Home> World
Advertisement
Prev
Next

તાલિબાન-અમેરિકા ડીલથી નારાજ તાલિબાની લડાકુઓને અલકાયદામાં સામેલ કરાવી રહી છે ISI

રિપોર્ટ અનુસાર પાકિસ્તાનની ગુપ્તચર એજન્સી આઇએસઆઇ (ISI) અમેરિકા-તાલિબાન ડીલથી નારાજ  તાલિબાની લડાકુઓને અલકાયદા, લશ્કર-એ-તૈયબા અને ઇસ્લામિક સ્ટેટ ખોરસાન પ્રોવિંસ (ISKP) જેવા આતંકવાદી સંગઠનોમાં સામેલ કરી રહી છે. 

તાલિબાન-અમેરિકા ડીલથી નારાજ તાલિબાની લડાકુઓને અલકાયદામાં સામેલ કરાવી રહી છે ISI

નવી દિલ્હી: તાલિબાન (Taliban) અને અમેરિકા વચ્ચે દોહામાં થયેલા શાંતિ કરારને લીધે જ્યાં અમેરિકા પોતાના સૈનિકોને અફઘાનિસ્તાનથી સંપૂર્ણપણે હટાવવા માટે સહમત થઇ ગઇ છે. તો બીજી તરફ પાકિસ્તાને આ અવસરનો ફાયદો ઉઠાવતાં અફઘાનિસ્તાનમાં સક્રિય આતંકવાદી ટુકડીઓને મદદ કરવામાં લાગી ગઇ છે જેથી તે અફઘાનિસ્તાનમાં પોતાની પકડને મજબૂત બનાવી રાખી છે. રિપોર્ટ અનુસાર પાકિસ્તાનની ગુપ્તચર એજન્સી આઇએસઆઇ (ISI) અમેરિકા-તાલિબાન ડીલથી નારાજ  તાલિબાની લડાકુઓને અલકાયદા, લશ્કર-એ-તૈયબા અને ઇસ્લામિક સ્ટેટ ખોરસાન પ્રોવિંસ (ISKP) જેવા આતંકવાદી સંગઠનોમાં સામેલ કરી રહી છે. 

fallbacks

અફઘનિસ્તાન સરકારે પાકિસ્તાનની ગુપ્તચર એજન્સી આઇએસઆઇ પર આરોપ લગાવ્યો છે કે તે અફઘાનિસ્તાનમાં આતંકવાદી હુમલાના કાવતરામાં લાગી ગઇ છે. અફધાનિસ્તાનના કન્નૂર (Kunur) પ્રાંતના ગર્વનર અબ્દુલ સત્તાર મીરજકાવલે પોતાના નિવેદનમાં કહ્યું કે પાકિસ્તાને અલકાયદાની મદદથી તાલિબાની લડાકુ અને તેમના કમાડર્સ સાથે સંપર્ક સાધી રહી છે. અલકાયદાએ એક નિવેદન જાહેર કરી આ વર્ષે 29 ફેબ્રુઆરીને થયેલા અમેરિકા-તાલિબાન ડીલ પર પોતાની જીત ગણાવતાં કહ્યું કે તાલિબાન અને અલકાયદાના સંબંધ ઐતિહાસિક અને ખૂબ મજબૂત છે અને કોઇપણ ઝૂઠ પર આધારિત ડીલ સાથે તેમના સંબંધો પર કોઇ અસર પડશે નહી. 

સાથે જ તેણે એ પણ ધમકી આપી છે કે કાફિરોને અફઘાનિસ્તાનથી ગમે તે રીતે પરત જવું પડશે. ભારતના પ્રભાવને ખતમ કરવાના કાવતરું અફઘાનિસ્તાન પર નજર રાખનાર જાણકારોનું માનવું છે કે અમેરિકન સૈનિકોના પરત ફરતાં જ પાકિસ્તાન અફઘાનિસ્તાનમાં પોતાનું પ્રભુત્વ વધારવાનો પ્રયત્ન ચાલુ રાખશે. આઇએસઆઇ અફઘાનિસ્તાનમાં સક્રિય આતંકવાદી ટુકડીઓની મદદથી ભારતના અસરને ખતમ કરવામાં કોઇ કસર છોડશે નહી. જોવા જઇએ તો અફઘાનિસ્તાનમાં ઘણા આતંકવાદી જુથો જેમકે અલકાયદા, તાલિબાન અને ISKP ને આઇએસઆઇ ફંડિંગ કરે છે અને આ જુથો પર પાકિસ્તાનની સારી પકડ છે.

પાકિસ્તાનની સરકાર ઉગ્ર થઇ રહેલા બલૂચિયોના પ્રદર્શનથી પરેશાન છે એવામાં તેમના આંદોલનને નબળા કરવા માટે પાકિસ્તાન-અફઘાનિસ્તાન સીમા પર ફેસિંગ લગાવી રહી છે જેથી આ આંદોલનોને કાબૂમાં લઇ શકે. એવામાં અફઘાનિસ્તાનને પ્રભાવમાં લઇ લેતાં પાકિસ્તાન માટે કામ સરળ થઇ જશે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More