Home> World
Advertisement
Prev
Next

US રાષ્ટ્રપતિ જો બાઈડેનની જાહેરાત- યુક્રેનમાં સેના ઉતારીશું નહીં, પરંતુ રશિયાને પોતાનું ધાર્યું નહીં કરવા દઈએ

Russia ukraine war: રશિયા-યુક્રેન યુદ્ધ વચ્ચે અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડેને આજે અમેરિકી સંસદને સંબોધન કરતા કહ્યું કે અમેરિકાની સેના રશિયા સાથે યુદ્ધમાં ઉતરશે નહીં. પરંતુ રશિયાને તેની મનમાની કરવા દેવામાં નહીં આવે.

US રાષ્ટ્રપતિ જો બાઈડેનની જાહેરાત- યુક્રેનમાં સેના ઉતારીશું નહીં, પરંતુ રશિયાને પોતાનું ધાર્યું નહીં કરવા દઈએ

Russia ukraine war: રશિયા-યુક્રેન યુદ્ધ વચ્ચે અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડેને આજે અમેરિકી સંસદને સંબોધન કરતા કહ્યું કે અમેરિકાની સેના રશિયા સાથે યુદ્ધમાં ઉતરશે નહીં. પરંતુ રશિયાને તેની મનમાની કરવા દેવામાં નહીં આવે. તેમણે કહ્યું કે અમેરિકા રશિયા પર આર્થિક પ્રતિબંધ લગાવી રહ્યું છે. અમે રશિયાના જૂઠ્ઠાણાનો સત્ય સાથે મુકાબલો કર્યો છે. બાઈડેને કહ્યું કે રશિયાએ યુક્રેનમાં જંગ છેડીને મોટી ભૂલ કરી નાખી છે. અત્રે જણાવવાનું કે બાઈડેનનું આ પહેલું State of the Union address છે. બાઈડેનના સંબોધન વખતે યુક્રેની રાજદૂત પણ ત્યાં હાજર રહ્યા. 

fallbacks

રશિયાએ કિંમત ચૂકવવી પડશે
બાઈડેને કહ્યું કે પુતિન હાલ દુનિયાથી એટલા અલગ થલગ થઈ ગયા છે જેટલા તેઓ પહેલા ક્યારેય થયા નહતા. અમે રશિયા પર પ્રતિબંધ લગાવી રહ્યા છીએ અને રશિયાની આર્થિક વ્યવસ્થા તબાહ છે. તેમણે કહ્યું કે યુરોપિયન યુનિયનના લગભગ 27 દેશો હાલ યુક્રેન સાથે છે અને અમે યુક્રેનને 1 અબજની મદદ કરીશું. રશિયાએ દુનિયાના પાયા હચમચાવવાની કોશિશ કરી છે અને રશિયાએ તેની કિંમત ચૂકવવી પડશે. આ જંગ લોકતંત્ર વિરુદ્ધ તાનાશાહીની છે અને તાનાશાહોએ હંમેશા કિંમત ચૂકવવી પડે છે. તેમણે કહ્યું કે રશિયન શેર બજારમાં 40 ટકાનો ઘટાડો છે. તેમની અર્થવ્યવસ્થા ચોપટ થઈ જશે. અમેરિકા યુરોપીયન સંઘ સાથે મળીને કામ કરે છે. તેમાં યુરોપીયન સહયોગીઓનો સાથ આપીને રશિયામાં શાસન કરનારા લોકોની બોટ્સ, લક્ઝરી એપાર્ટમેન્ટ્સ, તેમના ખાનગી જેટ વિમાનોને જપ્ત કરવામાં આવી રહ્યા છે. 

તેમણે કહ્યું કે જ્યારે તેનો ઈતિહાસ લખાશે ત્યારે પુતિન દ્વારા યુક્રેન પર છેડાયેલી જંગના કારણે રશિયાને નબળું અને દુનિયાના બાકીના દેશોને શક્તિશાળી ગણવામાં આવશે. બાઈડેને કહ્યું કે પુતિન યુદ્ધ ક્ષેત્રમાં જરૂર આગળ હશે પરંતુ તેના માટે તેમણે ઊંચી કિંમત ચૂકવવી પડશે. આ અગાઉ બાઈડેને યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમિર જેલેન્સ્કી સાથે વાત કરી હતી. જેમાં જેલેન્સ્કીએ બાઈડેનને કહ્યું હતું કે રશિયાને જલદી રોકવું જોઈએ. 

રશિયન વિમાનો માટે એરસ્પેસ બંધ
પોતાના સંબોધનમાં જો બાઈડેને કહ્યું કે સંકટની આ ઘડીમાં અમે યુક્રેન સાથે છીએ. અમે રશિયન વિમાનો માટે અમેરિકાનો એરસ્પેસ બંધ કર્યો છે. અમે નાટોની એક એક ઈંચ જમીનની રક્ષા કરીશું. તેમણે વધુમાં કહ્યું કે રશિયા જે પ્રકારે યુક્રેન પર હુમલા કરી રહ્યું છે તે વિશ્વ શાંતિ માટે જોખમ છે. મોસ્કોએ કોઈ પણ ઉશ્કેરણી વગર યુક્રેન પર હુમલો કર્યો છે. 

NATO દેશોની રક્ષા માટે પ્રતિબદ્ધ
જો બાઈડેને કહ્યું કે તાનાશાહોએ હંમેશા કિંમત ચૂકવવી પડે છે અને હવે તાનાશાહને તેના કર્યાની સજા આપવી ખુબ જરૂરી છે. તેમણે વધુમાં કહ્યું કે અમેરિકા અને અમારા સહયોગી અમારી સામૂહિક શક્તિ સાથે નાટોની એક એક ઈંચ જમીનની રક્ષા કરશે. 

રશિયા સાથે ભીડશે નહીં અમેરિકી સેના
બાઈડેને આજે અમેરિકી સંસદને સંબોધન કરતા કહ્યું કે  વ્લાદિમિર પુતિનને લાગતું હતું કે પશ્ચિમી દેશ અને નાટો કોઈ પ્રતિક્રિયા નહીં આપે. તેઓ યુરોપના ભાગલા પાડવા માંગતા હતા. અમે એક સાથે છીએ અને એક સાથે રહીશું. યુક્રેને રશિયાના જૂઠ્ઠાણાનો મુકાબલો સચ્ચાઈ સાથે કર્યો. બાઈડેને કહ્યું કે અમેરિકાની સેના રશિયા સાથે ભીડશે નહીં. પરંતુ રશિયાને મનમાની કરવા દેવામાં નહીં આવે. તેમણે એમ પણ કહ્યું કે અમે રશિયા પર કડક પ્રતિબંધો લગાવવાની સાથે સાથે યુક્રેનને એક અબજ ડોલરની મદદ પણ કરીશું. 

વિશ્વના વધુ સમાચાર વાંચવા માટે કરો ક્લિક...

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More