કાબુલ: આતંકી સંગઠન તાલિબાને પંજશીર પર સંપૂર્ણ રીતે કબજો જમાવી લીધો હોવાની જાહેરાત કરી છે. તાલિબાનના પ્રવક્તા ઝબીઉલ્લા મુજાહિદે દાવો કર્યો છે કે તેમણે પંજશીરનો અંતિમ ગઢ સંપૂર્ણ રીતે જીતી લીધો છે.
તાલિબાને પંજશીરની તસવીર જાહેર કરી છે. એક તસવીરમાં પંજશીરમાં તાલિબાની ઝંડો ફરકતો જોવા મળે છે. બીજી બાજુ તાલિબાની કમાન્ડર પંજશીરમાં હાજર છે અને પાછળ દીવાલ પર અહમદ શાહ મસૂદની તસવીર છે. તાલિબાને દાવો કર્યો છે કે તેમણે પંજશીર સહિત અફઘાનિસ્તાનના તમામ 34 પ્રાંતો પર કબજો જમાવી લીધો છે.
Afghanistan: તાલિબાન સાથે બાથ ભીડી રહેલા અહમદ મસૂદને મોટો ઝટકો, લડાઈમાં ફહીમ દશ્તીનો જીવ ગયો
તાલિહાનના પ્રવક્તા ઝબીઉલ્લા મુજાહિદે કહ્યું કે અલ્લાહની મદદ અને અમારા લોકોના સમર્થનથી પંજશીર પણ ઈસ્લામિક અમીરાતના નિયંત્રણ હેઠળ આવી ગયું છે. પંજશીરમાં વિદ્રોહી હાર્યા છે અને બાકીના ભાગી ગયા છે. પંજશીરમાં દબાવાયેલા અને સન્માનિત લોકોને છોડી મૂકવામાં આવ્યા છે.
Panjshir ની જંગમાં તાલિબાન તરફથી પાકિસ્તાન મેદાનમાં ઉતર્યું? પાક એરફોર્સે ડ્રોન હુમલા કર્યાનો દાવો
ઝબીઉલ્લાએ કહ્યું કે હું ખાતરી અપાવું છું કે પંજશીરના લોકો સાથે કોઈ પણ પ્રકારે ભેદભાવ નહીં થાય. તમે બધા અમારા ભાઈઓ છો અને આપણે બધા મળીને એક લક્ષ્ય માટે દેશની સેવા કરીશું. તાલિબાનના પ્રવક્તાએ કહ્યું કે પંજશીર પર જીત બાદ સમગ્ર દેશમાં યુદ્ધ ખતમ થઈ ગયું છે. આપણા દેશમાં શાંતિ અને સમૃદ્ધિ આવશે.
તાલિબાનનો દાવો ખોટો?
આ બાજુ નેશનલ રેઝિસ્ટન્સ ફોર્સ (NRF) એ તાલિબાનના દાવાને ફગાવ્યો છે. NRF એ કહ્યું કે તાલિબાનનો પંજશીર પર કબજાનો દાવો ખોટો છે. NRF ના જવાનો સમગ્ર ઘાટીમાં મહત્વની જગ્યાઓ પર હાજર છે અને જંગ ચાલુ છે. અમે અફઘાનિસ્તાનના લોકોને ખાતરી અપાવીએ છીએ કે તાલિબાન અને તેમની મદદ કરનારાઓ વિરુદધ સંઘર્ષ ત્યાં સુધી ચાલુ રહેશે જ્યાં સુધી ઈન્સાફ અને આઝાદી ન મળી જાય.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે