Home> World
Advertisement
Prev
Next

આગામી વડાપ્રધાન બનવાના સવાલ પર લંડનમાં બોલ્યા રાહુલ ગાંધીઃ હું આવા સપના નથી જોતો

વડાપ્રધાન બનવાના સવાલ પર કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ પોતાના છેલ્લા નિવેદનથી અલગ જવાબ આપ્યો છે કે આ પ્રકાર (વડાપ્રધાન બનાવાના)ના સપનાને નથી જોતા અને તે એક વૈચારિક લડાઈ લડી રહ્યાં છે. 

 આગામી વડાપ્રધાન બનવાના સવાલ પર લંડનમાં  બોલ્યા રાહુલ ગાંધીઃ હું આવા સપના નથી જોતો

લંડનઃ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ લંડનમાં ભારતીય પત્રકારોને વાતચીતમાં પોતાને ભારતના આગામી વડાપ્રધાન તરીકે જોવાના સવાલ પર જવાબ આપ્યો છે કે હું આવા સપના જોતો નથી. હું ખુદને એક વૈચારિક લડાઈ લડનાર તરીકે જોવ છું. 

fallbacks

લંડનમાં ભારતીય પત્રકારોના એક સંઘ સાથે વાતચીતમાં રાહુલ ગાંધીએ કહ્યું કે, હું આ પ્રકારના સપના જોતો નથી. હું મને એક વૈચારિક લડાઈ લડનાર તરીકે જોઉ છું અને આ ફેરફાર મારી અંદર 2014 બાદ આવ્યો છે. મને અનુભવ થયો કે જે પ્રકારની ઘટનાઓ દેશમાં થઈ રહી છે તેનાથી ભારત અને ભારતીયતા ખતરામાં છે. મારે તેનાથી દેશની રક્ષા કરવી છે. 

મહત્વનું છે કે, આ વર્ષે મેમાં રાહુલ ગાંધીને જ્યારે પૂછવામાં આવ્યું હતું કે જો 2019ની લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસ સૌથી મોટા પક્ષ તરીકે બહાર આવે તો તે શું વડાપ્રધાન બનશે, તેમણે જવાબ આપ્યો હા કેમ નહીં. 

2019માં ગઠબંધનના નેતૃત્વને લઈને પૂછાયેલા સવાલો પર કોંગ્રેસ અધ્યક્ષે કહ્યું, નેતૃત્વ પર ચૂંટણી બાદ વાતચીત (વિપક્ષી પાર્ટીઓ વચ્ચે) થશે. જ્યારે અમે ભાજપ અને આરએસએસને પાછળ છોડીશું. રાહુલે આરએસએસ પર નિશાન સાધતા કહ્યું કે, વિપક્ષના તમામ નેતા તે વાતને લઈને એકમત છે કે આરએસએસ દેશના સંસ્થાગત માળખા માટે ખતરો છે. તે તબક્કાવાર રીતે સંસ્થાઓ પર હુમલો કરે છે અને ત્યાં પોતાના લોકોની નિમણૂક કરે છે. 

લંડનમાં ઈન્ડિયન ઓવરસીઝ કોંગ્રેસને સંબોધિત કરતા રાહુલે કહ્યું કે વડાપ્રધાન તે કહીને એક ભારતીયનું અપમાન કરે છે કે છેલ્લા 70 વર્ષમાં કશું થયું નથી. તેમણે કહ્યું, ભારત વિશ્વને ભવિષ્ય દેખાડે છે. ભારતના લોકોએ તે સંભવ કર્યું અને તેમાં કોંગ્રેસે મદદ કરી છે. ઉલ્લેખનીય છે કે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી આ દિવસોમાં જર્મની અને ઈંગ્લેન્ડના પ્રવાસે છે. આજે લંડમાં તેમનો અંતિમ દિવસ છે. ત્યારબાદ સ્વદેશ પરત ફરશે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More