Home> World
Advertisement
Prev
Next

Russia Ukraine War: યુક્રેનના રાષ્ટ્રપતિએ કહ્યું- પુતિન સાથે વાતચીત માટે તૈયાર, યુદ્ધ નહીં અટકે તો ત્રીજું વિશ્વ યુદ્ધ ફાઈનલ

યુક્રેનની મીડિયા સંસ્થા 'ધ કિવ ઈન્ડિપેન્ડન્ટ' અનુસાર, ઝેલેન્સકીએ જણાવ્યું છે કે હું વ્લાદિમીર પુતિન સાથે વાત કરવા માટે તૈયાર છું, પરંતુ જો આ વાતચીત નિષ્ફળ જશે તો તેનો અર્થ ત્રીજું વિશ્વ યુદ્ધ ફાટી નીકળશે.

Russia Ukraine War: યુક્રેનના રાષ્ટ્રપતિએ કહ્યું- પુતિન સાથે વાતચીત માટે તૈયાર, યુદ્ધ નહીં અટકે તો ત્રીજું વિશ્વ યુદ્ધ ફાઈનલ

Russia Ukraine War: રશિયા અને યુક્રેનની વચ્ચે છેલ્લાં 25 દિવસોથી ભીષણ યુદ્ધ ચાલી રહ્યું છે, પરંતુ હવે રશિયા આકરા પાણીએ દેખાઈ રહ્યું છે. રશિયાએ સુપર સોનિક મિસાઈલો અને ઘાતક બોમ્બ વરસાવાનું શરૂ કરી દીધું છે. ત્યારે એક મહત્વપૂર્ણ સમાચાર મળી રહ્યા છે. યુદ્ધ શરૂ થયું ત્યારથી અત્યાર સુધીમાં રશિયા અને યુક્રેન વચ્ચે અનેક બેઠકો થઈ છે, પરંતુ તમામ બેઠકો નિષ્ફળ રહી છે. હવે યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સકીએ મોટું નિવેદન આપ્યું છે.

fallbacks

ત્રીજા વિશ્વ યુદ્ધની ચેતવણી
યુક્રેનની મીડિયા સંસ્થા 'ધ કિવ ઈન્ડિપેન્ડન્ટ' અનુસાર, ઝેલેન્સકીએ જણાવ્યું છે કે હું વ્લાદિમીર પુતિન સાથે વાત કરવા માટે તૈયાર છું, પરંતુ જો આ વાતચીત નિષ્ફળ જશે તો તેનો અર્થ ત્રીજું વિશ્વ યુદ્ધ ફાટી નીકળશે. અગાઉ, સંયુક્ત રાષ્ટ્ર માનવાધિકાર કાર્યાલય (OHCHR) એ યુદ્ધ વિશે ચોંકાવનારા આંકડા જાહેર કર્યા છે. સંગઠને જણાવ્યું છે કે યુક્રેનમાં રવિવાર મધ્યરાત્રિ (સ્થાનિક સમય) સુધીમાં ઓછામાં ઓછા 902 નાગરિકોના મોત થયા છે. જ્યારે રશિયન હુમલામાં 1459 લોકો ઘાયલ થયા છે.

મારીયુપોલમાં રશિયન સૈનિકોએ વેર્યો વિનાશ 
આજે રવિવારે રશિયાની સેનાએ યુક્રેનના મારિયુપોલ વિસ્તારમાં ભારે તબાહી મચાવી છે. રશિયાએ મારીયુપોલને ચારે બાજુથી ઘેરી લીધું છે. મારીયુપોલ યુક્રેનનું બંદર શહેર છે અને હાલમાં યુક્રેનનો તે વિસ્તાર છે જે યુદ્ધથી સૌથી વધુ પ્રભાવિત છે. ભીષણ યુદ્ધ વચ્ચે અહીંનો મોટો સ્ટીલ પ્લાન્ટ બંધ કરી દેવામાં આવ્યો છે. સ્થાનિક સત્તાવાળાઓએ રશિયન હુમલાનો સામનો કરવા માટે પશ્ચિમી દેશો પાસેથી વધુ મદદ માંગી છે.

મારીયુપોલના નાગરિકો સાથે જબરદસ્તી કરી રહ્યા છે રશિયન સૈનિકો
યુક્રેનના માનવાધિકાર લોકપાલ લુડમિલા ડેનિસોવાએ રશિયન સૈન્ય પર ગંભીર આરોપ લગાવ્યા છે. આરોપ છે કે રશિયન સેના યુક્રેનના નાગરિકોને બળજબરીથી રશિયા લઈ જઈ રહી છે. તેમણે કહ્યું કે મારીયુપોલમાં બંધક બનાવવામાં આવેલા નાગરિકોને કેમ્પમાં લઈ જવામાં આવી રહ્યા છે. આ કેમ્પમાં જ્યાં યુક્રેનિયન નાગરિકોના ફોન અને દસ્તાવેજોની તપાસ કરવામાં આવી રહી છે. કેમ્પમાંથી તેમને રશિયાના આર્થિક રીતે નબળા શહેરોમાં મોકલવામાં આવી રહ્યા છે.

યુક્રેનિયન શહેરો પર એરસ્ટ્રાઈકની ચેતવણી
રશિયા આજે રવિવારે યુક્રેનના 18થી વધુ શહેરો પર હવાઈ હુમલા માટે સજ્જ છે. હાઈ એલર્ટવાળા શહેરોમાં હવાઈ હુમલાને લઈને સતત સાયરન વાગી રહ્યા છે. રશિયા યુક્રેનના સુમી, ટેર્નોપીલ, પોલ્ટાવા, ખાર્કીવ, ઝાપોરિઝિયા, કિવ, લેવિલ જેવા શહેરો પર મિસાઈલથી હુમલો કરી શકે છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More