બ્રિઝટાઉનઃ એક સમય હતો જ્યારે બ્રિટનનો રાજપરિવાર દુનિયાના ઘણા દેશ પર શાસન કરતો હતો. ધીરે-ધીરે આ દેશ બ્રિટનના ગુલામીમાંથી બહાર આવતા ગયા. હવે આશરે 30 વર્ષ બાદ કોઈ દેશ બ્રિટનના રાજપરિવારનું શાસન સમાપ્ત કરીને રિપબ્લિક બનવાના માર્ગ પર છે. બાર્બાડોસે નિર્ણય કર્યો છે કે હવે બ્રિટનની મહારાણી એલિઝાબેથ II તેમના રાષ્ટ્રાધ્યક્ષ નહીં રહે. એલિઝાબેથ બ્રિટન સિવાય 15 અન્ય કોમનવેલ્થ દેશોના રાણી છે.
ઈતિહાસને પાછળ છોડવાનો સમય
આશરે 3 લાખની વસ્તી વાળા બાર્બાડોસને 1966મા આઝાદી મળી ગઈ હતી. ત્યારબાદ પણ તેનો બ્રિટિશ સિંહાસન સાથે ઔપચારિક સંબંધ યથાવત રહ્યો. દેશની ગવર્નર જનરલ સૈન્ડ્રા મેસનનું કહેવું છે કે હવે સમય આવી ગયો છે કે પોતાના વસાહતી ઇતિહાસને પાછળ છોડી દેવામાં આવે. મેસને કહ્યું કે, દેશની જનતા પોતાના રાષ્ટ્રાધ્યક્ષ ઈચ્છે છે. તેમણે કહ્યું, આ અમારા વિશ્વાસનો પૂરાવો છે કે અમે શું છીએ અને શું હાસિલ કરી શકીએ છીએ.
મોડી મળી આઝાદી?
નવેમ્બર 2021મા બાર્બાડોસ પોતાનો 55મો સ્વતંત્રતા દિવસ મનાવવા જઈ રહ્યું છે અને તેની પહેલા તે સંપૂર્ણ રીતે સંપ્રભુતાને સ્વીકાર કરી ગણતંત્ર બની જશે. તો આ વિશે ઘણા સમયથી સવાલ કરવામાં આવી રહ્યો છે કે આખરે દેશને ગણતંત્ર બનવામાં આટલો સમય કેમ લાગ્યો. તેના પર દેશના પ્રધાનમંત્રી મિયા મોટલીના પ્રેસ સચિવ રોય આર મોરિસે કહ્યુ કે, આમ કરવા પાછળ દેશને આપેલ વચન પૂરુ કરવા સિવાય કોઈ કારણ નહતું.
આ પહેલા છેલ્લીવાર 1992મા મોરીશસ આમ કરનાર પ્રથમ દેશ બન્યો હતો.
2018મા મોટલી ભારે મતો સાથે સત્તામાં આવ્યા હતા અને દેશના પ્રથમ મહિલા પ્રધાનમંત્રી બન્યા હતા. તો આજે પણ કેનેડા અને ઓસ્ટ્રેલિયા જેવા દેશોના રાષ્ટ્રાધ્યક્ષ મહારાણી એલિઝાબેથ જ છે.
કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે