Home> World
Advertisement
Prev
Next

ટ્રમ્પે ફરી ભારતીયોને આપ્યો મસમોટો ઝટકો, H-1B વિઝા પર લીધો આકરો નિર્ણય 

અમેરિકા (America) ની રાષ્ટ્રપતિ ચૂંટણી અગાઉ ડોનાલ્ડ ટ્રમ્પે (Donald Trump)  H-1B વિઝા અંગે એક નવો આદેશ બહાર પાડ્યો છે. આ આદેશ ભારતીયો માટે મોટા આંચકા સમાન છે. ટ્રમ્પ પ્રશાસને બીજા દેશોના કુશળ શ્રમિકોને આપવામાં આવનારા વિઝાની સંખ્યામાં ઘટાડો  કર્યો છે. 

ટ્રમ્પે ફરી ભારતીયોને આપ્યો મસમોટો ઝટકો, H-1B વિઝા પર લીધો આકરો નિર્ણય 

વોશિંગ્ટન: અમેરિકા (America) ની રાષ્ટ્રપતિ ચૂંટણી અગાઉ ડોનાલ્ડ ટ્રમ્પે (Donald Trump)  H-1B વિઝા અંગે એક નવો આદેશ બહાર પાડ્યો છે. આ આદેશ ભારતીયો માટે મોટા આંચકા સમાન છે. ટ્રમ્પ પ્રશાસને બીજા દેશોના કુશળ શ્રમિકોને આપવામાં આવનારા વિઝાની સંખ્યામાં ઘટાડો  કર્યો છે. 

fallbacks

UN માં ચીનની આબરૂના ધજાગરા, 39 શક્તિશાળી દેશોએ આ મુદ્દે ડ્રેગનને લીધું આડે હાથ

સરકારનું કહેવું છે કે આ પગલું અમેરિકનોના હિતોની રક્ષા માટે લેવાયું છે. જેમને કોરોના મહામારીના કારણે આર્થિક મોરચે મોટું નુકસાન ઉઠાવવું પડે છે. અધિકારીઓના જણાવ્યાં મુજબ H-1B નોન ઈમિગ્રન્ટના કારણે 500,000થી વધુ અમેરિકનોએ પોતાની નોકરી ગુમાવી છે. અમેરિકામાં 3 નવેમ્બરે રાષ્ટ્રપતિ ચૂંટણી છે અને આવામાં ટ્રમ્પનો આ નિર્ણય મતદારોને પોતાના પક્ષમાં કરવાના પ્રયત્નો રૂપી જોવામાં આવી રહ્યો છે. 

એક તૃતિયાંશ અરજીકર્તાઓને પડશે માર!
H-1B વિઝા દર વર્ષે 85,000 પ્રવાસીઓને અપાય છે. જેમાં ભારતીયો અને ચીનના પ્રોફેશ્નલ્સની સંખ્યા સૌથી વધુ હોય છે. આથી ટ્રમ્પ પ્રશાસનના આ નિર્ણયનો પ્રભાવ સૌથી વધુ આ બે દેશો પર પડશે. હોમલેન્ડ સિક્યુરિટી ડિપાર્ટમેન્ટ (DHS)ના કાર્યવાહક ઉપ સચિવ કેન ક્યૂકેનેલીએ કહ્યું કે ટીએચએસનો અંદાજો છે કે લગભગ એક તૃતિયાંશ H-1B અરજીકર્તાઓને નવા નિયમો હેઠળ વિઝાથી વંછિત રાખવામાં આવશે. 

સાઉદી અરેબિયા કેમ તુર્કી પર અકળાયું? નાગરિકોને બહિષ્કારની અપીલ

રાખવું પડશે ખાસ ધ્યાન
સરકારના આ પગલાં બાદ શ્રમ નિયમો હેઠળ H-1B અને અન્ય વ્યવસાયિક વિઝાવાળા કર્મચારીઓના વેતનમાં વધારાની વ્યવસ્થા કરવામાં આવશે. અત્યાર સુધી એવો આરોપ લાગતો હતો કે H1-B વિઝાના માધ્યમથી કંપનીઓ સસ્તામાં વિદેશીઓને હાયર કરી લે છે જેથી કરીને અમેરિકામાં રહેતા લોકોને નોકરીઓ મળતી નથી પરંતુ હવે કંપનીઓએ સ્થાનિકોને પ્રાથમિકતા આપવી પડશે. એટલું જ નહીં તેમના પગાર વગેરે મુદ્દાઓને પણ ધ્યાનમાં લેવા પડશે. 

અનેક પ્રતિબંધ લગાવવામાં આવ્યા
હોમલેન્ડ સિક્યુરિટી અને શ્રમ વિભાગના જણાવ્યાં મુજબ નવા નિયમોમાં વર્ક વિઝા કોને અપાયે તે વિશે અનેક પ્રકારના પ્રતિબંધો લગાવવામાં આવ્યા છે. આ સાથે જ વિદેશી શ્રમિકોને નોકરી પર રાખનારી કંપનીઓ માટે વેતન સંબંધિત કેટલાક માપદંડો પણ નક્કી કરાયા છે. હોમલેન્ડ સિક્યુરિટીનું કહેવું છે કે નવા નિયમો મુજબ 'વિશેષ વ્યવસાયો'ની વ્યાખ્યાને પણ બદલવામાં આવી છે. કારણ કે કંપનીઓ તેના દ્વારા સિસ્ટમનો ખોટો ફાયદો ઉઠાવતી હતી. 

હવે ચીનને 'અટલ ટનલ' આંખમાં કણાની જેમ ખૂંચી, ગ્લોબલ ટાઈમ્સે આપી આ પોકળ ધમકી

ટ્રમ્પ શરૂઆતથી જ છે કડક
નોંધનીય છે કે ડોનાલ્ડ ટ્રમ્પ શરૂઆતથી જ H-1B વિઝા પ્રોગ્રામને લઈને કડક રહ્યા છે. તેમણે H-1B વિઝા પ્રોગ્રામ પર ડિસેમ્બર 2020 સુધી રોક લગાવી હતી. પરંતુ કોર્ટે સરકારના આ આદેશને પલટી નાખ્યો હતો. ત્યારબાદ એવું કહેવાતું હતું કે ટ્રમ્પ કોઈ મોટું પગલું ભરી શકે છે. 

હાથરસ કેસ પર તમામ સમાચારો વિગતવાર જાણવા માટે કરો ક્લિક...

કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More