ઓસ્ટ્રિયાની એક શાળામાં ફાયરિંગની ઘટનામાં 11 લોકોના મોત થયા છે. ઓસ્ટ્રિયાઈ બ્રોડકાસ્ટર ઓઆરએફએ ગૃહ મંત્રાલયના હવાલે જણાવ્યું કે મંગળવારે દક્ષિણ પૂર્વી ઓસ્ટ્રિયાના ગ્રાઝ શહેરમાં એક શાળામાં થયેલા ફાયરિંગમાં અનેક લોકોના મોત થયા. જેમાં સંદિગ્ધ હુમલાખોર પણ સામેલ છે.
શૂટર કથિત રીતે એક વિદ્યાર્થી છે જેણે સ્કૂલની બે કક્ષાઓમાં ફાયરિંગ કર્યું. ત્યારબાદ તે પોતે શૌચાલયમાં મૃત અવસ્થામાં મળી આવ્યો. આ ફાયરિંગ પાછળ હુમલાખોરનો હેતુ શું હતો તે તો સંપૂર્ણ રીતે સ્પષ્ટ થયું નથી પરંતુ કદાચ બુલિંગના કારણે હુમલો થયો હોઈ શકે છે. આ ઘટના અંગે અનેક વીડિયો ફૂટેજ સોશિયલ મીડિયામાં પ્રસારિત થઈ રહ્યા છે.
ઓસ્ટ્રિયાઈ પોલીસનું કહેવું છે કે શાળામાં ફાયરિંગનો અવાજ આવ્યા બાદ સવારે 10 વાગ્યાથી જ પોલીસ શહેરમાં મોટું ઓપરેશન ચલાવી રહી છે. ઓસ્ટ્રિયાઈ બ્રોડકાસ્ટરના જણાવ્યાં મુજબ શુટિંગમાં કેટલાક વિદ્યાર્થીઓ અને શિક્ષક ગંભીર રીતે ઘાયલ થયા છે. સોશિયલ મીડિયામાં અનેક વીડિયો વાયરલ થયા છે જેમાં શાળા બહાર પોલીસની તૈનાતી જોવા મળી રહી છે. એક વીડિયોમાં હુમલાના પ્રભાવિતોને હેલિકોપ્ટરથી લઈ જવામાં આવી રહ્યા છે.
#BREAKING: At least 9 dead in school shooting in Graz, Austria
Preliminary reports indicate that the attacker was shot dead, Both students & teachers are among the victims.#Austria #Graz pic.twitter.com/Abt0SoT80r
— JUST IN | World (@justinbroadcast) June 10, 2025
ઓસ્ટ્રિયા પોલીસના જણાવ્યાં મુજબ જે વિસ્તારમાં હુમલાથી પ્રભાવિત સેકેન્ડ્રી સ્કૂલ છે ત્યાં ઓપરેશન ચાલુ છે. સ્કૂલ બિલ્ડિંગની તપાસ કરાઈ છે અને સમગ્ર શાળાની ઘેરાબંધી કરાઈ છે. Krone અખબારના જણાવ્યાં મુજબ એક મહિલા શિક્ષકના પતિએ જણાવ્યું કે જ્યારે ફાયરિંગ થઈ રહ્યું હતું ત્યારે તેમની પત્ની તેના વિદ્યાર્થીઓ સાથે ક્લાસમાં હતી અને તેણે અનેક ગોળીઓનો અવાજ સાંભળ્યો.
ફાયરિંગથી ભાગેલા શાળાના વિદ્યાર્થીઓને તેમના માતા પિતાને સોંપી દેવાયા છે. જ્યારે ઘાયલો સારવાર હેઠળ છે. આ ફાયરિંગ 20 જૂન 2015ના રોજ ગ્રાઝ શહેરમાં થયેલા ફાયિરંગની દસમી વર્ષગાંઠ પહેલા થયું જેમાં 3 લોકો માર્યા ગયા હતા.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે