓ LIVE TV
કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે