Home> World
Advertisement
Prev
Next

Afghanistan: Kabul Airport પર ફરી કરી શકે છે Taliban હુમલો, લશ્કરી સેક્શનમાં આતંકીઓએ મારી એન્ટ્રી

Taliban Entered Military Side Of Kabul Airport: તાલિબાને કાબુલની સુરક્ષા હક્કાની નેટવર્કને આપી છે. અત્યાર સુધી કાબુલ એરપોર્ટ પર અમેરિકી સેનાનો કબજો હતો.

Afghanistan: Kabul Airport પર ફરી કરી શકે છે Taliban હુમલો, લશ્કરી સેક્શનમાં આતંકીઓએ મારી એન્ટ્રી

કાબુલ: અફઘાનિસ્તાનમાંથી (Afghanistan) આ સમયે મોટા સમાચાર સામે આવ્યા છે કે, તાબિલાનના (Taliban) આતંકીઓ કાબુલ એરપોર્ટમાં ઘૂસી ગયા છે. તાલિબાનના 313 બદરી સ્પેશિયલ ફોર્સિસ યૂનિટે કાબુલ એરપોર્ટના (Kabul Airport) લશ્કરી સેક્શનમાં એન્ટ્રી મારી છે. તમને જણાવી દઇએ કે, અત્યાર સુધી કાબુલ એરપોર્ટ પર અમેરિકી સેનાનો (US Army) કબજો હતો. કાબુલ એરપોર્ટ થકી આખી દુનિયા અફઘાનિસ્તાન સાથે જોડાયેલી હતી.

fallbacks

તમને જણાવી દઇએ કે, બુધવારના કાબુલ એરપોર્ટ (Kabul Airport) પર સિરિયલ બ્લાસ્ટ કરવામાં આવ્યા હતા. જેમાં 13 અમેરિકી સૈનિકો (US Army) સહિત 170 લોકોના મોત થયા હતા. આ બ્લાસ્ટની જવાબદારી ઇસ્લામિક સ્ટેટ ખુરાસાન પ્રોવિંસે (IS-KP) લીધી હતી.

આ પણ વાંચો:- PUBG રમવાની લતમાં માતાના ખાતામાંથી ઉડાવ્યા 10 લાખ, ઠપકો આપતા કિશોરે ભર્યું આ પગલું

યૂએસ સેન્ટ્રલ કમાન્ડના હેડ જનરલ ફ્રેન્ક મેન્કેજીએ (Frank McKenzie) કહ્યું કે, સૈનિકોને વધુ એલર્ટ રહેવા માટે કહેવામાં આવ્યું છે. આશંકા છે કે, ISIS વધુ હુમલા કરી શકે છે. એરપોર્ટને ફરીથી ટારગેટ કરવામાં આવી શકે છે. જો કે, અમેરિકાએ દાવો કર્યો છે કે, તાલિબાન પાસે એરપોર્ટ સંચાલનનો કોઈ ચાર્જ નથી.

ઉલ્લેખનીય છે કે, વ્હાઈટ હાઉસના પ્રેસ સેક્રેટરી જેન સાકીએ (Jen Psaki) પણ આશંકા વ્યક્ત કરી છે કે, કાબુલમાં હજુ બ્લાસ્ટ થઈ શકે છે. તેમણે કહ્યું કે, આતંકીઓ આ જમીન પર રહેવા માંગતા નથી.

આ પણ વાંચો:- ISI એ મૌલાના મસૂદ અઝહરની મુલ્લા બરાદર સાથે કરાવી મુલાકાત, કાશ્મીર પર માંગી મદદ

આતંકી હુમલાની આશંકાને ધ્યાનમાં રાખી અમેરિકાએ કાબુલ એરપોર્ટની સુરક્ષા વધારી દીધી છે. અમેરિકાએ તાલિબાન અને હક્કાની નેટવર્કના વિવિધ જૂથોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

કાબુલ એરપોર્ટ પર હુમલા બાદ અમેરિકામાં તેના વિશે ભારે રોષ છે. જે બાદ અમેરિકાએ આતંકવાદી સંગઠન IS-KP થી બદલો લેવાની જાહેરાત કરી છે. જો બિડેને કહ્યું છે કે અમેરિકા ચોક્કસપણે તેના દુશ્મનોને શોધી કાઢશે અને ખતમ કરશે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More