Home> World
Advertisement
Prev
Next

Sex Strike: ગર્ભપાત પર પ્રતિબંધ લગાવતા મહિલાઓએ સેક્સ અંગે કરી મોટી જાહેરાત, દુનિયાભરમાં ચર્ચા

અમેરિકાની કોર્ટે આપેલાં ચુકાદા બાદ યુએસએની મહિલાઓએ વિચિત્ર સ્ટ્રાઈકની જાહેરાત કરી. ત્યાંની મહિલાઓએ પોતાના હક્કની લડાઈ લડવા માટે સેક્સ ન કરવાની એટલેકે, સેક્સની સ્ટ્રાઈક કરવાની જાહેરાત કરતા આ મુદ્દો હાલ દુનિયાભરમાં ચર્ચાનો વિષય બની ગયો છે.

Sex Strike: ગર્ભપાત પર પ્રતિબંધ લગાવતા મહિલાઓએ સેક્સ અંગે કરી મોટી જાહેરાત, દુનિયાભરમાં ચર્ચા

નવી દિલ્લીઃ 24 જુનના રોજ અમેરિકામાં સુપ્રીમકોર્ટે મહિલાઓના ગર્ભપાતના સંવિધાનિક હક પર રોક લગાવી છે. હવે અમેરિકામાં ગર્ભપાત એક ગુનો માનવામાં આવશે. 1973ના ચર્ચિત Roe vs Wadeના નિર્ણયને બદલવામાં આવ્યો છે. જે અગાઉ મહિલાઓને ગર્ભપાતનો અધિકાર આપવામાં આવ્યો હતો. વિશ્વભરમાં આ નિર્ણયની ચર્ચા થઈ રહી છે. વિરોધ થઈ રહ્યો છે. ફેમિનિસ્ટ ગ્રુપ્સે સુપ્રીમ કોર્ટના આ નિર્ણયની આલોચના કરી છે. લોકોનું કહેવું છે કે સુપ્રીમ કોર્ટે મહિલાઓને તેમના જ શરીર પરના હક છીનવી લીધા છે. આ નિર્ણયના વિરોધમાં વિરોધ પ્રદર્શન પણ થઈ રહ્યું છે. હવે એવુ પણ જાણવા મળી રહ્યું છે કે અમેરિકામાં મહિલાઓ સેક્સ સ્ટ્રાઈક પર જવાની છે.  

fallbacks

 

 

Sex Strikમાં શુ કરી રહી છે મહિલાઓ?
Roe vs Wadeના નિર્ણયને પાછો ખેંચ્યા પછી અનેક રાજ્યોમાં ગર્ભપાત પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. આ નિર્ણયના વિરોધમાં અનેક ફેમિનિસ્ટ ગ્રુપ્સે સેક્સ સ્ટ્રાઈક પર જવાનો પ્રસ્તાવ મુક્યો છે. ટ્વીટર પર એક ગ્રાફિક વાયરલ થઈ રહ્યું છે જેમાં બોલ્ડ લેટર્સમાં લખવામાં આવ્યું છે. અમે અનિચ્છિત પ્રેગનેન્સીનું જોખમ ના ઉઠાવી શકીએ. એટલે જ્યાં સુધી પ્રેગનેન્ટ ના થવુ હોય ત્યાં સુધી અમે પતિ કે પછી કોઈ પણ પુરુષ સાથે સેક્સ નહીં કરીએ. #SexStrike.

ન્યૂયોર્ક પોસ્ટના એક રિપોર્ટ અનુસાર એક મહિલા પ્રોટેસ્ટરે જણાવ્યું કે તે કોઈ પણ પુરુષ સાથે સેક્સ નહીં કરે જેણે નસબંધી ના કરાવી હોય. જો તમે એવા પૂરુષ છો જેણે નસબંધી નથી કરી અને રોડ પર અમારા હક માટે નથી લડી રહ્યા તો મારી સાથે સેક્સ કરવા માટે તમે લાયક નથી.

 

 

એક ટ્વીટર યુઝરે લખ્યુંઃ
જો મને મારા શરીર પર અધિકાર નથી તો તમારી પાસે પણ નથી.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More