Home> World
Advertisement
Prev
Next

દરિયામાં તરી રહ્યો હતો વ્યક્તિ, અચાનક શાર્ક આવીને જીવતો ગળી ગઈ, રૂવાડાં ઊભા કરી નાખે તેવો છે Video

Shark Swallowed Man: સોશિયલ મીડિયા પર એક ખૌફનાક વીડિયો હાલ વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો જોઈને તમારા પણ રૂવાંડા ઊભા થઈ જશે.

દરિયામાં તરી રહ્યો હતો વ્યક્તિ, અચાનક શાર્ક આવીને જીવતો ગળી ગઈ, રૂવાડાં ઊભા કરી નાખે તેવો છે Video

Shark Swallowed Man: સોશિયલ મીડિયા પર એક ખૌફનાક વીડિયો હાલ વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો જોઈને તમારા પણ રૂવાંડા ઊભા થઈ જશે. એક વ્હાઈટ શાર્ક આવે છે અને વ્યક્તિ પર અચાનક હુમલો કરે છે. ત્યારબાદ શાર્ક તે વ્યક્તિને જીવતો ગળી જાય છે. આ દરમિયાન તેનો મિત્ર કેમેરામાં આ ઘટના રેકોર્ડ કરી લે છે. 

fallbacks

સમુદ્રમાં તરતો જોવા મળ્યો વ્યક્તિ
તમે આ ખૌફનાક ઘટના વીડિયોમાં કેદ થયેલી જોઈ શકો છો. જોઈ શકાય છે કે એક વ્યક્તિ જોર જોરથી બૂમો પાડી રહ્યો છે અને કહી રહ્યો છે કે શાર્ક એક વ્યક્તિને જીવતો ખાઈ ગઈ. મીડિયા રિપોર્ટ્સ મુજબ આ હચમચાવી નાખતા ઘટના ઓસ્ટ્રેલિયાના સિડની સ્થિત લિટિલ બે બીચની છે. આ ઘટના સામે આવ્યા બાદ લોકોના હાજા ગગડી ગયા છે. 

વીડિયોમાં જોઈ શકાય છે કે વ્યક્તિ સમુદ્રમાં મજા લઈને તરી રહ્યો હતો. આ બધા વચ્ચે એક વિશાળકાય વ્હાઈટ શાર્ક જોવા મળે છે. વ્યક્તિએ શાર્કથી ભાગવાની કોશિશ કરી પરંતુ શાર્ક ઝડપથી તેની ઉપર હુમલો કરે છે. વીડિયોમાં જોઈ શકાય છે કે બચવાની તમામ કોશિશ તે વ્યક્તિ કરે છે અને ઝડપથી તરીને કિનારી તરફ જવા માંગે છે. જો કે તેની કોશિશ બેકાર જાય છે અને વ્યક્તિ શાર્કના જડબામાં સમાઈ જાય છે. 

જુઓ Video

વ્યક્તિને જીવતો ગળી જાય છે શાર્ક
વીડિયોમાં જોઈ શકાય છે કે શાર્ક જોત જોતામાં તો તે વ્યક્તિને જીવતો ગળી જાય છે. આ દ્રશ્ય એટલું ખૌફનાક છે કે સમુદ્ર કિનારે હાજર એક વ્યક્તિ આ બધુ જોઈને ઉલટી કરવા લાગ્યો. પ્રત્યક્ષદર્શીએ પોલીસને જાણકારી આપી કે સમુદ્ર કિનારે ઊભા રહીને તેણએ કોઈની બૂમો સાંભળી. ત્યારબાદ તેણે જોયું કે સમુદ્રમાં એક વ્યક્તિ તરી રહ્યો છે અને વ્હાઈટ શાર્કે તેના પર હુમલો કરી દીધો. વીડિયો ટ્વિટર પર શેર કરવામાં આવ્યો છે.

વિશ્વના વધુ સમાચાર વાંચવા માટે કરો ક્લિક...

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More