લંડન: આ વર્ષે શાંતિ નોબેલ સમ્માન જીતનારી ઇરાકની યઝીદી ગર્લ નાદિયા મુરાદની સ્ટોરી એકવાર ફરી ચર્ચામાં આવી છે. તેણે પ્રથમ વખત યૂએનમાં પોતાની સ્ટોરી કહીંને બધાને હચમાચાવી દીધા હતા. સત્તાવાર રીતે આ વાત સામે આવી હતી કે, આઇએસઆઇએસે ઇરાક અને સીરિયાના ઘણા ભાગોમાં મહિલાઓની જિંદગી નરકથી પણ ખરાબ બનાવી દીધી છે. તેણે આ દર્દને જણાવતા મીડિયાને કહ્યું હતું કે, કેવી રીતથી આઇએસએ તેના જેવી હજારો છોકરીઓનું શોષણ કર્યું છે. નાદિયાએ કહ્યું હતું કે, તે આતંકવાદીઓ સામે તેમનું સૌથી મોટું હથિયાર બની હતી.
નાદિયાએ કહ્યું હતું કે, ‘‘આઇએસઆઇએસના ગઢમાં રોજ રાત્રે મહિલાઓનું બજાર લાગતું હતું. કોઇ ઘરના નીચલા ભાગમાં વિશાળ જગ્યામાં આ બજાર લાગતું હતું. ત્યાં બધા આતંકીઓ ભેગા થતા. જ્યારે એક આતંકી રૂમમાં ઘૂસ્તો ત્યાં હાજર બધી છોકરીઓ ખરાબ રીતે બુમો પાડતી હતી. આ દ્રશ્યો એકદમ એવા હતા કે જાણો કોઇ વિસ્ફોટ થયા બાદના દ્રશ્યો હોય. હાલાત એટલા ખરાબ હતા કે ઘણી છોકરી ત્યાં જ ફ્લોર પર ઉલ્ટીઓ કરવા લાગતી હતી. પરંતુ તેનાથી આતંકિઓને કોઇ ફરક પડતો ન હતો. તેઓ ઘરમાં ચારે બાજુ ફરીને ત્યાં હાજર છોકરીઓમાંથી સૌથી સુંદર છોકરીને પસંદ કરતા હતા. તેમનો પહેલો સવાલ એ હોય છે કે તારી ઉંમર કેટલી છે. ત્યારબાદ તેઓ તે છોકરીના વાળ અને મોઢા તરફ જોતા હતા અને ત્યાં હાજર ગાર્ડને પુછતા કે છોકરી કુવારી છે. તેઓ છોકરીઓની કિંમત આ રીતે લગાવતા જેમકે કોઇ દુકાનમાં વસ્તુ ખરીદવા નીકળ્યા હોય. ત્યારબાદ આતંકી તેમની ઇચ્છા અનુસાર અમને સ્પર્શ કરતા હતા. તેમના હાથ અમારી છોતી અને પગ પર ફેરવતા હતા. જેમ કે અમે છોકરીઓ નહીં પરંતુ કોઇ પ્રાણી હોય.’’
નાદિયા મુરાદે જણાવું હતું કે, ‘‘આતંકીઓ હવસની નજરોથી અમને જોત અને અરબી અથવા તુર્કમાન ભાષામાં અમને સવાલ કરતા હતા. તેઓ અમને કહેતા કે ચુપ રહો, પરંતુ તેમનું એટલું કહેવા બાદ અમારી બુમો વધી જતી હતી. તેઓ મને સ્પર્શ કરવાનો પ્રયત્ન કરતા અને હું પોતાની જાતને તેમનાથી બચાવવાનો પ્રયત્ન કરતી હતી. ઘણી છોકરીઓ તો ફ્લોર પર પોતાને માથાના વાળની જેમ વાળી દેતી અને ત્યાં હાજર અન્ય છોકરીઓ એકબીજાને ઘેરીને પોતાનો અને અન્ય છોકરીઓનો બચાવ કરતી હતી.’’
નાદિયાએ આઇએસની નીતિનો ખુલાસો કરતા જણાવ્યું હતું કે, ‘‘ઇરાકના ઉત્તરી ભાગમાં સિંઝરમાં યઝીદી છોકરીઓને સેક્સ વર્કર બનાવા આઇએસનો કોઇ તાત્કાલીક લેવાયો નિર્ણય ન હતો. તેના માટે તેઓએ પહેલાથી જ પ્લાનિંગ કરી લીધું હતું. તેઓ યઝીદીના ઘરમાં ઘૂસ્તા અને ત્યાંથી કોઇપણ છોકરીઓને ઉઠાવીને તેઓની દાસી બનાવી દેતા હતા. આ છોકરીઓ માટે તેઓ સબાયા શબ્દનો ઉપયોગ કરતા હતા. તેઓ તેમના મનપસંદ સૈનિકને આ છોકરીઓ ઓફર કરતા હતા. માત્ર એટલું જ નહીં, આઇએસએ તેમની મેગેઝીંનમાં આ વાતનો પ્રચાર કરી નવા લોકોની ભરતી કરવા માટે ઉપયોગ કરતા હતા. તેમનો હેતુ નવા લોકોને આ લાલચ આપી તેમની સાથે જોડવાનો હતો.’’
ભયાનક દેખાતા આતંકીની જગ્યાએ બીજા સાથે જવા માટે કર્યો આગ્રહ
ત્યાં જે આતંકીને જે છોકરી પસંદ આવતી તેનું નામ રજિસ્ટરમાં લખતું અને તેની સાથે તે આતંકીનું નામ પણ લખવામાં આવતું હતું. નાદિયાએ જણાવતા કહ્યું કે, આઇએસના આ બજારમાં એકવાર તેને લાગ્યું કે ત્યાંના સૌથી ભયાનક દેખાતા આતંકી સાલવાનની સાથે જવું પડશે. નાદિયાના જણાવ્યા અનુસાર, તે આતંકી સાધારણ લોકોની જેમ દેખાતો ન હતો, તે રાક્ષસ જેવો દેખાતો હતો. તેની સાથે જવાની વાતથી તે ડરી ગઇ હતી. કોઇ છોકરી તેનાથી પોતાનો બચાવ પણ કરી શકતી ન હતી. એવામાં તેની સાથે જવાનો અર્થ એટલે કે, મોતના મોઢામાં જવા જેવો હતો. નાદિયાએ એક અન્ય આતંકીના પગ પકડી લીધા હતા અને તે રાક્ષસથી બચાવવા માટે કહ્યું હતું. તે આતંકીએ સાલવાનને કહ્યું કે, આ છોકરી તારી સાથે નહીં અન્ય સાથે જશે. આ છોકરી નાની છે. ત્યારબાદ તે નાદિયાને રજિસ્ટર પાસે લઇ ગયો. રજિસ્ટરમાં નામ પુછવા પર જોયું તો ખબર પડી કે નાદિયાની સાથે સાલવાન નહીં પરંતુ અન્ય આતંકીનું નામ લખ્યું હતું.
નાદિયા ઘણા દિવસો સુધી આઇએસઆઇએસના કેદમાં રહી હતી. 2015માં તેણે પ્રથમ વખત સંયુક્ત રાષ્ટ્રના મંચ પર પોતાની સ્ટોરી દુનિયાને જણાવી હતી. તેણે કહ્યું હતું કે, આ સ્ટોરી મારી પાસે તે લોકોની સામે સૌથી મોટું હથિયાર છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે