Home> World
Advertisement
Prev
Next

Wagner ના બળવા બાદ ક્યાં છે પુતિન, રશિયામાં આટલો સન્નાટો કેમ છવાઈ ગયો છે?

Vladimir Putin: રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમિર પુતિનના શાસન માટે સૌથી મોટું જોખમ બનેલી ખાનગી સેના વેગનરના વિદ્રોહના નાટકીય અંત બાદ રશિયામાં જાણે શાંતિ છવાઈ ગઈ છે. જે વ્યક્તિએ વિદ્રોહનું નેતૃત્વ કર્યું તે શાંત થઈ ગયા છે.

Wagner ના બળવા બાદ ક્યાં છે પુતિન, રશિયામાં આટલો સન્નાટો કેમ છવાઈ ગયો છે?

Vladimir Putin: રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમિર પુતિનના શાસન માટે સૌથી મોટું જોખમ બનેલી ખાનગી સેના વેગનરના વિદ્રોહના નાટકીય અંત બાદ રશિયામાં જાણે શાંતિ છવાઈ ગઈ છે. જે વ્યક્તિએ વિદ્રોહનું નેતૃત્વ કર્યું તે શાંત થઈ ગયા છે. બળવો કરનારાને આકરી સજાની ધમકી આપ્યા બાદથી રાષ્ટ્રપતિ પુતિન જાહેરમાં ક્યાંય દેખાયા નથી. 

fallbacks

રશિયામાં શું થયું
ચોંકાવનારા 24 કલાકમાં રશિયા ભાડાના સૈનિકો યેવગેની પ્રિગોઝીનના યોદ્ધાઓ મોસ્કો તરફ આગળ વધતા જોવા મળ્યા હતા. પરંતુ બાદમાં તેમણે અચાનક યુટર્ન લીધો અને રશિયા સાથે સમાધાન બાદ પાછા ફરી ગયા. આટલી ઝડપથી બદલાતા ઘટનાક્રમે અમેરિકા અને યુરોપને તે વિદ્રોહના રાજનૈતિક નિહિતાર્થો પર ચોંકાવી દીધા, જેણે રશિયાના નેતા તરીકે વ્લાદિમિર પુતિનની અજેય છબીને નષ્ટ કરી દીધી. 

આ સંકટ યુક્રેન સાથે ચાલી રહેલા સંઘર્ષ વચ્ચે આવ્યું. જે દ્વિતિય વિશ્વ યુદ્ધ બાદ યુરોપમાં સૌથી મોટું સંઘર્ષ છે. કારણ કે યુક્રેની કાર્યવાહીમાં રશિયાની સેનાને પોતાના ક્ષેત્રમાં બહાર કરવામાં લાગી છે. તે જ રશિયન સેનાને કડક ટક્કર આપી રહી છે અને હાર માનવા તૈયાર નથી. 

અમેરિકી વિદેશમંત્રી એન્ટોની બ્લિંકને  કહ્યું કે વેગનર સમૂહનો વિદ્રોહ રાષ્ટ્રપતિ પુતિન માટે એક સીધો પડકાર છે. આપણે અંદાજો ન  લગાવી શકીએ કે ઠીક ઠીક ન જાણી શકીએ કે તે ક્યાં જવાનો છે. આપણે જાણીએ છીએ કે પુતિનને આવનારા અઠવાડિયાઓ અને મહિનામાં જવાબ આપવા માટે હજુ ઘણું બધુ છે. 

એક રિપોર્ટ મુજબ અમેરિકાને અનેક દિવસો પહેલા જાણકારી મળી હતી કે પ્રિગોઝીન રશિયન રક્ષા અધિકારીઓ વિરુદ્ધ સશસ્ત્ર કાર્યવાહી કરવાનું ષડયંત્ર રચી રહ્યા હતા. ચીની વિદેશ મંત્રાલય મુજબ ચીન જેમે રાષ્ટ્રપતિ પુતિન સાથે સંબંધોને વધાર્યા છે અને યુદ્ધ પર અમેરિકી નેતૃત્વવાળા પ્રતિબંધોમાં સામેલ થવાનો ઈન્કાર કરી દીધો છે, વિદેશમંત્રી કિન ગેંગે રવિવારે  બેઈજિંગમાં રશિયાના ઉપવિદેશ મંત્રી આંદ્રે રુડેન્કો સાથે મુલાકાત કરી અને સામાન્ય હિતના આંતરરાષ્ટ્રીય અને ક્ષેત્રીય મુદ્દાઓ પર ચર્ચા કરી. રશિયાના વિદેશ મંત્રાલયે એક વેબસાઈટના નિવેદનમાં કહ્યું કે ચીને દેશમાં સ્થિતિને સ્થિર કરવાના રશિયાના નેતૃત્વના પ્રયત્નો માટે સમર્થન કર્યું. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More