Shinzo Abe attacked: જાપાનના પૂર્વ પ્રધાનમંત્રી શિંજો આબે પર હુમલામાં મોટો ખુલાસો થયો છે. હુમલાવરે શિંજો પર બે ગોળીઓ ચલાવી હતી. પહેલી ગોળી શિંજોને ગોળી વાગી નહી, પરંતુ પૂર્વ પીએમે પાછળ વળીને જોયું. તેની 4 સેકન્ડ બાદ શિંજો પર હુમલાવરે બીજી ગોળી ચલાવી હતી. ગોળી લગાવ્યા બાદ શિંજો ઘાયલ થઇ જમીન પર પડ્યા.
હુમલાનું કારણ સ્પષ્ટ નહી
શિંજો આબે પર હુમલો કરનાર વ્યક્તિની ઓળખ થઇ ગઇ છે. હુમલાવરનું નામ યામાગામી તેત્સુયા (Yamagami Tetsuya) કહેવામાં આવી રહ્યું છે. તેની ઉંમર 41 વર્ષ છે. કહેવામાં આવી રહ્યું છે કે હુમલાવર વર્ષ 2000 માં ત્રણ વર્ષ માટે સમુદ્રી સેના બળમાં સેવાઓ આપી ચૂક્યા છે. જોકે હજુ સુધી એ ખબર નથી પડીક એ આખરે તેને શિંજોને ગોળી કેમ મારી.
આશ્વર્યચકિત કરી દેનાર મામલો
અધિકારીઓએ જણાવ્યું કે આબેને વિમાન દ્વારા એક હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા પરંતુ તે સમયે તેમનાસ શ્વાસ ચાલી રહ્યા હતા અને હદય ગતિ અટકી ગઇ હતી. પોલીસે ઘટનાસ્થળ પરથી સંદિગ્ધ હુમલાવરની ધરપકડ કરી લીધી છે. દુનિયાના સૌથી સુરક્ષિત દેશોમાંથી એક ગણાતા જાપાનમાં આ હુમલો આશ્વર્યચકિત કરી દેનાર હતો. જાપાનમાં બંદૂક નિયંત્રણના કડક કાયદા લાગૂ છે.
Asus ROG Phone 6 ભારતમાં થયો લોન્ચ, ડિસ્લ્પેથી માંડીને કેમેરા સુધી દરેક ફીચર છે A1! જાણો કિંમત
ઘટનાનો વીડિયો આવ્યો સામે
આ ઘટનાનો એક વીડિયો સામે આવ્યો છે, જેમાં નારા સિટીમાં એક મુખ્ય રેલવે સ્ટેશન બહાર આબેને ભાષણ આપતાં જોઇ શકાય છે. જ્યારે ગોળી ચાલવાનો અવાજ સંભળાયો ત્યારે આબે ઉભા હતા, તેમણે વાદળી કલરના કપડાં પહેર્યા હતા અને પોતાની મુઠ્ઠી ઉઠાવી રહ્યા હતા. ત્યારબાદ ફૂટેજમાં આબેને રસ્તા પર પડતા દેખાયા અને ઘણા સુરક્ષાકર્મી તેમની તરફ ભાગી રહ્યા હતા. તેમણે પોતાની છાતી પર હાથ રાખેલો હતો અને તેમના શર્ટ પર લોહી વહી રહ્યું હતું. ફૂટેજમાં જોઇ શકાય છે કે બીજી જ ક્ષણે સુરક્ષાકર્મી ભૂરા કલરના શર્ટ પહેરેલા એક વ્યક્તિને દબોચી લે છે. જમીન પર એક બંદૂક પડેલી દેખાય છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે