Chinese Ka Company Bonus Dene Ka Viral Tarika : બોનસ કોને ન ગમે. કંપની જ્યારે કર્મચારીઓ માટે પોતાની તિજોરી ખોલી દે અને દિલ ખોલીને બોનસ આપે ત્યારે શું થાય. ચીનની એક કંપનીનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, જેની તેના કર્મચારીઓને બોનસ આપવાની રીત ઈન્ટરનેટ લોકોના દિલ જીતી રહી છે. રિપોર્ટ અનુસાર, 'હેનાન માઈનિંગ ક્રેન કંપની લિમિટેડ', એક ક્રેન મેન્યુફેક્ચરિંગ કંપનીએ ટેબલ પર 11 મિલિયન સિંગાપોર ડૉલર (રૂ. 70 કરોડ) મૂક્યા અને તેના કર્મચારીઓને 15 મિનિટમાં ગણી શકાય તેટલી રોકડ લઈ જવા કહ્યું. ચીનને કંપનીએ કર્મચારીઓએ ટેબલ પર પાથર્યો ખજાનો.
15 મિનિટમાં ગણાય તેટલી રકમ તમારી
આ અનોખી ઘટનાનો વીડિયો હાલ વાયરલ થઈ રહ્ોય છે. વાયરલ વીડિયોમાં જોઈ શકાય છે કે, એક મોટા ટેબલ પર ઘણી બધી નોટો પાથરેલી છે. જેને કર્મચારીઓ ઝડપથી ગણી રહ્યા છે અને ઉપાડી રહ્યાં છે. કર્મચારીઓ બને તેટલા પૈસા ભેગા કરવામાં વ્યસ્ત હતા.
ચાલુ ક્લાસમાં શિક્ષિકાએ કર્યા વિદ્યાર્થી સાથે લગ્ન, માંગમાં સિંદૂર પૂરીને ફેરા લીધા, PHOTOs
તમને જણાવી દઈએ કે ચીનની કંપનીએ રૂપિયા 60-70 મીટર લાંબા ટેબલ પર ફેલાવી દીધા હતા અને 30-30 કર્મચારીઓની ટીમ બનાવી હતી. કંપનીએ નિયમ બનાવ્યો હતો કે દરેક ટીમ 2 કર્મચારીઓને મોકલશે જે 15 મિનિટમાં રકમની ગણતરી કરશે, તેટલી રકમ તે બોનસ તરીકે લઈ જશે.
લોકોએ કહ્યું, બોસ હોય તો આવા
આ વિડિયો @mothershipsg ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પરથી 28 જાન્યુઆરીએ પોસ્ટ કરવામાં આવ્યો હતો, જેને સમાચાર લખ્યા ત્યાં સુધી 16 લાખ વ્યૂઝ અને 33 હજારથી વધુ લાઈક્સ મળી ચૂક્યા છે. ઉપરાંત, ઘણા યુઝર્સે આ અંગે પોતાની પ્રતિક્રીયા આપી છે.
કર્મચારીઓ દ્વારા લેવામાં આવેલી મહત્તમ રકમ
રિપોર્ટ અનુસાર, કંપનીના એક કર્મચારીએ તેની ગણતરી કરીને સૌથી વધુ પૈસા ભેગા કર્યા. આ કર્મચારીએ 15 મિનિટમાં 18.7 હજાર ડોલર (લગભગ 16,21,290 રૂપિયા)ની રોકડ ગણી. અન્ય કર્મચારીઓ રોકડની ગણતરીમાં વ્યસ્ત હતા અને શક્ય તેટલી ઝડપથી તેને લઈ ગયા હતા. તેનો વીડિયો સોશિયલ મીડિયા પર રિલીઝ થયા બાદ યુઝર્સે ઉગ્ર કમેન્ટ કરી હતી. એક યુઝરે લખ્યું, 'મારી કંપની પણ આવી જ છે. પરંતુ પૈસાને બદલે તેઓ ઘણું કામ આપે છે.' બીજાએ લખ્યું, 'મને આવું પેપર વર્ક જોઈએ છે, પરંતુ કંપની પાસે બીજી યોજનાઓ છે.'
ટ્રમ્પની ટીમમાં આ ગુજરાતીને મળી મોટી જવાબદારી, વ્હાઈટ હાઉસમાં આપ્યો મોટો હોદ્દો
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે