Home> World
Advertisement
Prev
Next

Shehbaz Sharif: પાકિસ્તાનમાં ફરી થશે સત્તા પરિવર્તન? ખુરશી છોડી શકે છે શાહબાઝ શરીફ

Pakistan News: શાહબાઝે કહ્યું કે નવાઝ શરીફના પાકિસ્તાન પરત ફરવા પર તમે જોશો કે રાજનીતિનો નક્શો બદલી જશે. શાહબાઝે કહ્યું કે, તેમની સરકારે મુશ્કેલ સમયમાં દેશનો કારભાર સંભાળ્યો હતો. 

Shehbaz Sharif: પાકિસ્તાનમાં ફરી થશે સત્તા પરિવર્તન? ખુરશી છોડી શકે છે શાહબાઝ શરીફ

ઇસ્લામાબાદઃ  Shehbaz Sharif Nawaz Sharif: પાકિસ્તાનના પ્રધાનમંત્રી શાહબાઝ શરીફે કહ્યુ કે તેના ભાઈ પીએમએલ-એન સુપ્રીમો નવાઝ શરીફ સ્વદેશ પરત ફર્યા બાદ ચોથીવાર પ્રધાનમંત્રી બનશે. ધ ન્યૂઝના રિપોર્ટ પ્રમાણે પીએમએલ-એન સેન્ટ્રલ જનરલ કાઉન્સિલે એક બેઠકમાં કહ્યું કે, પાર્ટીની અંદર થયેલી ચૂંટણીમાં આગામી ચાર વર્ષ માટે શાહબાઝને પાર્ટીના અધ્યક્ષના રૂપમાં ફરી ચૂંટવામાં આવ્યા છે. પાર્ટીની એક બેઠકમાં શાહબાઝે કહ્યુ કે, નવાઝ શરીફના સ્વદેશ પરત ફર્યા બાદ તે પીએમએલ-એનના અધ્યક્ષનું પદ સોંપી દેશે. 

fallbacks

નવાઝ શરીફ આધુનિક પાકિસ્તાનના નિર્માતાઃ શાહબાઝ
શાહબાઝે કહ્યુ કે નવાઝ શરીફ આધુનિક પાકિસ્તાનના નિર્માતા છે, જેમણે પોતાના કાર્યકાળ દરમિયાન ઉર્જાની કમીને દૂર કરી છે અને રોડ બનાવ્યા, પાયાના માળખાનું નિર્માણ કર્યું અને કૃષિ, ઉદ્યોગ અને અર્થવ્યવસ્થાના મહત્વપૂર્ણ ક્ષેત્રનો વિકાસ કર્યો. બેઠકને સંબોધિત કરતા, પ્રધાનમંત્રીએ કહ્યુ કે તે પોતાના મોટા ભાઈ પાકિસ્તાન પરત ફરે તેની પ્રતીક્ષા કરી રહ્યાં છે, જે સ્વાસ્થ્ય કારણોથી નવેમ્બર 2019થી લંડનમાં રહે છે. 

કેમ મહત્વની બેઠકનું થયું આયોજન?
પ્રધાનમંત્રી શાહબાઝ શરીફે કહ્યુ- ચૂંટણી પંચની તલવાર લટકેલી છે, તેથી આ બેઠક બોલાવવામાં આવી છે. શાહબાઝે પીએમએલ-એનની અધ્યક્ષતા પોતાના ભાઈ નવાઝ શરીફને સુપ્રીમ કોર્ટ દ્વારા અયોગ્ય જાહેર કરવા અને પાર્ટીની અંદર કોઈ પદ આપવા પર પ્રતિબંધ લાગ્યા બાદ કરી હતી. તેમણે કહ્યું કે પીએમએલ-એનને યુવા નેતૃત્વની જરૂર છે અને તેમણે મરીયમ નવાઝની મહેનતની પ્રશંસા કરી હતી. 

આ પણ વાંચોઃ આ છે વિશ્વની સૌથી નાનકડી નદી, જાણો તેની લંબાઈ અને રસપ્રદ બાબતો

રાજનીતિનો નક્શો બદલાઈ જશેઃ શાહબાઝ
શાહબાઝે કહ્યુ- નવાઝ શરીફના પાકિસ્તાન પરત ફર્યા બાદ તમે જોશો કે રાજનીતિનો નક્શો બદલાઈ જશે. જ્યો ન્યૂઝના સમાચાર પ્રમાણે પોતાના શાસનની વાત કરતા તેમણે કાર્યકર્તાઓને યાદ અપાવ્યું કે, તેમની સરકારે એવા સમયમાં કાર્યભાર સંભાળ્યો છે, જ્યારે તેને ગુલાબના ફુલ નહીં કાંટા મળે છે. 

તેમણે કહ્યું, મોંઘવારીએ લોકોની કમર તોડી નાખી છે, તેલની કિંમતો આસમાને પહોંચી છે. ગઠબંધન સરકારે મળીને નક્કી કર્યું કે અમે મુશ્કેલ સમયનો સામનો કરીશું. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More