ચેન્નાઈઃ રશિયાના સરકારી પર્માણુ ઊર્જા નિગમ (રોસેટમ)એ સોમવારે જણાવ્યું કે, તેમનું પાણીમાં તરતું પરમાણુ વીજમથક વ્યવસાયિક સંચાલન માટે તૈયાર છે. એક નિવેદનમાં રોસેટમે જણાવ્યું કે, તરતા વીજ મથકના બે રિએક્ટરોને 31 માર્ચ સુધી તેમની 100 ટકા કાર્યક્ષમતા માટે સફળતાપૂર્વક તૈયાર કરી લેવાયા હતા. તેમના મુખ્ય અને અન્ય સહાયક ઉપકરણોના સંચાલન માટે તમામ તૈયારીઓ પૂરી થઈ ચૂકી છે.
રોસેટમના ઊર્જા વિભાગ રોસેનેર ગોએટમના મહાનિદેશક આન્દ્રેઈ પેટ્રોવે જણાવ્યું કે, આ પરીક્ષણોના આધારે પરિણામ, ઈપીયુ માટે સ્વીકૃત પ્રમાણપત્ર અધિકારીઓ દ્વારા આપવામાં આવશે. તેના સંચાલન માટે લાયસન્સની તપાસ જુલાઈમાં કરવામાં આવશે.
ભારતના વધુ સમાચાર જાણવા અહીં કરો ક્લિક...
તેમણે જણાવ્યું કે, "ફ્લોટિંગ ન્યુક્લિયર પાવર પ્લાન્ટ માટે કિનારા અને હાઈડ્રોલિક માળખું. સાથે જ સ્થાનિક ગ્રીડમાં વીજળીના ટ્રાન્સમિશનને સુનિશ્ચિત કરતું માળખું પણ આ વર્ષના અંત સુધીમાં બનીને તૈયાર થઈ જશે. શહેરોના નેટવર્ક માટે હીટિંગ પેવેકનું કામ પણ આ વર્ષના અંત સુધી પુરું થઈ જશે."
વિશ્વના આ સૌ પ્રથમ તરતા પાવર પ્લાન્ટને રશિયા ડિસેમ્બર, 2019 સુધી પાવર ગ્રીડ સાથે જોડી દેવા માગે છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે