Home> World
Advertisement
Prev
Next

આ ક્રૂર તાનાશાહ દિવસમાં વારંવાર દારૂથી ધોતો હતો પોતાના બંને હાથ, ડરથી લોકો ધ્રુજતા

Romanian Dictator Nicolas Chachescu: દુનિયામાં એકથી એક ચડિયાતા તાનાશાહ જોવા મળ્યા, જેમણે પોતાની સનક અને ક્રુરતાથી આખી દુનિયાને હચમચાવી દીધી. જેમાં હિટલર, ગદ્દાફી, સદ્દામ હુસૈન, અને હાલમાં ઉત્તર કોરિયાના શાસક કિમ જોંગ ઉનનું નામ ખાસ્સું ચર્ચામાં છે.

આ ક્રૂર તાનાશાહ દિવસમાં વારંવાર દારૂથી ધોતો હતો પોતાના બંને હાથ, ડરથી લોકો ધ્રુજતા

Romanian Dictator Nicolas Chachescu: દુનિયામાં એકથી એક ચડિયાતા તાનાશાહ જોવા મળ્યા, જેમણે પોતાની સનક અને ક્રુરતાથી આખી દુનિયાને હચમચાવી દીધી. જેમાં હિટલર, ગદ્દાફી, સદ્દામ હુસૈન, અને હાલમાં ઉત્તર કોરિયાના શાસક કિમ જોંગ ઉનનું નામ ખાસ્સું ચર્ચામાં છે. આ તાનાશાહોએ મોટી સંખ્યામાં લોકોનો નરસંહાર કર્યો. જેના કાણે ત્યાંના લોકો ક્યારેય તેમાંથી ઉભરી શક્યા નહીં. આજે અમે આવા જ એક સનકી તાનાશાહ વિશે જણાવીશું જેમને દારૂની વિચિત્ર આદત હતી. અસલમાં તેઓ દારૂ પીને મદહોશ નહતા રહેતા પરંતુ આખો દિવસ બસ દારૂથી હાથ ધોયા કરતા હતા. 

fallbacks

60ના દાયકામાં રોમાનિયા પર શાસન
આ વિચિત્ર આદતવાળા તાનાશાહનું નામ નિકોલસ ચાચેસ્કૂ (Nicolas Chachescu) હતું. જેમણે 60 ના દાયકામાં રોમાનિયા પર રાજ કર્યું. તેમની વિચિત્ર સનકી ફરમાનોએ ત્યાંની જનતાનું જીવન દોઝખ બનાવ્યું હતું. તેમની અનેક એવી આદતો હતી જેના પર લોકો હસતા હતા અને ગુસ્સે પણ થતા હતા. તેમનું કદ તો ખુબ નાનું હતું પરંતુ તેઓ લોકોની નજરમાં લાંબા  કદવાળા સુપરહીરો બનીને રહેવા માંગતા હતા. આથી તેમણે ફોટોગ્રાફરો માટે પણ વિચિત્ર આદેશ જારી કર્યો હતો. 

વિચિત્ર ફરમાન
તેમણે ઓર્ડર આપ્યો હતો તેઓ જમીન પર ઘૂંટણિયે બેસીને એવા એંગલથી ફોટો ખેંચે કે તેઓ લાંબા જોવા મળે. તેમની આ સનક અહીં જ ખતમ ન થઈ. જ્યારે તેઓ વૃદ્ધ થયા તો ત્યારે પણ તેઓ છેલ છબીલા યુવાનની જેમ રહેવા માંગતા હતા. આથી તેમણે પોતાના દેશના મીડિયાને આદેશ આપ્યો હતો કે તેમના વાસ્તવિક ફોટાની જગ્યાએ અખબારોમાં જવાનીવાળો ફોટો છાપવામાં આવે. 

રસ્તાઓ પર અખબાર લઈને બેસતા હતા એજન્ટ
બીબીસીના રિપોર્ટ મુજબ નિકોલસ ચાચેસ્કૂને એ વાતનો શક રહેતો હતો કે તેના દેશના લોકો તેના વિશે મજાક ઉડાવે છે. આથી તેમણે ફરમાન બહાર પાડ્યું હતું કે બધા લોકો પોતાના ઘરોની  બારીઓ ખુલ્લી રાખશે જેથી કરીને સરકારી અધિકારીઓ લોકોની ગતિવિધિઓ નજર રાખી શકે. તેમણે રસ્તા પર આવતા જતા લોકો પર નજર રાખવા માટે પોતાના એજન્ટ પણ તૈનાત કરોમર્યા હતા. તે એજન્ટ્સ અખબારોમાં કાણાં પાડીને ત્યાં બેસી રહેતા હતા અને તે કાણાં દ્વારા  લોકોની ગતિવિધિઓ પર નજર રાખતા હતા.

દારૂથી હાથ ધોતા
આ તાનાશાહને વારંવાર દારૂથી હાથ ધોવાની વિચિત્ર આદત હતી. તેઓ જ્યારે પણ કોઈ વ્યક્તને મળતા તો તરત જ પછી બાથરૂમમાં જઈને સાબુની જગ્યાએ દારૂથી હાથ ધોતા હતા. જો તેઓ દિવસમાં 30 લોકોને મળે તો તેટલીવાર દારૂથી હાથ સાફ કરતા હતા. આ જ કારણ હતું કે તેમના બાથરૂમમાં દારૂની બોટલોનો સ્ટોક રહેતો હતો. વારંવાર દારૂથી હાથ ધોવાના કારણે તેમના હાથમાંથી ભયંકર વાસ પણ આવતી હતી. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More