Home> World
Advertisement
Prev
Next

અસદ રશિયા ભાગતા જ અમેરિકાએ સીરિયા પર બોમ્બ વરસાવવાના શરૂ કર્યા, ISIS ના 75 ઠેકાણાને બનાવ્યા ટાર્ગેટ

સીરિયામાં રવિવારે થયેલા તખ્તાપલટે માત્ર સિરીયાના રાષ્ટ્રપતિ-પ્રધાનમંત્રીને ઠેબા ખાતા કરી નાખ્યા એવું નથી પરંતુ અનેક દેશોનું ટેન્શન પણ વધારી દીધું છે. સિરીયાના રાજધાની સહિત તમામ પ્રમુખ શહેરો અને અનેક ભાગોમાં જેહાદી બળવાખોરો તોપો પર ફરી રહ્યા છે. ફાયરિંગ ચાલુ છે. વિદ્રોહીઓ જીત અને આઝાદીનો જશ્ન મનાવી રહ્યા છે. ત્યાંના વાતાવરણમાં દારૂગોળો ગંધાય છે અને હવે તેમાં અમેરિકાનો પણ હાથ છે.

અસદ રશિયા ભાગતા જ અમેરિકાએ સીરિયા પર બોમ્બ વરસાવવાના શરૂ કર્યા, ISIS ના 75 ઠેકાણાને બનાવ્યા ટાર્ગેટ

સીરિયામાં રવિવારે થયેલા તખ્તાપલટે માત્ર સિરીયાના રાષ્ટ્રપતિ-પ્રધાનમંત્રીને ઠેબા ખાતા કરી નાખ્યા એવું નથી પરંતુ અનેક દેશોનું ટેન્શન પણ વધારી દીધું છે. સિરીયાના રાજધાની સહિત તમામ પ્રમુખ શહેરો અને અનેક ભાગોમાં જેહાદી બળવાખોરો તોપો પર ફરી રહ્યા છે. ફાયરિંગ ચાલુ છે. વિદ્રોહીઓ જીત અને આઝાદીનો જશ્ન મનાવી રહ્યા છે. ત્યાંના વાતાવરણમાં દારૂગોળો ગંધાય છે અને હવે તેમાં અમેરિકાનો પણ હાથ છે. વાત જાણે એમ છે કે રાષ્ટ્રપતિની સત્તાનો અંત આતા જ અમેરિકાએ સીરિયા પર બોમ્બ છોડવાનું શરૂ કરી દીધુ છે. અમેરિકાએ રવિવારે સીરિયાની અંદર આઈએસઆઈએસના અનેક ઠેકાણાઓને નિશાન બનાવ્યા. 

fallbacks

અમેરિકી સેન્ટ્રલ કમાન્ડે  કહ્યું કે મધ્ય સીરીયામાં હને બી-52, એફ-15, અને એ-10 સહિત અમેરિકી વાયુસેનાના વિમાનોનો ઉપયોગ કરીને 75થી વધુ ઠેકાણાઓ પર હુમલા કરાયા છે. એટલું જ નહીં ઈસ્લામિક સ્ટેટના આતંકીઓ સામે લડવા માટે અમેરિકાએ દક્ષિણ-પૂર્વ સીરિયામાં લગભગ 900 સૈનિકોની ટુકડી તૈનાત કરી છે. આ સાથે એ પણ સ્પષ્ટ કર્યું છે કે તેઓ સીરિયમાં પોતાના હાજરી હટાવશે નહીં. 

માથું ઊંચકશે ISIS
અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડેને સ્પષ્ટપણે કહી દીધુ છે કે અમને એ વાતની પૂરેપૂરી જાણકારી છે કે ઈસ્લામિક સ્ટેટ કટ્ટરપંથી સમૂહ (ISIS) સીરિયામાં ફરીથી પોતાને સ્થાપિત કરવા માટે હાલની સ્થિતિનો ફાયદો ઉઠાવવાની કોશિશ કરશે. પરંતુ અમે એવું થવા નહીં દઈએ. તેમણે કહ્યું કે તેમની સેનાએ રવિવારે સીરિયાની અંદર ISIS વિરુદ્ધ હુમલા કર્યા. 

અસદ શાસનનું પતન
બાઈડેને એ પણ કહ્યું કે અસદ શાસનનું પતન ન્યાયનું એક મૌલિક કાર્ય છે. તેમણે કહ્યું કે, આ સીરિયાના લાંબા સમયથી પીડિત લોકો માટે ઐતિહાસિક અવસરની ઘડી છે. 24 વર્ષ સુધી દેશ પર શાસન કરી રહેલા અસદ હવે મોસ્કોમાં રાજનીતિક શરણ પર છે. અત્રે જણાવવાનું કે અસદનો પરિવાર 5 દાયકાથી સીરિયામાં શાસનમાં હતો. 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More