Home> World
Advertisement
Prev
Next

Space Hotel:હવે યુરોપ કે અમેરિકા નહી, અવકાશમાં માણો વેકેશન; શરૂ થશે પ્રથમ સ્પેસ હોટલ

Space Hotel: અવકાશ ક્ષેત્રમાં સતત નવી શોધો થઈ રહી છે. ઘણી કંપનીઓ લોકોને અવકાશમાં મોકલવાનું કામ કરી રહી છે.
 

Space Hotel:હવે યુરોપ કે અમેરિકા નહી, અવકાશમાં માણો વેકેશન; શરૂ થશે પ્રથમ સ્પેસ હોટલ

Hotel in Space and Features: તમને જણાવી દઇએ કે ટૂરિઝમ હવે પહેલાં કરતાં ઘણુ વધી ગયું છે. ગત એક વર્ષમાં આ સેક્ટરમાં ઘણા મોટા ખેલાડી આવ્યા છે. વર્જિનના સંસ્થાપક રિચર્ડ બ્રેનસને પોતાની કંપની વર્જિન ગેલેક્ટિક સાથે સબઓર્બિટલ સ્પેસમાં ખૂબ ધમાકો કર્યો છે. તો બીજી તરફ સ્ટાર ટ્રેક અભિનેતા વિલિયમ શૈટનર બ્લૂ અંતરિક્ષમાં સૌથી ઉંમરલાયક બની ગયા છે. પરંતુ હજુ પણ ફક્ત રજાઓ માણવા અને ફરવા માટે જવું થોડું મુશ્કેલ લાગી રહ્યું છે. 

fallbacks

અત્યાર સુધી તમે ધરતી પર શાનદાર વ્યૂ વાળા ઘણી 5 સ્ટાર અને 7 સ્ટાર હોટલ જોઇ હશે, પરંતુ તમે વિચાર્યું છે કે એક એવી પણ હોટલ હોઇ શકે છે જે ધરતી પર નહી, પરંતુ સૌરમંડળના દ્રશ્યોથી ઘેરાયેલી હોય. આ હોટલ ધરતી પર નહી પરંતુ અંતરિક્ષ પર હોય, તમે કદાચ વધુ રોમાંચિત થઇ જશો, તમને સાંભળીને વિચિત્ર લાગશે, પરંતુ સ્પેસ કંપની ઓર્બિટલ અસેંબલી આ હોટલ પર કામ કરી રહી છે. યૂએસ બેસ્ડ આ કંપનીએ પોતાના સ્પેસ હોટલને લઇને ઘણી જાણકારીઓ શેર કરી છે. જેના પર તે 2019 થી કામ કરી રહી છે. 

આ પણ વાંચો
વિકાસ તો માત્ર મોંઘવારીનો જ થયો, રોજ વપરાતી વસ્તુઓના આટલા વધ્યા ભાવ
મેષ રાશિમાં 12 વર્ષ બાદ ગુરૂનું ગોચર, ચતુર્ગ્રહી યોગથી ચમકી જશે આ જાતકોનું ભાગ્ય
આજે તમારું ભાગ્ય સાથ આપશે કે નહિ, આજનો દિવસ કેવો જશે તે જાણીને બીજા કામ કરજો

મૂળરૂપથી કેલિફોર્નિયાની કંપની ગેટવે ફાઉન્ડેશન દ્રારા આ હોટલની ડિઝાઇન અને ખાસિયતને તાજેતરમાં જ ફીચર કરવામાં આવી. આ પ્રોજેક્ટની દેખરેખ હવે ઓર્બિટલ અસેંબલી કોર્પોરેશન કરી રહી છે. રિપોર્ટ અનુસાર ઓર્બિટલ અસેંબલી હવે ટૂરિસ્ટ માટે એક નહી પરંતુ 2 અંતરિક્ષ સ્ટેશનોને લોન્ચ કરવાની તૈયારીમાં છે. વાયેજર સ્ટેશનમાં હવે 400 લોકોને રોકાવવાની ક્ષમતા હશે. તેને 2027 માં શરૂ કરવાનો ટાર્ગેટ છે. તો નવા સ્ટેશનનું નામ પાયનિયર સ્ટેશન રાખવામાં આવ્યું છે અને તેમાં 28 લોકો આવી શકે છે. આ આગામી ત્રણ વર્ષમાં એટલે કે 2025 માં શરૂ કરવાનો ટાર્ગેટ છે. 

ઓર્બિટલ અસેંબલીના મુખ્ય સંચાલન અધિકારી ટીમ અલાતોરેને લાગે છે કે અંતરિક્ષ પર્યટન શરૂ થતાં જ અડચણ પણ દૂર થઇ જશે. લોકોનું વલણ તેમના પ્રત્યે વધશે અને તેને યૂઝ કરનારાઓની સંખ્યા પણ વધશે. તેમણે જણાવ્યું કે અમારો ટાર્ગેટ હંમેશા અંતરિક્ષ પર મોટી માત્રામાં લાકોને રહેવા, કામ કરવા અને તેમના ફરવાની સંભાવના બનાવવા પર રહ્યો છે. ફરવા ઉપરાંત અમે લોકો અંતરિક્ષ સ્ટેશન પર ઓફિસ અને રહેવાની જગ્યા પર કામ કરી રહ્યા છે. ઘર અને ઓફિસ ભાડા પર ઉપલબ્ધ છે.

આ પણ વાંચો
વડોદરામાં પથ્થરમારાની ઘટના બાદ પોલીસ એક્શનમાં, 3 PIની બદલી, SITની તપાસનો ધમધમાટ શરૂ
મોરબીમાં ઝૂલતા પુલના રિનોવેશન કામમાં જયસુખ પટેલે ધ્યાન આપ્યું નથી,જામીન અરજી નામંજૂર
ગુજરાતીઓ ફરી સાવધાન રહેજો! બકરું કાઢતા ઉંટ ના પેસે, જાણો આજે શું છે કોરોનાની સ્થિતિ?
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ
 : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More