Home> World
Advertisement
Prev
Next

અમેરિકામાં હિન્દુઓનું અપમાન : સ્વામીનારાયણ મંદિરમાં તોડફોડ, ભગવાનના ચહેરાને કાળો કરાયો

 અમેરિકાના કેંટુકી રાજ્યમાં ધૃણા અપરાધ અંતર્ગત એક હિન્દુ મંદિરમાં તોડફોડ કરવામાં આવી છે. તેમજ સ્વામીનારાયણ ભગવાનના ચહેરા પર કાળો કલર ફેંકવામાં આવ્યો છે. 

અમેરિકામાં હિન્દુઓનું અપમાન : સ્વામીનારાયણ મંદિરમાં તોડફોડ, ભગવાનના ચહેરાને કાળો કરાયો

અમેરિકા : અમેરિકાના કેંટુકી રાજ્યમાં ધૃણા અપરાધ અંતર્ગત એક હિન્દુ મંદિરમાં તોડફોડ કરવામાં આવી છે. તેમજ સ્વામીનારાયણ ભગવાનના ચહેરા પર કાળો કલર ફેંકવામાં આવ્યો છે. લૂઈસવિલે શહેરમાં આવેલ સ્વામીનારાયણ મંદિરમાં રવિવારા રાતથી મંગળવારની વચ્ચે આ ઘટના બની હતી. સ્થાનિક મીડિયામાંથી મળેલી માહિતી અનુસાર, તોડફોડમાં ભગવાનના ચહેરા પર કાળુ પેઈન્ટ છાંટવામાં આવ્યું હતું. બારીઓ તોડી દેવામાં આવી હતી, દિવાલો પર ખોટા સંદેશ ચિત્ર બનાવાયા હતા. ખુરશીઓની સીટ ચાકૂથી ફાડી દેવાઈ હતી, અને તિજોરીઓ પણ ખાલી પડી હતી.

fallbacks

fallbacks

કેંટુકીના લૂઈસવિલેમાં રહેનાર ભારતીય સમુદાય આ ઘટનાથી રોષમાં આવ્યો છે. અધિકારીઓ આ મામલે ધૃણા અપરાધ માનીને તેની તપાસ કરી રહ્યાં છે. ઘટનાની નિંદા કરતા લૂઈસવિલેના મેયર ગ્રેગ ફિશરે શહેરના લોકોને આવા ધૃણા અપરાધની વિરુદ્ધ ઉભા રહેવાની અપીલ કરી છે. તેમણે સ્થળની મુલાકાત લઈને કહ્યું કે, જ્યારે અમે ધૃણા કે કટ્ટરપંથ જોઈશું, તેની વિરુદ્ધ ઉભા રહીશું. 

fallbacks

તેમણે કહ્યું કે, આ મંદિરમાં તોડફોડ આ વાતનું ઉદાહરણ છે કે, આપણે એક શહેર અને એક રાષ્ટ્રના રૂપમાં એકબીજાના આદર્શોને લઈને કામ કરવાની આવશ્યકતા છે. આ મામલે સ્વામીનારાયણ મંદિરના રાજ પટેલે જણાવ્યું કે, તમે ભલે કોઈ પણ ધર્મના હોવ, પણ આવું કરવું નિંદનીય છે. અમે અહીં પૂજા કરવા આવીએ છીએ. 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More