Home> World
Advertisement
Prev
Next

New Video: 'યૂક્રેનનો મુદ્દો ખતમ, હવે આ દેશનો વારો, પુતિનના સાથીએ મચાવ્યો ખળભળાટ

કાદિરોવે પોલેન્ડને ચેતાવણીમાં કહ્યું કે તે યૂક્રેનથી પોતાના હથિયાર પરત લઇ લે કારણ કે તે તેના પર હુમલો કરવા માટે તૈયાર છે. કાદિરોવે આ મહિનાની શરૂઆતમાં રશિયાના રાજદૂત સાથે જોડાયેલી એક ઘટના માટે પોલેન્ડ પાસે માફી માંગી હતી, જ્યાં વિજય દિવસ સમારોહ દરમિયાન યુદ્ધ વિરોધી પ્રદર્શનકારીઓએ તેમના પર લાલ રંગ ફેંક્યો હતો. 

New Video: 'યૂક્રેનનો મુદ્દો ખતમ, હવે આ દેશનો વારો, પુતિનના સાથીએ મચાવ્યો ખળભળાટ

Ramzan Kadyrov on Poland: ચેચન્યાના દબંગ નેતા અને રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનના સહયોગી રમજાન કાદિરોવે પોલેન્ડને ચેતાવણી આપી છે, જેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે. આ વીડિયોમાં તે કહેતા જોવા મળે છે કે યૂક્રેનનો મુદ્દો 'બંધ' થઇ ગયો છે અને હવે તેમને પોલેન્ડમાં રસ છે. 

fallbacks

વાયરલ વીડિયોમાં રમઝાન કહી રહ્યા છે કે ''યૂક્રેનનો મુદ્દો ખતમ થઇ ગયો છે, હવે મને પોલેન્ડમાં રસ છે. આ શું પ્રાપ્ત કરવાનો પ્રયત્ન કરી રહ્યા છે? 'પોલેન્ડને ધમકી આપતાં ચેચન નેતાએ આગળ કહ્યું કે 'યૂક્રેન બાદ જો અમને જે આદેશ આપવામાં આપવામાં આવે તો અમે 6 સેકન્ડમાં બતાવી દઇશું કે અમે શું કરી શકીએ છીએ. સારું રહેશે કે તમે તમારા હથિયાર અને ભાડાના સૈનિકોને પરત લઇ લો અને તમારા રાજદૂત પાસે તેના માટે સત્તાવાર ક્ષમા માંગો. અમે તેને ઇગ્નોર કરીશું નહી, તેને ધ્યાનમાં રાખો.

કાદિરોવે પોલેન્ડને ચેતાવણીમાં કહ્યું કે તે યૂક્રેનથી પોતાના હથિયાર પરત લઇ લે કારણ કે તે તેના પર હુમલો કરવા માટે તૈયાર છે. કાદિરોવે આ મહિનાની શરૂઆતમાં રશિયાના રાજદૂત સાથે જોડાયેલી એક ઘટના માટે પોલેન્ડ પાસે માફી માંગી હતી, જ્યાં વિજય દિવસ સમારોહ દરમિયાન યુદ્ધ વિરોધી પ્રદર્શનકારીઓએ તેમના પર લાલ રંગ ફેંક્યો હતો. 

જોકે એ પુષ્ટિ થઇ નથી કે આ વીડિયો ક્યારે અને ક્યાં શૂટ કરવામાં આવ્યો છે. પોલેન્ડ તે દેશોમાં સામેલ છે. જેમણે યૂક્રેનને રશિયા સામે લડવા માટે હથિયાર આપ્યા હતા. રશિયા-યૂક્રેનની વચ્ચે ફેબ્રુઆરીથી યુદ્ધ ચાલુ છે. પોલેન્ડની સરકારે કહ્યું કે તેણે 1.6 બિલિયન ડોલરના હથિયાર યૂક્રેનને સપ્લાય કર્યા છે, જેમાં હજારો ટેન્ક, હોવિત્ઝર તોપો અને ગ્રેડ રોકેટ લોન્ચર છે. રસપ્રદ વાત એ છે કે કાદિરોવ એકલા એવા નેતા નથી જેમણે તાજેતરના અઠવાડિયામાં પોલેન્ડ પર આક્રમણની વાત કહી છે. 

ન્યૂઝવીકના રિપોર્ટ અનુસાર ટેલીગ્રામ અંગ્રેજી અનુવાદ અનુસાર રશિયન સંસદના સભ્ય અને પુતિનના રાજકીય દળ, યૂનાઇટેડ રશિયાના એક ટોચના સભ્ય ઓલેગ મોરોજોવએ આ મહિનાની શરૂઆતમાં સૂચનો આપ્યા હતા કે પોલેન્ડને યૂક્રેન બાદ સાંપ્રદાયિકરણ માટે કતારમાં પહેલાં નંબર પર હોવું જોઇએ. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More