Home> World
Advertisement
Prev
Next

કોરોનાકાળમાં વિજ્ઞાને કર્યો જબરદસ્ત મોટો ચમત્કાર, ડૉક્ટર્સનું આ પરાક્રમ જાણી દંગ રહી જશો

અમેરિકામાં ડૉક્ટર્સની એક ટીમે ચમત્કાર કરી બતાવ્યો છે.

કોરોનાકાળમાં વિજ્ઞાને કર્યો જબરદસ્ત મોટો ચમત્કાર, ડૉક્ટર્સનું આ પરાક્રમ જાણી દંગ રહી જશો

વોશિંગ્ટન: અમેરિકામાં ડૉક્ટર્સની એક ટીમે ચમત્કાર કરી બતાવ્યો છે. આ ટીમે એક 57 વર્ષના વ્યક્તિમાં જેનેટિકલી મોડિફાઈડ ભૂંડનું હ્રદય (Genetically-Modified Pig Heart) સફળતાપૂર્વક ટ્રાન્સપ્લાન્ટ કર્યું છે. મેડિકલ ઈતિહાસમાં આવું પહેલીવાર બન્યું છે અને માનવામાં આવ્યું છે કે તેનાથી અંગદાનની કમીને પહોંચી વળવામાં મદદ મળશે. યુનિવર્સિટી ઓફ મેરીલેન્ડ મેડિકલ સ્કૂલે આ અંગે એક નિવેદન બહાર પાડતા જણાવ્યું કે આ ઐતિહાસિક ટ્રાન્સપ્લાન્ટ શુક્રવારે કરવામાં આવ્યું. 

fallbacks

અનેક બીમારીઓથી પીડિત છે દર્દી
ડૉક્ટર્સનું કહેવું છે કે ટ્રાન્સપ્લાન્ટ બાદ દર્દી સંપૂર્ણ રીતે સાજો છે. જો કે આ ટ્રાન્સપ્લાન્ટ બાદ પણ દર્દીની બીમારીનો ઈલાજ હાલ નિશ્ચિત નથી પરંતુ સર્જરી જાનવરોમાંથી માણસોમાં ટ્રાન્સપ્લાન્ટને લઈને માઈલસ્ટોનથી જરાય કમ નથી. ડેવિડ બેનેટ નામના દર્દીમાં અનેક ગંભીર બીમારીઓ અને ખરાબ સ્વાસ્થ્યના કારણે માણસોનું હ્રદય ટ્રાન્સપ્લાન્ટ કરી શકાય તેમ નહતું. આથી ડૉક્ટરોએ તેમને જેનેટિકલી મોડિફાઈડ ભૂંડનું હ્રદય મૂક્યું. 

અહીં જબરદસ્તીથી સગીરાઓને ગર્ભવતી બનાવવામાં આવે છે, કારણ જાણી હચમચી જશો

દરેક ધબકારા પર ડૉક્ટરની નજર
હાલ દર્દી રિકવર થઈ રહ્યો છે અને ડૉક્ટર તેના પર બાજ નજર રાખી રહ્યા છે કે ભૂંડનું હ્રદય દર્દીના શરીરમાં કઈ રીતે કામ કરે છે. મેરીલેન્ડના રહીશ ડેવિડે કહ્યું કે મારી પાસે બે જ વિકલ્પ હતા કે કાં તો મરી જાઉ અથવા તો આ ટ્રાન્સપ્લાન્ટ કરાવું. હું જીવવા માંગુ છું, હું જાણું છું કે આ અંધારામાં તીર ચલાવવા જેવું છે. પરંતુ આ મારી અંતિમ પસંદ છે. ડેવિડ ગત કેટલાક મહિનાથી હાર્ટ-લંગ બાઈપાસ મશીનના સહારે બેડ પર છે અને હવે તે જલદી હોસ્પિટલથી ઘરે જવા માંગે છે. 

હોટ યુવતીને જોઈને ચુંબન કરવા દોડ્યો યુવક, પણ પછી જે થયું...કૂદાકૂદ કરીને ભાગ્યો, જુઓ Video

ગત વર્ષે મળી હતી મંજૂરી
અત્રે જણાવવાનું કે નવા વર્ષની બરાબર પહેલા અમેરિકાના ખાદ્ય અને ઔષધિ પ્રશાસને પરંપરાગત પ્રત્યારોપણ ન હોવાની સ્થિતિમાં એક અંતિમ કોશિશ તરીકે આ ઈમરજન્સી ટ્રાન્સપ્લાન્ટને મંજૂરી આપી હતી. સર્જરી દ્વારા ભૂંડનું હ્રદય પ્રત્યારોપણ કરનારા ડૉક્ટર બાર્ટલે ગ્રિફિથે કહ્યું કે આ એક સફળ સર્જરી હતી અને તેનાથી આપણે અંગોની કમીના સંકટનો ઉકેલ લાવવા તરફ એક ડગલું આગળ વધ્યા છીએ.  

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More