Home> World
Advertisement
Prev
Next

આગની ચપેટમાં હતી હોસ્પિટલ, જીવના જોખમે દર્દીની સર્જરી કરતા રહ્યા ડોક્ટર

ફાયર બ્રિગેડના અધિકારીઓએ જણાવ્યું કે Tsarist Era હોસ્પિટલના ધાબા પર શુક્રવારે અચાનક આગ લાગી હતી. જો આગ પર કાબૂ મેળવવામં ઓછામાં ઓછા બે કલાકનો સમય લાગ્યો.

આગની ચપેટમાં હતી હોસ્પિટલ, જીવના જોખમે દર્દીની સર્જરી કરતા રહ્યા ડોક્ટર

મોસ્કો: રશિયા (Russia) માં ડોક્ટરો (Doctors) એ પોતાના જીવની ચિંતા કર્યા વિના આગ વચ્ચે ઓપરેશન કરીને સાબિત કરી દીધું છે કે તેમને ભગવાનનો દરજ્જો કેમ આપવામાં આવે છે. જોકે જે સમયે ડોક્ટરોની ટીમ ઓપન-હાર્ટ સર્જરી (Open-Heart Surgery) કરી રહી હતી. તે દરમિયાન હોસ્પિટલમાં આગ લાગી ગઇ હતી. તેમછતાં ડોક્ટરોએ ઓપરેશન ચાલુ રાખ્યું અને દર્દીનો જીવ બચાવી લીધો. ડોક્ટરોના કારનામાની ચોતરફ પ્રશંસા થઇ રહી છે. આ ઘટના રશિયાના સુદૂર પૂર્વી શહેર બ્લાગોવેંશ્વેંસ્ક (Blagoveshchensk) ની છે. 

fallbacks

2 કલાકની જહેમત બાદ આગ ઓલવાઇ
ફાયર બ્રિગેડના અધિકારીઓએ જણાવ્યું કે Tsarist Era હોસ્પિટલના ધાબા પર શુક્રવારે અચાનક આગ લાગી હતી. જો આગ પર કાબૂ મેળવવામં ઓછામાં ઓછા બે કલાકનો સમય લાગ્યો. ફાયરબ્રિગેડના કર્મીઓએ ઓપરેશન રૂમમાંથી ધુમાડો કાઢવા માટે ફેનનો ઉપયોગ કર્યો અને વિજળીનો પુરવઠો ચાલુ રાખવા માટે અલગથી કેબલ ખેંચ્યો. આ દરમિયાન ડોક્ટરોની ટીમ પોતાના જીવની ચિંતા કર્યા વિના ઓપરેશન કરતી રહી. 

ચમત્કાર: ત્રણ પ્રાઇવેટ પાર્ટ સાથે જન્મ્યું આ બાળક, જોઇ ડોક્ટર રહી ગયા સ્તબ્ધ
fallbacks

8 Doctors ની ટીમ હતી હાજર
રશિયાના ઇમરજન્સી મંત્રાલયે કહ્યું કે આઠ ડોક્ટરો અને નર્સોની ટીમ આગ વચ્ચે બે કલાકમાં આ ઓપરેશન પુરૂ કર્યું. ઓપરેશન પુરૂ થયા બાદ દર્દીને બીજી હોસ્પિટલમાં શિફ્ટ કરવામાં આવ્યો. સાથે જ 128 અન્ય લોકોને તાત્કાલિક હોસ્પિટલમાંથી કાઢવામાં આવ્યો. એક તરફ જ્યાં હોસ્પિટલની બિલ્ડિંગમાંથી જોરદાર ધુમાડો હતો, તો બીજી તરફ ડોક્ટરોની ટીમે પોતાના જીવની ચિંતા કર્યા વિના સર્જરી ચાલુ રાખી. 

US Capitol Hill incident: હુમલામાં ઘાયલ એક પોલીસકર્મીએ તોડ્યો દમ, સંદિગ્ધનું પણ મોત

એકદમ જૂની છે Building
તો બીજી તરફ સ્થાનિક મીડિયા સાથે વાતચીતમાં સર્જન વેલેંટીન ફિલાટોવ (Valentin Filatov) એ કહ્યું કે આ સિવાય અમે કશું કરી શકીએ તેમ ન હતા. અમારે વ્યક્તિનો જીવ બચાવવાનો હતો. અમે બધુ જ ઉચ્ચ સ્તર પર કર્યું. મંત્રાલયે પણ જણાવ્યું કે જે ક્લિનિકથી આગ શરૂ થઇ હતી. તે એકદમ જૂની બિલ્ડિંગ હતી. તેને 1907માં બનાવવામાં આવી હતી. મંત્રાલયે કહ્યું કે આગ લાકડાની છત પરથી વિજળીની માફક ફેલાઇ ગઇ હતી. જોકે કોઇ ઘાયલ થયાની સૂચના મળી નથી. ક્ષેત્રીય ગર્વનર વાસિલ ઓલોર્વ (Vasiliy Orlov) એ ડોક્ટર અને ફાયરફાઇટર્સને તેમની બહાદુરી માટે સલામ કરી છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More