Home> World
Advertisement
Prev
Next

Romanesco Cauliflowe: આ ફ્લાવરમાં એવું તો શું છેકે, હજારો રૂપિયા આપીને પણ લોકો લેવા માટે કરે છે પડાપડી!

Romanesco Cauliflowe: આ ફ્લાવરમાં એવું તો શું છેકે, હજારો રૂપિયા આપીને પણ લોકો લેવા માટે કરે છે પડાપડી!

નવી દિલ્લીઃ દેશ-વિદેશના ખૂણામાં અનેક એવા ફૂલ, ફળ અને શાકભાજી છે  જેમાંથી ઘણાને આપણે જાણતા પણ નહીં હોઈએ તો પછી તેનો  ટેસ્ટ કરવાની કે સુગંધ લેવાની વાત જ દૂર રહી. આવા જ એક  ફ્લાવર વિસે આપણે વાત કરીશું જે ખાવુ તો ઠીક પણ જો ખરીદવું  હોય તો 100 વખત વિચાર કરવો પડે છે. ફ્લાવરના ફૂલ વિશે કોણ નથી જાણતું, ફ્લાવરથી અલગ અલગ  પ્રકારની વાનગીઓ પણ બને છે. અને તબીબો પણ ક્યારેક તેના  ખાસ ગુણોના કારણે ખાવાની સલાહ આપે છે. પણ તાજેતરમાં એક  એવુ ફ્લાવર દુનિયાની સામે આવ્યું છે જેનો આકાર પિરામીડ જેવો  છે. સામાન્ય ફ્લાવર ગોળ અને ફૂલ જેવું હોય છે તેથી તેને ફ્લાવર તરીકે ઓળખીએ છીએ પણ આ તો પિરામીડનો આકાર  હોય તો તેને 'પિરાફ્લાવર' કહેવું કે નહી તે સવાલ ચોક્કસથી ઉભો  થશે.

fallbacks

Hot Actress એ જાણીતા ઉદ્યોગપતિ પર લગાવ્યો Rape નો આરોપ, PM પાસે કરી ન્યાયની માગ!

fallbacks

રોમનેસ્કો કોલીફ્લાવરના નામે ઓળખાય છે:
સોશિયલ મીડિયામાં ચર્ચાનો વિષય બનેલા આ ફ્લાવરની કિંમત 2200 રૂપિયા પ્રતિકિલો છે. પિરામીડના આકારનું આ વિચિત્ર  ફ્લાવર રોમનેસ્કો ફ્લાવર (Romanesco Cauliflower) અને  રોમનેસ્કો બ્રોકલીના નામથી ઓળખાય છે. આ સિલેક્ટિવ બ્રીડિંગનું  શ્રેષ્ઠ ઉદાહરણ છે. તેનો ખાસ આકારના કારણે જ ફ્લાવર માર્કેટમાં  2200 રૂપિયા પ્રતિકિલોના ભાવે વેચાય છે.

કેમ હોય છે પિરામીડ જેવો આકાર?
તાજેતરમાં જ ફ્રેન્ચ નેશનલ સેન્ટર ફોર સાયન્ટિફિક રિસર્ચના  વૈજ્ઞાનિકોએ આ ફ્લાવરના આકાર પર રિસર્ચ કર્યું. જેમાં સામે  આવ્યું કે આ ફ્લાવરના વિચિત્ર દેખાવ પાછળ તેનું ફૂલ જવાબદાર  છે. ફ્લાવરમાં હાજર દાણાદાર ફૂલ હકીકતમાં મોટા ફૂલમાં  પરિવર્તિત થાય છે. અને તેનો ઉપરનો ભાગ કળી બનીને રહી  જાય છે. આવું એટલી બધી વખત થાય છે કે તેની એક કળીની  ઉપર બીજી કળી ચઢી જાય છે. અને એટલે જ તે પિરામીડ જેવુ  દેખાવા લાગે છે.

fallbacks

જમવામાં સંપૂર્ણ સુરક્ષિત:
વૈજ્ઞાનિકના મતે આ ફ્લાવરના પિરામીડ જેવા આકાર વિશે  સંશોધન કરવુ એટલા માટે જરૂરી હતું કે તેમાં જો કોઈ પણ  પ્રકારની બીમીરી હોય તો સુધારી શકાય. આવી આકૃતિના મૂળ  સુધી જવા માટે ફ્લાવરના અલગ અલગ ફૂલનું થ્રીડી મોડલ  તૈયાર કરવામાં આવ્યું અને તેને સારી રીતે જાણવાનો પ્રયાસ  કરાયો હતો.

સામાન્ય ફ્લાવર કરતા વધુ સ્વાદિષ્ટ:
એક વૈજ્ઞાનિક એ પણ જણાવે છે કે રોમનેસ્કો ફ્લાવર ફૂલની જેમ  પોતાની અલગ ઓળખ બનાવવા માગે છે પણ તે ઓળખ બની  નથી શકી. સામાન્ય ફ્લાવર અને બ્રોકલીમાંતો આ ફૂલ અલગ  અલગ જોવા મળે છે. પણ રોમનેસ્કો ફ્લાવરમાં આ ફૂલ વધુ  નીકળે છે અને જ વધુ નીકળેલા ફૂલ અલગ દેખાય છે. નવાઈની  વાત તો એ છે કે આ રોમનેસ્કો ફ્લાવરનો સ્વાદ મગફળી જેવો  હોય છે અને તેનું કોઈ વ્યંજન બનાવવામાં આવે તો તે વધુ સ્વાદ  પકડે છે.

વિટામીન C અને ફાયબરથી ભરપૂર:
રોમનેસ્કો ફ્લાવર જ્યાં વેચાય છે ત્યાંના બજારમાં તેની ખૂબ જ  ડિમાન્ડ છે. અમેરિકાના અન્ય દેશોમાં તો લોકો 2100થી 2200  રૂપિયા પ્રતિકિલો સુધીના ભાવ આપીને ખરીદે છે કારણ તે  આરોગ્ય માટે આ ફ્લાવર સૌથી વધુ લાભદાયી માનવામાં આવે  છે. તેમાં ખૂબ જ મોટી માત્રામાં વિટામીન સી, વિટામીન કે,  ડાયટરી ફાઈબર્સ અને કૈરોટિનોયડ્સ હોય છે. જે તમામ વ્યક્તિના  સ્વાસ્થ્ય માટે ગુણકારી હોય છે. સૌથી મહત્વની વાત તો એ છે કે  આ ફ્લાવરની પ્રજાતિ કોબીજ, બ્રોકલી સાથે ઉગાડવામાં આવે છે.

OLYMPICS માં આ ભારતીય ખેલાડીઓ અન્ય દેશ માટે ઉતરશે મેદાને! જાણો એવું તો શું થયું

Sunny Deol ગદર માટે મળેલો અવોર્ડ કેમ બાથરૂમમાં જ મુકીને આવતા રહ્યાં? ત્યારે સની દેઓલને કોણે ભડકાવ્યા હતા?

TV ની સંસ્કારી વહુ કેમેરા સામે થઈ ગઈ સાવ ઉઘાડી! ટોપલેસ ફોટોશૂટ, ન્યૂડ આઈસ બાથ..અરેરે...

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More