Home> World
Advertisement
Prev
Next

Russia-China: ભારતના પાક્કા મિત્ર રશિયાએ ચીન સાથે કરી નાખ્યો મોટો કાંડ? 3 અબજ ડોલરનું નુકસાન, જનતા ધૂંઆપૂંઆ

Russia built surprises in S-400 For China: સમગ્ર દુનિયા એ વાત સારી પેઠે જાણે છે કે ભારતના પાક્કા મિત્રોમાં રશિયાનું નામ સૌથી આગળ હોય છે. હવે આ જીગરી મિત્રએ એવું કામ કર્યું છે કે ભારતનો પાડોશી દેશ લાલચોળ થયો છે. જાણો શું છે મામલો. 

Russia-China: ભારતના પાક્કા મિત્ર રશિયાએ ચીન સાથે કરી નાખ્યો મોટો કાંડ? 3 અબજ ડોલરનું નુકસાન, જનતા ધૂંઆપૂંઆ

રશિઆએ પોતાની સૌથી એડવાન્સ એર ડિફેન્સ સિસ્ટમમાંથી એક ગણાતી S-400 ટ્રાયમ્ફ ચીનને વેચી હતી. પરંતુ તેમાં રશિયાએ એક એવી ચાલાકી કરી નાખી કે ત્યારબાદ ચીનમાં ખળભળાટ મચી ગયો. લોકોને સમજમાં નથી આવી રહ્યું કે આખરે રશિયા આવું કેવી રીતે કરી શકે. પરંતુ રશિયાએ આ કાંડ ચીન સાથે કરી દીધો. આવું અમે નથી કહેતા પરંતુ મીડિયા રિપોર્ટ મુજબ ચીની ઈન્ટરનેટ સેવા સોહૂના વિશ્લેષકોનું માનવું છે. તેમનું કહેવું છે કે રશિયાએ ચીનને S-400નું એક સિમ્પલ વર્ઝન આપ્યું છે. જેમાં અનેક એડવાન્સ્ડ ફીચર્સ જાણી જોઈને બંધ કરી દેવાયા છે. સરળ ભાષામાં કહીએ તો આ સિસ્ટમ એટલી પ્રભાવી નથી જે રશિયા પોતે ઉપયોગ કરે છે. 

fallbacks

લગભગ 3 અબજ ડોલરની થઈ હતી ડીલ
ત્યારબાદ ચીન પણ ચોંક્યુ છે. રશિયાએ 2014મં ચારથી 6 S-400 રેજિમેન્ટ  ખરીદવાની ડીલ કરી હતી. જેની કિંમત લગભગ 3 અબજ ડોલર હતી. તે સમયે રશિયા-ચીન સૈન્ય મિત્રતાનું મોટું પ્રતિક ગણાયું હતું. ત્યારબાદ ચીનને લાગતું હતું કે S-400 તેમની હવાઈ સુરક્ષામાં મજબૂતી આપશે અને તેમને દુનિયામાં શક્તિશાળી બનાવશે પરંતુ બધા પર પાણી ફરી વળ્યું. ચીની વિશ્લેષકોએ જોયું કે આ સિસ્ટમ ન તો વધુ ચર્ચામાં છે કે ન તો તેને ખુલીને તૈનાત કરવામાં આવી રહી છે. ચીની પત્રકારોનું કહેવું છે કે રશિયાએ પોતાની ટેક્નોલોજીની ગોપનીયતા બચાવવા માટે આમ કર્યું. આ સિસ્ટમ હાલ ચીનના દક્ષિણી ભાગમાં તૈનાત છે. પરંતુ તેની પૂરેપૂરી ક્ષમતાનો ઉપયોગ થઈ શકતો નથી. 

રશિયાએ ચીનને કેમ દગો કર્યો?
ત્યારબાદ લોકોનું માનવું છે કે રશિયાએ પોતાના હિતોની રક્ષા કરવા માટે આ પગલું ભર્યું છે. એક રશિયન રક્ષા સૂત્રએ જણાવ્યું કે નિકાસ માટે બનાવવામાં આવેલા હથિયારો (જેમાં ‘E’ ઈન્ડેક્સ હોય છે)માં હંમેશા કેટલીક મર્યાદાઓ રાખવામાં આવે છે. તેનો હેતુ એ છે કે રશિયાની ટેક્નોલોજીની નકલ ન થઈ શકે અને વિદેશી સેનાઓ રશિયાની સૈન્ય તાકાતનો મુકાબલો ન કરી શકે. રશિયાએ એ પણ સુનિશ્ચિત કર્યું કે જો ભવિષ્યમાં ચીન સાથે ઘર્ષણ થાય તો આ સિસ્ટમ  રશિયા વિરુદ્ધ વધુ નુકસાન ન પહોંચાડી શકે. 

ભારતને આપી છે S-400 ટ્રાયમ્ફ, તેમાં શું છે?
જ્યારે બીજી બાજુ રશિયાએ પોતાના મિત્ર ભારતને જે S-400 સિસ્ટમ આપી છે તેમાં ‘I’ ઈન્ડેક્સ છે. જે ચીનના ‘K’ ઈન્ડેક્સથી અલગ છે. રશિયાના સૂત્રોના જણાવ્યાં મુજબ ભારત જેવા ભરોસાપાત્ર ભાગીદારો એટલે કે મિત્ર દેશોને વધુ એડવાન્સ્ડ ફીચર્સવાળી S-400 ટ્રાયમ્ફ મળી છે. ભારતે 2018માં 5.43 અબજ ડોલરમાં પાંચ S-400 રિજેમેન્ટ ખરીદી હતી અને તેની આપૂર્તિ 2023 સુધીમાં પૂરી થઈ ચૂકી છે. 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More