Home> World
Advertisement
Prev
Next

Space Junk: વૈજ્ઞાનિકોની ચેતવણી, પૃથ્વીની આસપાસ શનિ જેવી રિંગ બનાવવી પડશે નહીં તો આવનારા દિવસોમાં...

અમેરિકાના યૂટા વિશ્વવિદ્યાલયના સંશોધનકારોએ જણાવ્યું હતું કે અંતરિક્ષમાં એટલો કચરો ભરેલો છે કે આપણે ચુંબક ટેક્નોલોજીનો ઉપયોગ કરીને પૃથ્વીની આસપાસ શનિ જેવી રિંગ બનાવવી પડશે.

Space Junk: વૈજ્ઞાનિકોની ચેતવણી, પૃથ્વીની આસપાસ શનિ જેવી રિંગ બનાવવી પડશે નહીં તો આવનારા દિવસોમાં...

વૉશિંગટન: અંતરિક્ષમાં સેટેલાઈટ દ્વારા વધતા કચરાના કારણે વૈજ્ઞાનિકોની ચિંતા વધારી દીધી છે. વૈજ્ઞાનિકોએ ચેતવણી આપી છે કે અંતરિક્ષ કચરાના કારણે પૃથ્વીની ચારેબાજુ શનિ જેવા વલયો બની શકે છે.

fallbacks

ધરતીની ચારે બાજુ શનિ જેવા વલયો
અમેરિકાના યૂટા વિશ્વવિદ્યાલયના સંશોધનકારોએ જણાવ્યું હતું કે અંતરિક્ષમાં એટલો કચરો ભરેલો છે કે આપણે ચુંબક ટેક્નોલોજીનો ઉપયોગ કરીને પૃથ્વીની આસપાસ શનિ જેવી રિંગ બનાવવી પડશે.

ઉપગ્રહ સાથે અથડાવાનો ભય
જો પૃથ્વીની આસપાસ શનિની જેમ રિંગ બનાવવામાં નહીં આવે તો અવકાશમાં સતત વધી રહેલા કાટમાળને કારણે અન્ય અવકાશયાન અને ઉપગ્રહો સાથે અથડાવાનું જોખમ વધી જશે. આમાંના કેટલાક ટુકડાઓ બુલેટ કરતાં વધુ ઝડપે ઉપગ્રહને અથડાઈ શકે છે.

રાત્રિના 3 થી 4 વાગ્યાનો સમય હોય છે 'મૃત્યુનો સમય'?, જાણો આ રહસ્યનું સત્ય

સંશોધકોના જણાવ્યા અનુસાર, અવકાશમાં કાટમાળના 17 લાખથી વધુ ટુકડા તરતા રહે છે. આમાં કુદરતી ઉલ્કાઓ, કૃત્રિમ વસ્તુઓના તૂટેલા ટુકડા અને નિષ્ક્રિય ઉપગ્રહોનો સમાવેશ થાય છે.

અવકાશ મિશન માટે મોટું સંકટ
અવકાશનો કાટમાળ સ્પેસ મિશન માટે મોટી સમસ્યા ઊભી કરી શકે છે. છેલ્લા એક દાયકામાં અવકાશના કાટમાળમાં 7,500 મેટ્રિક ટનનો વધારો થયો છે. આનાથી અવકાશયાત્રીઓ, આંતરરાષ્ટ્રીય સ્પેશ સ્ટેશન અને પૃથ્વીની પરિક્રમા કરતા સેંકડો ઉપગ્રહોની સલામતી સામે ગંભીર ખતરો છે.

છેલ્લા 60 વર્ષોમાં વિવિધ દેશોની અવકાશ પ્રવૃત્તિઓમાં વધારો થયો છે અને તેની સાથે પૃથ્વી પર પહોંચતો કચરો પણ વધી રહ્યો છે. જુલાઈ 2016માં 17,852 કૃત્રિમ વસ્તુઓ અવકાશમાં નોંધવામાં આવી હતી, જેમાં 1419 કૃત્રિમ ઉપગ્રહોનો સમાવેશ થાય છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More