Home> World
Advertisement
Prev
Next

Sri Lanka Protest: 'લંકા દહન' વચ્ચે જોવા મળ્યો ગજબનો નજારો, કપલે ખુલ્લેઆમ કરી Kiss; તસવીર વાયરલ

Sri Lanka Crisis: શ્રીલંકામાં ચાલી રહેલા રાજકીય સંકટ વચ્ચે પ્રદર્શનકારીઓએ પીએમ આવાસ બહાર ભારે હંગામો જોવા મળી રહ્યો છે. ત્યારે આ હંગામા વચ્ચે એક કપલ એકબીજાને કિસ કરતા જોવા મળ્યા. આ કપલની તસવીર સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહી છે.

Sri Lanka Protest: 'લંકા દહન' વચ્ચે જોવા મળ્યો ગજબનો નજારો, કપલે ખુલ્લેઆમ કરી Kiss; તસવીર વાયરલ

Sri Lanka Crisis: શ્રીલંકામાં ચાલી રહેલા રાજકીય સંકટ વચ્ચે રાષ્ટ્રપતિ ગોટાબાયા રાજપક્ષે દેશ છોડી માલદીવ ભાગી ગયા. ત્યારબાદ પ્રધાનમંત્રી રાનિલ વિક્રમસિંઘેને કાર્યકારી રાષ્ટ્રપતિ બનાવવામાં આવ્યા. જે બાદ શ્રીલંકામાં રાજકીય સંકટ વધુ વધી ગયો. દેશભરમાં પ્રદર્શન થઈ રહ્યા છે. સ્થિતિ વણસતી જોઈ શ્રીલંકામાં ઇમરજન્સીની જાહેરાત કરવી પડી. આ વચ્ચે એક તસવીર સોશિયલ મીડિયા પર ખુબ જ વાયરલ થઈ રહી છે. જેમાં એક કપલ કિસ કરતું જોવા મળી રહ્યું છે.

fallbacks

સોશિયલ મીડિયા પર વાયરલ થઈ તસવીર
ન્યૂઝવાયરે આ તસવીરને ટ્વિટર પર શેર કરી છે. આ તસવીરને શેર કરવાની સાથે કેપ્શનમાં લખ્યું- કપલ્સ ગોલ્સ! એક કપલને સરકાર વિરોધી પ્રદર્શનો વચ્ચે એકબીજાને પ્રેમ કરતા જોવામાં આવ્યા, જેના કારણે કોલંબોમાં પ્રધાનમંત્રી કાર્યાલયનો કબજો લેવામાં આવ્યો હતો.

સંસદના સ્પીકરને નવી સરકાર પસંદ કરવા માટે અપીલ
તમને જણાવી દઈએ કે, શ્રીલંકામાં ચાલી રહેલા સંકટ વચ્ચે કાર્યકારી રાષ્ટ્રપતિ અને પ્રધાનમંત્રી રાનિલ વિક્રમસિંઘેએ બુધવારના સંસદ અધ્યક્ષ મહિંદા યાપા અભયવર્ધનેને એવા પ્રધાનમંત્રી પસંદ કરવા માટે કહેવામાં આવ્યું જે સરકાર અને વિપક્ષ બંનેને સ્વીકાર્ય હોય. પ્રધાનમંત્રી કાર્યાલય દ્વારા જાહેર એક નિવેદન અનુસાર વિક્રમસિંઘે તેમના કાર્યાલયમાં કેબિનેટ સભ્યો સાથે બેઠક કરી. તેમાં કહેવામાં આવ્યું છે કે બેઠકમાં સામેલ તમામ મંત્રીઓનો અભિપ્રાય હતો કે જેવી જ સર્વપક્ષીય સરકાર બનાવવાની સમજૂતી થાય છે, તે લોકો નવી સરકારને જવાબદારી સોંપી દેશે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More