Home> World
Advertisement
Prev
Next

રશિયામાં પ્રાઇવેટ જેટ ક્રેશમાં 10ના મોત, પુતિન સામે બળવો કરનાર યેવગેની પ્રિગોઝિનનું નામ પણ સામેલ

Russia News: રશિયાના મોસ્કોમાં એક ખાનગી જેટ ક્રેશ થઈ ગયું છે. આ દુર્ઘટનામાં 10 લોકોના મોત થયા છે. આ દુર્ઘટના મોસ્કો અને સેન્ટ પીટર્સબર્ગ વચ્ચે થઈ છે. 
 

 રશિયામાં પ્રાઇવેટ જેટ ક્રેશમાં 10ના મોત, પુતિન સામે બળવો કરનાર યેવગેની પ્રિગોઝિનનું નામ પણ સામેલ

વોશિંગટનઃ રશિયા વિરુદ્ધ નિષ્ફળ વિદ્રોહનું નેતૃત્વ કરનાર વેગનર પ્રમુખ યેવગેની પ્રિગોઝિનનું એક વિમાન દુર્ઘટનામાં મોત થઈ ગયું છે. આ વિમાનમાં 3 ક્રૂ મેમ્બર સહિત 10 લોકો સવાર હતા. રશિયાના ઇમરજન્સી મંત્રીએ તેની પુષ્ટિ કરી છે. ફાઈનાન્શિયલ ટાઇમ્સના રિપોર્ટ પ્રમાણે રશિયાના અધિકારીઓએ કહ્યુ કે પ્રિગોઝિન નામનો એક વ્યક્તિ તેમાં સવાર હતો. પરંતુ તેણે આગળ તે જણાવ્યું નહીં કે તે વેગનર આર્મીના ચીફ પ્રોગિઝન છે. રશિયા-યુક્રેન યુદ્ધમાં વેગનર આર્મી રશિયા તરફથી લડી રહી છે. પરંતુ જૂનમાં વેગનર પ્રમુખે રશિયા વિરુદ્ધ વિદ્રોહ કરી દીધો હતો. 

fallbacks

આ દુર્ઘટના મોસ્કો અને સેન્ટ પીટર્સબર્ગ વચ્ચે થઈ છે. એસોસિએટેડ પ્રેસ અનુસાર જે વિમાન દુર્ઘટનાગ્રસ્ત થયું તે પ્રિગોઝિનનું હતું. ખાનગી સેના વેગનરના પ્રમુખ પ્રિગોઝિને જૂન મહિનામાં રશિયન સેના વિરુદ્ધ એક નિષ્ફળ વિદ્રોહનું નેતૃત્વ કર્યું હતું. 

પ્રિગોઝિને રશિયન રક્ષા મંત્રાલય પર વેગનર શિબિર પર મિસાઇલ હુમવો કરવાનો આરોપ લગાવતા પોતાના સૈનિકોને મોસ્કો તરફ આગળ વધવાનો આદેશ આપ્યો હતો. ત્યારે વેગનરા સૈનિકોએ દક્ષિણી રશિયન શહેર રોસ્તોવ-ઓન-ડોનમાં સૈન્ય ફેસિલિટી પર કબજો કરી લીધો હતો. પરંતુ બાદમાં યેવગેની પ્રિગોઝિને પોતાનો આદેશ પરત લેતા આ સંકટ ટળી ગયું હતું. 

રશિયન મીડિયાના અહેવાલો અનુસાર, રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુટિને પ્રિગોઝિનના બળવાને પીઠમાં ખંજગ ભોંકવાની વાત ગણાવી હતી. વેગનરના વડા, યેવજેની પ્રિગોઝિન, એક સમયે રશિયન રાષ્ટ્રપતિના સૌથી નજીકના લોકોમાંના એક હતા. વેગનરની ખાનગી સેના રશિયા વતી યુક્રેન સામે લડી રહી છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More