વોશિંગ્ટન: કંઇક અલગ કરવાની ઘેલછામાં લોકો શું શું કરી નાખે છે. સામાન્ય લોકો ખાસ બનવા અથવા પોતાને જાણિતા બનાવવા માટે ન જાણે ક્યાં સુધી જીવ જોખમમાં મુકી દે છે. દેશમાં ઘણા ઉભરતા ચહેરાના જીવ તો TikTok Star સ્ટાર બનવાના ચક્કરમાં જતો રહ્યો. જ્યારે તેનાથી વિરૂદ્ધ જો કોઇ સેલિબ્રિટી આમ કરે તો શું કહેવું. એક જાણિતા રૈપર ડૈન સુર (Rapper Dan Sur) એ કુદરતે આપેલી ભેટ સાથે છેડછાડ કરતાં જે કર્યું તેની ચર્ચા આખી દુનિયામાં થઇ રહી છે.
સર્જરીથી કરાવ્યું ગજબ કામ
અમેરિકા (US) રૈપર ડૈન સુરની કેટલીક તસવીરો વાયરલ થઇ રહી છે. આ સેલિબ્રિટી સિંગરે એવું હેર ટ્રાંસપ્લાંટ કરાવ્યું છે, જેની તસવીર ઇન્ટરનેટ પર ઝડપથી વાયરલ થઇ રહી છે. જોકે ડૈને પોતાના કાળા વાળની જગ્યાએ માથા પર સોનાની મોટી-મોટી ચેન લગાવી છે. રૈપરે પોતાના ગોલ્ડન વાળોનો ફોટોઝ ઇંસ્ટાગ્રામ પર શેર કર્યો. તેને જોયા બાદ લોકો હૈરાન છે. ડૈનનો દાવો છે કે આ રીતે હેર ટ્રાંસપ્લાંટને કરાવનાર પ્રથમ વ્યક્તિ છે. કુદરત સાથે છેડતી કરતાં રૈપરે પોતાના વાળને ટ્રીમ કરાવ્યા પછી જે નવો લુક મળ્યો તેને તમે પણ જોઇ શકો છો.
PPF Account: તમારા બેંક ખાતમાં આવી જશે 15 લાખ રૂપિયા, બસ કરી લો આ નાનકડું કામ
અલગ દેખાવનો મળ્યો ફાયદો
mirror.co.uk માં પ્રકાશિત રિપોર્ટ્સના અનુસાર, ડૈનએ સર્જરી દ્વારા પોતાના વાળ દૂર કર્યા. ત્યારબાદ તેના માથાથી હુક લગાવીને તેને સોનાની ચેન લગાવી છે. ડૈનના માથા પર લટકતી આ ગોલ્ડ ચેનને જોઇ દરેક હૈરાન છે. ડૈનને ખૂબ મોટી-મોટી ચેન લગાવી છે. સિંગરએ ફેન્સને જણાવ્યું કે સચ્ચાઇ એ છે કે લાંબા સમયથી એવી કોઇ વસ્તુઓ કરવાની પ્લાનિંગમાં હતા જેથી તે બીજાથી અલગ જોવા મળે.
ડૈનના અનુસાર દુનિયામાં આવા વિચિત્ર હેર સ્ટ્રાંસપ્લાંટ એટલે મેકઓવર કરનાર પ્રથમ વ્યક્તિ છે. જોકે આ સર્જરી એક પછી ઇંસ્ટાગ્રામ (Instagram) પર તેના ફોલોવર્સ વધી ગયા છે. તો બીજી તરફ ટિકટોક (TikTok) પર જ્યાં પહેલાં 12 હજાર ફોલોવર્સથી હવે તેમના બે લાખ ફોલોવર્સ થઇ ગયા છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે