Home> World
Advertisement
Prev
Next

ભગવાન ના કરે કે આવું દુર્ભાગ્ય કોઈને મળે, વીડિયો જોયા પછી તમે પણ કહેશો - સાચી વાત

તમે વીડિયો જોશો તો ખબર પડશે કે એક માણસની તદ્દન નવી નકોર કાર અકસ્માતમાં રોડ પર પલટી ગઈ હતી. તે ખુશ હતો કે તેનો જીવ બચી ગયો અને કારને પણ વધારે નુકસાન ન થયું એટલે કે તે મોટી મુશ્કેલીમાંથી બચી ગયો.

ભગવાન ના કરે કે આવું દુર્ભાગ્ય કોઈને મળે, વીડિયો જોયા પછી તમે પણ કહેશો - સાચી વાત

નવી દિલ્હી: 'આસમાન સે ગિરે ઔર ખજૂર મેં અટકે' મિત્રો, તમે બધાએ આ કહેવત ક્યારેકને ક્યારેક તો સાંભળી જ હશે. એટલે કે એક મુશ્કેલી ટાળવાનો પ્રયત્ન કર્યો પણ બીજી મુસીબત ભેટી પડી. હવે જો તમારે આનું સચોટ ઉદાહરણ જોવું હોય, તો આજે અમે તમને તેનું એક સચોટ ઉદાહરણ બતાવી શકીએ છીએ. હકીકતમાં આ વીડિયો જે વાયરલ કરવામાં આવ્યો છે, તે એક ટ્વિટર યુઝર @JoshWarburton2 દ્વારા રવિવારે શેર કરવામાં આવ્યો છે.

fallbacks

આ અકસ્માતમાં કાર પલટી ગઈ, પરંતુ પછી બન્યું કંઈક આવું
તમે વીડિયો જોશો તો ખબર પડશે કે એક માણસની તદ્દન નવી નકોર કાર અકસ્માતમાં રોડ પર પલટી ગઈ હતી. તે ખુશ હતો કે તેનો જીવ બચી ગયો અને કારને પણ વધારે નુકસાન ન થયું એટલે કે તે મોટી મુશ્કેલીમાંથી બચી ગયો. પરંતુ તેને ક્યાં ખબર હતી કે એક મોટી મુશ્કેલી તેની રાહ જોઈ રહી છે. પહેલા તો તે જાતે જ તેની કારને કોઈ પણ રીતે સીધી કરવાનો પ્રયાસ કરે છે પરંતુ કોઈ પણ રીતે તેની કાર સીધી કરી શકતો નથી, આખરે તે કંટાળીને હારીને તેણે ક્રેન મંગાવી જેથી કાર સુરક્ષિત રીતે સીધી ઊભી કરી શકે.

કમનસીબે કાર ખીણમાં પડી 
પણ આપણી કહેવતમાં જે કહેવાયું છે તે જ બન્યું. ક્રેને તેની કારને સહી સલામત રીતે ઉભી કરી નાંખી હતી, પરંતુ અકસ્માત સમયે હેન્ડબ્રેક કારમાં લગાવવામાં આવી નહતી અને કોઈ કારણોસર કાર ગિયરમાં પણ ન હતી. કારના ચાલકે આ બાબત પર ધ્યાન આપ્યું ન હતું અને કાર સીધી થતાં જ તે બાજુની ખીણ તરફના ઢોળાવ પર સરકી હતી અને કોઈ કંઈ કરે તે પહેલા જ ખાડામાં પડી ગઈ હતી.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More