અંકારા: તુર્કીમાં એક અજીબોગરીબ બકરી પેદા થઈ છે. જેની આંખો ખોપડીની બરાબર વચ્ચે છે. આ અજીબોગરીબ બકરીને જોઈને તેનો માલિક પણ સ્તબ્ધ થઈ ગયો. બકરીના માલિકે કહ્યું કે છેલ્લા 25 વર્ષથી તે પશુઓનો ઉછેર કરે છે પરંતુ ક્યારેય આવું જાનવર જોયું નથી. જેની આંખો માથાની બરાબર વચ્ચે હોય.
અજીબોગરીબ બકરી
ડેઈલી સ્ટારમાં છપાયેલા અહેવાલ મુજબ બકરી પાળનારાએ જણાવ્યું કે જ્યારે તેને ખબર પડી કે એક બકરી પેદા થઈ છે તો તે ત્યાં ગયો પરંતુ તે બકરીને જોઈને ચોંકી ગયો. બકરીની આંખો ખોપડીની બિલકુલ વચ્ચે હતી. તેણે જણાવ્યું કે બકરીને જોઈને તેને લાગ્યું કે તે જાણે Cyclops જોઈ રહ્યો છે જેને ગ્રીકની પૌરણીક કથાઓમાં એક ભયાનક જાનવર ગણાવવામાં આવ્યું છે.
કેનેડા: રસીકરણના વિરોધમાં ટ્રક ડ્રાઈવરોનો જબરદસ્ત હંગામો, આ શહેરમાં લાગી કટોકટી
બકરીના માલિકે હાથ ઊંચા કરી દીધા
બકરી પાળનારાએ જણાવ્યું કે જે પણ આ અજીબોગરીબ બકરીને જુએ છે તે ચોંકી જાય છે. તેણે કહ્યું કે આ અજીબોગરીબ બકરીને તે પાળી શકે તેમ નથી. તે ઈચ્છે છે કે અધિકારી આ બકરીને લઈ જાય અને તેનો ઉછેર કરે.
શું કહે છે વિજ્ઞાન?
હતાય મુસ્તફા કમાલ યુનિવર્સિટીના પ્રોફેસર અહેમદે કહ્યું કે Cebocephaly ના કારણે બકરીની ખોપડીમાં આંખો બરાબર વચ્ચે છે. ચિકિત્સા વિસંગતિના કારણે તેની બે આંખો બિલકુલ એકમાં જ ભળી ગઈ છે.
યુએનના આ એક રિપોર્ટથી ખળભળાટ, અમેરિકા સહિત અનેક દેશો થયા ચિંતાતૂર
તેમણે કહ્યું કે Cebocephaly માં પ્રત્યેક આંખ અલગ અલગ કક્ષીય સોકેટમાં નથી હોતી. આવા કેસમાં નાકમાં પણ એક ફેરફાર થાય છે. નાક ચપટું હોય છે અને નાકના કાણા એક જ હોય છે. તેમાં કાન પણ અન્ય જાનવરોની જેમ સામાન્ય હોતા નથી. આ ઉપરાંત નીચલું જડબુ સામાન્ય કરતા મોટું હોય છે. Cebocephaly ની ચિકિત્સા વિસંગતિ માણસો અને જાનવરો બંનેમાં હોઈ શકે છે.
વિશ્વના વધુ સમાચાર વાંચવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે