Home> World
Advertisement
Prev
Next

Janmashtami: બ્રિટિશ PM પદની રેસમાં સામેલ ઋષિ સુનકે પત્ની અક્ષતા સાથે ઉજવી જન્માષ્ટમી

ઋષિ સુનકના પત્ની અક્ષતા મૂર્તિ ભારતીય બિઝનેસમેન નારાયણ મૂર્તિના પુત્રી છે. બંનેની મુલાકાત કોલેજ દિવસોમાં થઈ હતી ત્યારે સુનક સ્ટેનફોર્ડ યુનિવર્સિટીમાંથી એમબીએ કરતા હતા. વર્ષ 2006માં બેંગ્લુરુમાં બે દિવસના સમારોહમાં લગ્ન થયા હતા. સુનકનો જન્મ બ્રિટનના સાઉથ હેમ્પટનમાં થયો હતો અને તેમના માતા પિતા ભારતીય હતા. બોરિસ જ્હોન્સન કેબિનેટમાં તેઓ નાણામંત્રી હતા. હાલ બ્રિટનના આગામી પ્રધાનમંત્રી બનવાની રેસમાં લિઝ ટ્રસને તેઓ કાંટાની ટક્કર આપી રહ્યા છે. 

Janmashtami: બ્રિટિશ PM પદની રેસમાં સામેલ ઋષિ સુનકે પત્ની અક્ષતા સાથે ઉજવી જન્માષ્ટમી

ભારતીય મૂળના બ્રિટનના પ્રધાનમંત્રી પદના ઉમેદવાર ઋષિ સુનકે પત્ની અક્ષતા મૂર્તિ સાથે જન્માષ્ટમી સમારોહમાં ભાગ લેવા માટે ઈન્ટરનેશનલ સોસાયટી ફોર કોન્શિયસનેસ (ઈસ્કોન)ના યુકે મુખ્યાલય ભક્તિવેદાંત મનોર મંદિરની મુલાકાત લીધી. આ દરમિયાન તેમણે જન્માષ્ટમી ઉજવી અને ભગવાન કૃષ્ણના આશીર્વાદ લીધા. 

fallbacks

જન્માષ્ટમી અંગે કરી ટ્વીટ
ઋષિ સુનકે ટ્વીટ કરીને લખ્યું કે "આજે હું મારી પત્ની અક્ષતા સાથે ભક્તિવેદાંત મનોર મંદિરમાં જન્માષ્ટમી ઉજવવા માટે ગયો હતો. આ એક લોકપ્રિય હિન્દુ તહેવાર છે જે ભગવાન કૃષ્ણના જન્મદિવસે ઉજવવામાં આવે છે." કૃષ્ણ જન્માષ્ટમી એક હિન્દુ તહેવાર છે જે દુનિયાભરમાં હિન્દુ શ્રદ્ધાળુઓ ભગવાન કૃષ્ણના જન્મદિવસ તરીકે ઉજવે છે. 

ઋષિ સુનકના પત્ની અક્ષતા મૂર્તિ ભારતીય બિઝનેસમેન નારાયણ મૂર્તિના પુત્રી છે. બંનેની મુલાકાત કોલેજ દિવસોમાં થઈ હતી ત્યારે સુનક સ્ટેનફોર્ડ યુનિવર્સિટીમાંથી એમબીએ કરતા હતા. વર્ષ 2006માં બેંગ્લુરુમાં બે દિવસના સમારોહમાં લગ્ન થયા હતા. સુનકનો જન્મ બ્રિટનના સાઉથ હેમ્પટનમાં થયો હતો અને તેમના માતા પિતા ભારતીય હતા. બોરિસ જ્હોન્સન કેબિનેટમાં તેઓ નાણામંત્રી હતા. હાલ બ્રિટનના આગામી પ્રધાનમંત્રી બનવાની રેસમાં લિઝ ટ્રસને તેઓ કાંટાની ટક્કર આપી રહ્યા છે. 

અત્રે જણાવવાનું કે હાલ સુનક પોતાના હરિફ ઉમેદવાર લિઝ ટ્રસથી પાછળ છે. એક સર્વેક્ષણ મુજબ ટ્રસ કે જેમણે કન્ઝર્વેટિવ  પાર્ટીના સભ્યોની ચૂંટણીમાં સતત ટોચનું સ્થાન મેળવ્યું છે તેમની પાસે 32 ટકા અંકની લીડ છે. જેમણે મતદાન કરવાનો નિર્ણય લીધો છે. રોયર્ટસ મુજબ ટ્રસ 66 ટકા અને સુનક પાસે 34 ટકાનું અંતર છે. ગવર્નિંગ કન્ઝર્વેટિવ પાર્ટી એક નવા પાર્ટી નેતાની પસંદગી માટે પોસ્ટલ બેલેટ દ્વારા મતદાન કરાવી રહી છે. અત્રે જણાવવાનું કે બોરિસ જ્હોન્સને કૌભાંડો બાદ પદ છોડવાની વાત કરી હતી. બ્રિટનમાં 5 સપ્ટેમ્બરે નવા પ્રધાનમંત્રી હશે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More