Home> World
Advertisement
Prev
Next

તુર્કી પાસેથી મળેલા આ ટચૂકડા ઘાતક હથિયારથી રશિયાના નાકમાં દમ લાવી રહ્યું છે યુક્રેન, ખાસ જાણો

યુક્રેન તરફથી દાવો કરાઈ રહ્યો છે કે બેયરેકતારની મદદથી તેણે રશિયાની એક તેલની આખી ટ્રેન ઉડાવી દીધી. 

તુર્કી પાસેથી મળેલા આ ટચૂકડા ઘાતક હથિયારથી રશિયાના નાકમાં દમ લાવી રહ્યું છે યુક્રેન, ખાસ જાણો

નવી દિલ્હી: યુક્રેન વિરુદ્ધ ચાલી રહેલા યુદ્ધમાં રશિયા હવે મોટા હથિયારોનો ઉપયોગ કરવા લાગ્યું છે. યુક્રેનના મોટા શહેરો પર મિસાઈલથી હુમલા થઈ રહ્યા છે. આ હુમલાનો યુક્રેન પણ જડબાતોડ જવાબ આપી રહ્યું છે. રશિયા વિરુદ્ધ જંગમાં યુક્રેન તુર્કીના ખતરનાક ફાઈટર ડ્રોન બેયરેકતાર ટીબી-2નો પણ ઉપયોગ કરી રહ્યું છે. આ હથિયારની મદદથી યુક્રેને રશિયાની તેલ ભરેલી આખી ટ્રેન ઉડાવી દીધી. આ એ જ ટ્રેન હતી જે રશિયાની સેનાને ઈંધણ સપ્લાય કરવા જઈ રહી હતી. આ ઉપરાંત યુક્રેનના મીડિયાએ એવો પણ દાવો કર્યો છે કે તેણે રશિયાની આર્મીના એક સમગ્ર  કોલમને પણ તબાહ કરી નાખી છે. 

fallbacks

તુર્કી તરફથી મળ્યા છે બેયરેકતાર (Bayraktar TB2) ડ્રોન
બેયરેકતાર (Bayraktar TB2) નામના આ ડ્રોન સૌથી ઘાતક હથિયારોમાંથી એક ગણાય છે. દુશ્મન દેશની સેના જ્યારે આ ડ્રોનને આકાશમાં ઉડતા જુએ છે ત્યારે ખળભળાટ મચી જાય છે. ગત વર્ષે અર્મેનિયા-અઝરબૈજાન વચ્ચે નાગાર્નો-કારાબાખ યુદ્ધ દરમિયાન તુર્કીમાં બનેલા આ ફાઈટર ડ્રોને અર્મેનિયાની સેનાને પત્તાની જેમ વેરવિખેર કરી નાખી હતી. રિપોર્ટનું માનીએ તો યુક્રેનની સેના પણ હવે તેનો ઉપયોગ કરી રહી છે. યુક્રેનની સેનાએ સાર્વજનિક રીતે તેના ઉપયોગના ફૂટેજ પણ બહાર પાડ્યા છે. 

Russia-Ukraine War: પુતિને ન્યૂક્લિયર ડિટેરેન્સ ફોર્સને કેમ અલર્ટ કરી? આ છે તેની પાછળનું કારણ

રશિયાની ટ્રેનને ઉડાવી
યુક્રેન તરફથી દાવો કરાઈ રહ્યો છે કે બેયરેકતારની મદદથી તેણે રશિયાની એક તેલની આખી ટ્રેન ઉડાવી દીધી. ખારકિવ પાસે પણ આ ડ્રોને રશિયાની સેનામાં ભીષણ તબાહી મચાવી છે. રશિયાની સેનાની એક આખી કોલમને તેણે નષ્ટ કરી છે. બીજી બાજુ રશિયાની સમાચાર એજન્સીઓએ સેનાના હવાલે અનેક ટીબી-2 ડ્રોન તોડી પાડવાનો દાવો કર્યો છે. યુક્રેને વર્ષ 2019માં તુર્કી પાસેથી આ ડ્રોન ખરીદવાના શરૂ કર્યા હતા. 

યુક્રેન-રશિયાના યુદ્ધની સાથે જ બાબા વેંગાની ભવિષ્યવાણી ચર્ચામાં, જાણો શું કહ્યું હતું પુતિન વિશે?

શું છે બેયરેકતારની ખાસિયત
બેયરેકતારને તુર્કીની ડિફેન્સ કંપની બેયકારે તૈયાર કર્યા છે. આ માનવરહિત ડ્રોન ટીબી-2 138 માઈલ પ્રતિ કલાક (22 કિમી પ્રતિ કલાક) ની ઝડપથી ઉડી શકે છે. તે પોતાની સાથે ચાર સ્માર્ટ મિસાઈલ કે 330 પાઉન્ડ વિસ્ફોટક લઈ જઈ શકે છે. આ ડ્રોન 18 હજાર ફૂટની ઊંચાઈ પર ઉડી શકે છે. યુક્રેન પાસે કેટલા  બેયરેકતાર ડ્રોન છે તે તો હજુ સ્પષ્ટ નથી. પરંતુ જુલાઈ 2019માં યુક્રેને 6 ડ્રોન ખરીદીનો સોદો કર્યો હતો. ત્યારબાદ 24 વધુ ડ્રોન ખરીદવાનો સોદો થયો હતો. 

વિશ્વના વધુ સમાચાર વાંચવા માટે કરો ક્લિક...

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More