Home> World
Advertisement
Prev
Next

બાંગ્લાદેશઃ ભગવાન જગન્નાથની રથ યાત્રા કાઢી રહેલા શ્રદ્ધાળુઓ પર હુમલો, 6 લોકો ઈજાગ્રસ્ત

બાંગ્લાદેશમાં અલ્પસંખ્યલ હિન્દુઓ દ્વારા આયોજીત એક ધાર્મિક યાત્રા પર કેટલાક લોકોએ હુમલો કર્યો જેમાં છ શ્રદ્ધાળુઓને ઈજા પહોંચી છે.

 બાંગ્લાદેશઃ ભગવાન જગન્નાથની રથ યાત્રા કાઢી રહેલા શ્રદ્ધાળુઓ પર હુમલો, 6 લોકો ઈજાગ્રસ્ત

ઢાકાઃ બાંગ્લાદેશમાં અલ્પસંખ્યક હિન્દુઓ દ્વારા આયોજીત એક ધાર્મિક જૂલુસ પર કેટલાક લોકોએ હુમલો કર્યો જેમાં છ શ્રદ્ધાળુઓને ઈજા પહોંચી. બીડીન્યૂઝ 24ના સમાચાર અનુસાર ગોપાલગંજ જિલ્લાના કોટાલિપાડા ઉપજિલ્લામાં કાલે કાઢવામાં આવેલી ભગવાન જગન્નાથની ઉંધી રથાયાત્રા પર કેટલાક હુમલાખોરોએ હુમલો કર્યો. વિગત અનુસાર રથયાત્રા હિન્દુ સમુદાયના લોકોનો એક મુખ્ય ઉત્સવ છે જેના પર સ્થાનિક લોકોએ હુમલો કર્યો. રિપોર્ટમાં જણાવવામાં આવ્યું કે, ઢાકેશ્વરી નેશનલ ટેમ્પલથી સ્વામીબાગ માટે ઇસ્કોન રથાયત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં રથ ખેંચી રહેલા શ્રદ્ધાળુ ભગવાન કૃષ્ણ અને રાધાની સમાન વસ્ત્રો પહેર્યા હતા. 

fallbacks

આરોપીએ લાડકી લઈને તારાશી ગામમાં ઉત્સવ સ્થળ પર ઘુસી ગયા અને છ શ્રદ્ધાળુઓ ઈજાગ્રસ્ત થઈ ગયા. આ લોકોએ આયોજન સ્થળ પર તોડફોડ અને શ્રદ્ધાળુઓમાં એક પાસેથી સોનાના આભુષણો લૂટી લીધા. હુમલા માટે ઉત્સવ સમિતિએ 10 થી 15 લોકોને આરોપી ઠેરવતા કેસ દાખલ કરાવ્યો છે. 

કોટાલિપાડાના પોલીસ સ્ટેશનના પ્રભારી મોહમ્મદ કમરૂલ ફારૂકે જણાવ્યું કે, બે આરોપીઓની ધરપકડ કરી લીધી છે અને અન્ય આરોપીઓને ઝડપવાનો પ્રયાસ ચાલુ છે. ક્ષેત્રના હિન્દુ વ્યાપારીઓએ હુમલાના વિરોધમાં પોતાનું કામકાજ બંધ રાખ્યું. કાર્યક્રમ આયોજન સમિતિના મહાસચિવ જયદેવ સાહાએ જણાવ્યું કે, આયોજન સ્થળથી થોડા અંતરે એક મસ્જિદ છે તેથી તેમણે ઈશાની નજામ (રાતની નમાજ) દરમિયાન પોતાના લાઉડસ્પીકર બંધ રાખ્યા હતા.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More