Home> World
Advertisement
Prev
Next

Wagner Chief Death: બળવો કરનાર યેવગેની પ્રિગોઝિનના મોત પર પુતિનનું પ્રથમ નિવેદન, કહ્યું કે...

Yevgeny Prigozhin Death: વેગનર સેનાના ચીફ યેવગેની પ્રિગોઝિનનું બુધવારે મોસ્કોમાં પ્રાઇવેટ જેટ ક્રેશમાં મોત થઈ ગયું હતું. આ દુર્ઘટનામાં કુલ 10 લોકોના મોત થયા હતા. 

Wagner Chief Death: બળવો કરનાર યેવગેની પ્રિગોઝિનના મોત પર પુતિનનું પ્રથમ નિવેદન, કહ્યું કે...

નવી દિલ્હીઃ Vladimir Putin On Yevgeny Prigozhin Death: રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને વિમાન દુર્ઘટનામાં વેગનર (Wagner)સેનાના ચીફ યેવગેની પ્રિગોઝિનના મોત પર દુખ વ્યક્ત કર્યું છે. રાષ્ટ્રપતિ પુતિને (Vladimir Putin)ગુરૂવારે (24 ઓગસ્ટ) કહ્યુ કે સૌથી પહેલા હું દરેક પીડિત પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરવા ઈચ્છુ છું. 

fallbacks

તેમણે પ્રિગોઝિનને એક પ્રતિભાશાળી વ્યક્તિ ગણાવ્યા જેણે ગંભીર ભૂલ કરી, પરંતુ પરિણામ પણ હાસિલ કર્યા. મોસ્કોમાં બુધવારે એક વિમાન દુર્ઘટનામાં 10 લોકોના મોત થયા હતા, જેમાં 62 વર્ષીય યેવગેની પ્રિગોઝિન પણ સામેલ છે. રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન 1990ના દાયકાથી યેવગેની પ્રિગોઝિનને જાણતા હતા. 

શું બોલ્યા રાષ્ટ્રપતિ પુતિન?
રશિયાના રાષ્ટ્રપતિએ કહ્યુ કે રશિયા તે વાત પર ધ્યાન આપશે કે તપાસકર્તા દુર્ઘટનાના સંબંધમાં શું કહે છે, પરંતુ ઘટના વિશે વધુ જાણકારી આપવામાં સમય લાગશે. વ્લાદિમીર પુતિનની ટિપ્પણી આ વિમાન દુર્ઘટનાના 24 કલાક બાદ આવી છે. 

આ પણ વાંચોઃ ભારત પર શું અસર કરશે જાપાન દ્વારા છોડવામાં આવેલું રેડિયોએક્ટિવ પાણી, જાણો દરેક વિગત

પ્રિગોઝિન પુતિનના વિશ્વાસું હતા
કેટલાક પશ્ચિમી નિષ્ણાંતો અને રશિયાના પૂર્વ પ્રધાનમંત્રીનું માનવું છે કે પુતિને પ્રિગોઝિનની હત્યાનો આદેશ આપ્યો હતો. પરંતુ તેની પુષ્ટિ કરી શકાય નહીં. પ્રિગોઝિન એક સમયે પુતિનના સૌથી વિશ્વાસુ લોકોમાં સામેલ હતા. 

રશિયામાં મોકલી હતી સેના
તમને જણાવી દઈએ કે યેવજેની પ્રિગોઝિન વેગનરની ખાનગી સેનાના ચીફ હતા. વેગનરના લડવૈયાઓ યુક્રેનમાં રશિયન પક્ષે લડ્યા હતા, પરંતુ રશિયન સરકારની યુદ્ધ લડવાની પદ્ધતિઓ અને વેગનરના લડવૈયાઓ માર્યા ગયા હોવાના અહેવાલો વચ્ચે પ્રિગોઝિને જૂનમાં રશિયનો સામે બળવો કર્યો હતો.

પ્રિગોઝિને ત્યારે પોતાના સૈનિકોને મોસ્કોમાં કૂચ કરવાનો આદેશ આપ્યો હતો. વેગનર સૈનિકે દક્ષિણી રશિયન શહેર રોસ્તોવ-ઓન-ડોનમાં કેટલાક જગ્યાએ કબજો કરી લીધો હતો. પરંતુ બાદમાં યેવગેની પ્રિગોઝિને પોતાનો આદેશ પરત લઈ લીધો હતો. ત્યારબાદ પુતિને પ્રિગોઝિનને બેલારૂસ જવાનું કહ્યું હતું. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More