Home> World
Advertisement
Prev
Next

ક્યારેક પૈસા કમાવવા માટે ટેક્સી ડ્રાઇવર બન્યા હતા પુતિન, રશિયાના રાષ્ટ્રપતિએ ખોલ્યા જિંદગીના રાઝ

રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને ખુલાસો કર્યો છે કે તે પૈસા કમાવવા માટે ટેક્સી ડ્રાઇવર બની ગયા હતા. તેમણે કહ્યું કે, સોવિયત સંઘના પતન બાદ તેમને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. 
 

ક્યારેક પૈસા કમાવવા માટે ટેક્સી ડ્રાઇવર બન્યા હતા પુતિન, રશિયાના રાષ્ટ્રપતિએ ખોલ્યા જિંદગીના રાઝ

માસ્કોઃ દુનિયાના સૌથી શક્તિશાળી નેતાઓમાં સામેલ રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન એક સમયે પૈસા કમાવા માટે ટેક્સી ડ્રાઇવર પણ બની ગયા હતા. દુનિયાથી પોતાનું અંગત જીવન છુપાવીને રાખનાર પુતિને એક ડોક્યૂમેન્ટ્રીમાં પોતાના જીવનના ઘણા રાઝ ખોલ્યા છે. તેમણે જણાવ્યું કે, સોવિયત સંઘના વિઘટન બાદ તેમની મુશ્કેલી વધી ગઈ હતી અને વધારે પૈસા કમાવવા માટે તેમણે ટેક્સી ડ્રાઇવરના રૂપમાં કામ કરવું પડ્યું હતું. 

fallbacks

હકીકતમાં સોવિયત સંઘના પતન બાદ 1990ના દાયકામાં દેશની અર્થવ્યવસ્થા તબાહી સુધી પહોંચી ગઈ હતી જેનાથી રશિયાના લોકોને જીવન પસાર કરવા માટે પૈસા કમાવવા નવા માર્ગ શોધવા પડ્યા હતા. વર્ષ 1991માં સોવિયત સંઘના પતન વિશે પુતિને કહ્યુ કે, આ ઐતિહાસિક રૂપથી પતન હતું. પુતિન પહેલાથી સોવિયત સંઘના પતનને રાષ્ટ્રીય આપદા માનતા રહ્યા છે. 

યૂક્રેન પર ઉશ્કેરવાની કાર્યવાહીનો આરોપ લગાવ્યો
વ્લાદિમીર પુતિનના આ નિવેદન બાદ એકવાર ફરીથી તે અટકળો થઈ રહી છે કે યૂક્રેનને લઈને તેમનો ઇરાદો શું છે. રશિયાએ યૂક્રેનની સરહદ પર 90 હજાર સૈનિક તૈનાત કર્યા છે. તેનાથી તે ડર બની રહ્યો છે કે રશિયા હુમલો કરવાની તૈયારી તો કરી રહ્યું નથી ને. પુતિન અને તેમના સહયોગી તેનો ખંડન કરતા રહ્યા છે અને ઉલટો યૂક્રેન પર ઉશ્કેરવાની કાર્યવાહીનો આરોપ લગાવી રહ્યાં છે. 

આ પણ વાંચોઃ આ ગ્લેશિયરમાં પડી ખતરનાક તિરાડો, શહેર જેટલો મોટો હિસ્સો તૂટીને પડી શકે છે, તબાહી મચાવશે!

રશિયાએ કહ્યું છે કે તે એવાં પગલાં ભરી રહ્યું છે જેનાથી નાટોનો વિસ્તાર પૂર્વ તરફ ન થઈ શકે. પુતિને ડોક્યૂમેન્ટ્રીમાં કહ્યું- સોવિયત યુનિયનનું પતન આખરે શું છે? આ એક ઐતિહાસિક રૂપથી વિઘટન છે જે સોવિયત સંઘના નામથી હતું. તેમણે કહ્યું- ઘણીવાર માટે વધારાના પૈસા કમાવવાના હતા. મારો મતલબ છે કે એક પ્રાઇવેટ ડ્રાઇવરના રૂપમાં કારની મદદથી વધારાની કમાણી કરવી. 

રશિયાના રાષ્ટ્રપતિ કેજીબીના એક એજન્ટના રૂપમાં કામ કરી તુકેલા પુતિને પ્રથમવાર ખુલાસો કર્યો છે કે તે ટેક્સી ડ્રાઇવરના રૂપમાં કીમ કરી ચુક્યા છે. તે સમયે રશિયામાં ટેક્સી ઓછી હતી અને પુતિને તેનો ફાયદો ઉઠાવ્યો હતો. રશિયાના રાષ્ટ્રપતિ પહેલા ગુપ્ત એજન્સી કેજીબીના એક એજન્ટના રૂપમાં કામ કરી ચુક્યા છે. તેના વિશે બધા જાણે છે પરંતુ અન્ય જાણકારીઓ હજુ ગોપનીય છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More