Home> World
Advertisement
Prev
Next

Russia-India Relation: રશિયાએ નિભાવી મિત્રતા, ભારત માટે કર્યું એવું કામ...ચીન-પાકિસ્તાનના હોશ ઉડ્યા

 ભારતના મિત્ર રશિયાએ પાકિસ્તાન અને ચીનને એટલો મોટો ઝટકો આપ્યો છે કે તેઓ હંમેશા માટે યાદ રાખશે. રશિયાએ એક નક્શામાં સમગ્ર પીઓકેને ભારતનો હિસ્સો ગણાવ્યો છે. ફક્ત એટલું જ નહીં રશિયાએ તો અક્સાઈ ચીન કે જેના પર ચીને કબજો જમાવી રાખ્યો છે તેને પણ ભારતનો ભાગ ગણાવ્યો છે. અત્રે જણાવવાનું કે આ અગાઉ રશિયા હંમેશા પીઓકે પર નિવેદન આપતા બચતું જોવા મળતું હતું અને અનેકવાર જમ્મુ અને  કાશ્મીરને ભારતનો આંતરિક મુદ્દો ગણાવી ચૂક્યું છે. 

Russia-India Relation: રશિયાએ નિભાવી મિત્રતા, ભારત માટે કર્યું એવું કામ...ચીન-પાકિસ્તાનના હોશ ઉડ્યા

Russia reflects PoK and Aksai Chin as Part of India:  ભારતના મિત્ર રશિયાએ પાકિસ્તાન અને ચીનને એટલો મોટો ઝટકો આપ્યો છે કે તેઓ હંમેશા માટે યાદ રાખશે. રશિયાએ એક નક્શામાં સમગ્ર પીઓકેને ભારતનો હિસ્સો ગણાવ્યો છે. ફક્ત એટલું જ નહીં રશિયાએ તો અક્સાઈ ચીન કે જેના પર ચીને કબજો જમાવી રાખ્યો છે તેને પણ ભારતનો ભાગ ગણાવ્યો છે. અત્રે જણાવવાનું કે આ અગાઉ રશિયા હંમેશા પીઓકે પર નિવેદન આપતા બચતું જોવા મળતું હતું અને અનેકવાર જમ્મુ અને  કાશ્મીરને ભારતનો આંતરિક મુદ્દો ગણાવી ચૂક્યું છે. 

fallbacks

રશિયન સરકારે બહાર પાડ્યો નક્શો
રશિયાની સરકાર દ્વારા બહાર પાડવામાં આવેલા એસસીઓ સભ્ય દેશોના નકશામાં જમ્મુ અને કાશ્મીર, લદાખ, અરુણાચલ પ્રદેશને ભારતનો અભિન્ન ભાગ ગણાવવામાં આવ્યા છે. પાકિસ્તાન અને ચીન એસસીઓન સભ્ય દેશ હોવા છતાં રશિયાએ આ પગલું ભર્યું છે. જેનાથી પાકિસ્તાન અને ચીનના હોશ ઉડ્યા છે. 

રશિયાના આ પગલાંથી ભારતનો પક્ષ થશે મજબૂત
રશિયા દ્વારા બહાર પાડવામાં આવેલા આ નક્શાના કારણે આંતરરાષ્ટ્રીય સ્તર પર અને શાંઘાઈ સહયોગ સંગઠન (SCO) ના ભીતર જમ્મુ કાશ્મીરના મુદ્દે ભારતનો પક્ષ મજબૂત થશે. તેને લઈને ભારતના સરકારી સૂત્રોએ કહ્યું કે એસસીઓના સંસ્થાપક સભ્યોમાં હોવાના નાતે રશિયાએ નક્શાનો યોગ્ય રીતે ચિત્રણ કરીને રેકોર્ડ સ્થાપિત કર્યો છે. 

ચીને ભારતીય વિસ્તારને ગણાવ્યા હતા પોતાના
અત્રે જણાવવાનું કે હાલમાં જ ચીને પણ SCO માટે એક નક્શો બહાર પાડ્યો હતો અને ભારતના કેટલાક વિસ્તારોને પોતાના ગણાવ્યા હતા. ચીને નક્શા દ્વારા વિસ્તારવાદની નીતિ દેખાડી હતી. પરંતુ રશિયાના આ પગલાંથી ચીનને મોટો આંચકો લાગ્યો છે. 

આ વીડિયો પણ જુઓ...

આ રીતે રશિયાએ અમેરિકાને પણ ઝટકો આપ્યો છે કારણ કે અમેરિકી રાજદૂતે પીઓકેના પ્રવાસ દરમિયાન વિવાદિત ટ્વીટ કરી હતી અને આ વિસ્તારને 'આઝાદ કાશ્મીર' કહ્યું હતું. પાકિસ્તાનમાં તૈનાત અમેરિકી રાજદૂત ડેવિડ બ્લોમ દ્વારા પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) ને આઝાદ કાશ્મીર ગણાવ્યું  અને ત્યારબાદ અમેરિકા તરફથી પણ કશું કહેવાયું નહીં. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More