Home> World
Advertisement
Prev
Next

Russia Ukraine War: પુતિનને પાયમાલ કરવા માટે NATO નો નવો પેંતરો, અમેરિકા પણ આ 'ગેમપ્લાન'માં સામેલ

નાટો યુક્રેનને સીધે સીધું ઘાતક હથિયારો આપતું નથી. પરંતુ સભ્ય દેશો હવે મળી તેની રક્ષામાં નિર્ણાયક ભૂમિકા ભજવી રહ્યા છે. તેનાથી ક્લિયર છે કે રશિયા સામે નાટો પીછે હટ કરવા તૈયાર નથી. 

Russia Ukraine War: પુતિનને પાયમાલ કરવા માટે NATO નો નવો પેંતરો, અમેરિકા પણ આ 'ગેમપ્લાન'માં સામેલ

રશિયા અને યુક્રેન વચ્ચેનું યુદ્ધ પૂરું થાય તેની તો આખી દુનિયા રાહ જોઈને બેઠી છે. પરંતુ યુદ્ધના અંતના કોઈ અણસાર જણાતા નથી. આ બધા વચ્ચે અમેરિકાના નેતૃત્વવાળા NATO એ હવે એક નવી સૈન્ય રણનીતિક પગલું ભર્યું છે. સંગઠને યુક્રેનને ભારે પ્રમાણમાં હથિયારોની નિયમિત આપૂર્તિ કરવાનું શરૂ કરી દીધુ છે. નેધરલેન્ડ્સે 500 મિલિયન યુરો લગભગ 578 મિલિયન ડોલરની એર ડિફેન્સ સિસ્ટમ, ગોળા બારૂદ, અને અન્ય સૈન્ય મદદ આપવાની જાહેરાત કરી છે. એ જ રીતે સ્વીડન ડેનમાર્ક નોર્વેએ ભેગા મળીને 500 મિલિયન ડોલરની સૈન્ય મદદ આપવાનો જોઈન્ટ નિર્ણય કર્યો છે. જેમાં એર ડિફેન્સ, એન્ટી  ટેંક હથિયાર, ગોળા બારૂદ અને સ્પેર પાર્ટ્સ સામેલ છે. 

fallbacks

યુક્રેનની જરૂરિયાતોને આધારે નિર્ણય
અસલમાં એપીના એક રિપોર્ટ મુજબ નાટોના ક્લિયરનું કહેવું છે કે આ સહાયતા પેકેજ યુક્રેનની પ્રાથમિક જરૂરિયાતોના આધાર પર તૈયાર થશે અને ઝડપથી નિયમિત સમયગાળામાં પહોંચાડવામાં આવશે. તેમાં મોટા ભાગે હથિયારો અમેરિકાથી ખરીદવામાં આવ્યા છે. આ મહિને બે ખેપ પહોંચાડવામાં આવશે. જ્યારે નોર્ડિક દેશોનું જોઈન્ટ પેકેજ સપ્ટેમ્બરમાં પહોંચવાની આશા છે. આ દરમિયાન રશિયાના હુમલા સતત તેજ થઈ રહ્યા છે અને તેનું આગામી નિશાન યુક્રેનના પૂર્વમાં આવેલું પોક્રોવ્સ્ક શહેર છે. 

નાગરિકોના જીવ  બચાવવામાં મદદ
રિપોર્ટ મુજબ રશિયાની બોમ્બવર્ષાથી અત્યાર સુધીમાં 12000થી વધુ યુક્રેની નાગરિકોના જીવ ગયા છે. બીજી બાજુ  યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમિર જેલેન્સ્કીએ નેધરલેન્ડ્સનો આભાર વ્યક્ત  કરતા કહ્યું કે આ મદદ સમગ્ર યુરોપને રશિયાના આતંકથી સુરક્ષા આપશે. તેમણે કહ્યું કે જ્યારે રશિયા પોતાના હુમલાને વધુ તેજ કરવાની કોશિશ કરી રહ્યું છે ત્યારે આવા સમયમાં આ સમર્થન અમારા નાગરિકોના જીવ બચાવવામાં મદદ કરશે. 

હથિયારોની આપૂર્તિ નાટો દ્વારા
આ બધા વચ્ચે જર્મનીએ પણ શુક્રવારે જાહેરાત કરી કે તે યુક્રેનને બે વધુ પેટ્રિયટ એર ડિફેન્સ સિસ્ટમ આપશે. તેના બદલામાં અમેરિકાએ જર્મનીને ભરોસો અપાવ્યો કે તે તેના ભંડાર ભરવા માટે નવી સિસ્ટમ પ્રાથમિકતામાં મોકલશે. આ સિસ્ટમ ફક્ત અમેરિકામાં બને છે જેનાથી અમેરિકાની રણનીતિક ભૂમિકા મહત્વની બને છે. જો કે ટ્રમ્પ પ્રશાસને યુક્રેનને સીધી સૈન્ય મદદ આપવાનો ઈન્કાર કર્યો છે. પરંતુ અમેરિકાથી ખરીદવામાં આવતી હથિયારોની આપૂર્તિ નાટો સહયોગીઓ દ્વારા થઈ રહી છે. 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More