Home> World
Advertisement
Prev
Next

મિશન પર NASA અને યૂરોપિયન સ્પેસ એજન્સીનું સોલર ઓર્બિટર, પ્રથમવાર સૂર્યના ધ્રુવોની લેશે તસવીર


યૂરોપિયન સ્પેસ એજન્સી (ESA) અને અમેરિકી અંતરિક્ષ એજન્સી (NASA)નું સોલર ઓર્બિટર સ્પેસક્રાફ્ટ પોતાના ઐતિહાસિક મિશન હેઠળ સોમવારે અવકાશમાં પ્રવેશી ચુક્યું છે. આ મહત્વાકાંક્ષી મિશનનો ઉદ્દેશ્ય પ્રથમવાર સૂર્યના ધ્રુવોની તસવીર લેવાનો છે.

 મિશન પર  NASA અને યૂરોપિયન સ્પેસ એજન્સીનું સોલર ઓર્બિટર, પ્રથમવાર સૂર્યના ધ્રુવોની લેશે તસવીર

વોશિંગટનઃ યૂરોપિયન સ્પેસ એજન્સી (ESA) અને અમેરિકી અંતરિક્ષ એજન્સી (NASA)નું સોલર ઓર્બિટર સ્પેસક્રાફ્ટ પોતાના ઐતિહાસિક મિશન હેઠળ સોમવારે અવકાશમાં પ્રવેશી ચુક્યું છે. આ મહત્વાકાંક્ષી મિશનનો ઉદ્દેશ્ય પ્રથમવાર સૂર્યના ધ્રુવોની તસવીર લેવાનો છે. નાસાએ એક નિવેદનમાં જણાવ્યું છે 1.5 અબજ ડોલરના ખર્ચ વાળા આ સ્પેસક્રાફ્ટને ફ્લોરિડાના કેપ કેનવરલ એર ફોર્સ સ્ટેશનથી યૂનાઇટેડ લોન્ચ અલાયન્સ અટલસ 5 રોકેટથી લોન્ચ કરવામાં આવ્યો છે. 

fallbacks

સ્થાનીય સમયાનુસાર સોલર ઓર્બિટરને રવિવારે લોન્ચ કરવામાં આવ્યો હતો. તે 7 વર્ષમાં કુલ 4 કરોડ 18 લાખ કિલોમીટરનું અંતર કાપશે.  NASAએ નિવેદનમાં કહ્યું છે કે સોમવારે સવારે જર્મની સ્થિત યૂરોપિયન સ્પેસ ઓપરેશન્સ સેન્ટરને સ્પેસક્રાફ્ટથઈ સિગ્નલ મળ્યા જે તે વાતનો સંકેત છે કે તેના પર લાગેલ સોલર પેનલ સફળતાપૂર્વક તૈનાત થઈ ગઈ છે. લોન્ચ બાદ પ્રથમ બે દિવસમાં સોલર ઓર્બિટર પોતાના તમામ ઉપકરણો અને એન્ટિનાને તૈનાત કરશે જે ધરતી સુધી સંદેશ મોકલશે અને વૈજ્ઞાનિકો ડેટા એકત્ર કરશે. 

ESA અને NASAએ આ પહેલા 1990માં યૂલિસેસ મિશન લોન્ચ કર્યું હતું, જેમાં વૈજ્ઞાનિકોને સૂર્યની ચારેબાજીના મહત્વના ક્ષેત્રને પ્રથમવાર માપવામાં મદદ મળી હતી. યૂલિસેસની સાથે કેમેરો નહતો ગયો પરંતુ સોલર ઓર્બિટર પર કેમેરા લાગેલા છે જે સૂર્યના ધ્રુવોની પ્રથમ તસવીર ઉપલબ્ધ કરાવશે. નાસાએ કહ્યું કે, તે ખૂબ મહત્વપૂર્ણ માહિતી સાબિત થશે અને તેનાથી વૈજ્ઞાનિક સૂર્યના ચુંબકીય ક્ષેત્ર વિશે વધુ જાણકારી મેળવી શકશે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

વાંચો વિશ્વના અન્ય સમાચાર

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More